Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટિયાગો કારે બાઈકને ટક્કર મારી, યુવાનનું મોત:બાઇકચાલક 10 ફૂટ હવામાં ફંગોળાયો, સારવાર દરમિયાન દમ તોડ્યો, ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી, કારચાલક ગાડી મુકી ફરાર

    15 hours ago

    સમી-હારીજ રોડ પર આવેલા પેટ્રોલપંપ નજીક ગુજરવાડા ચોકડી તરફથી પુરઝડપે આવી રહેલી એક ટાટા ટિયાગો કારે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા 30 વર્ષના યુવકનું મોત નિપજ્યું છે. આ અકસ્માતના દૃશ્યો નજીકના CCTV કેમેરામાં કેદ થયા છે. અકસ્માત સર્જી કારચાલક પોતાની ગાડી સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માત થતા જ આસપાસના લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. CCTVમાં શું દેખાય છે? સમી હાઇવે પર ઝડપથી આવી રહેલી એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઇકચાલક લગભગ 10 ફૂટ હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયો હતો. જ્યારે કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં કારની ટક્કર અને લોકોની દોડધામ સ્પષ્ટ દેખાઈ રહી છે. ભરતભાઈ બેંકના કામથી નીકળ્યા હતા ફરિયાદ મુજબ, મૂળ સમી તાલુકાના જાખેલ ગામના વતની અને હાલ ગાંધીનગર ખાતે રહેતા જયેશ ધનાભાઈ ભરવાડ નવરાત્રિના તહેવાર નિમિત્તે વતન આવ્યા હતા. 21 ઓક્ટોબરના રોજ સવારે આશરે 11:00 વાગ્યે જયેશ તથા તેમના સંબંધી ભોજાભાઈ જલાભાઈ પોતાના મોટરસાયકલ (GJ 24 BD 1729) પર અને તેમના મોટાબાપુના દીકરા ભરત મહાદેવભાઈ ભરવાડ પોતાના મોટરસાયકલ (GJ 24 CA 4135) પર સવાર થઈને જાખેલથી સમી ખાતે 'ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક'ની શાખામાં કામ અર્થે જવા નીકળ્યા હતા. ટિયાગો કારે મોટરસાયકલને પાછળથી ટક્કર મારી બપોરે આશરે 12:15 વાગ્યાના સુમારે તેઓ સમી ખાતે જય કિસાન હોટલ પસાર કરી હારીજ રોડ પર આવેલા પેટ્રોલપંપ નજીક પહોંચ્યા ત્યારે પાટણ તરફથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી સફેદ રંગની ટાટા ટિયાગો કાર (GJ 24 AM 5953)ના ચાલકે ભરતભાઈના મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. સારવાર કારગત નીવડે તે પહેલાં જ યુવકે દમ તોડ્યો ભરતભાઈને ગળા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઈને સારવાર અર્થે સમી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક ભરતભાઈ (ઉં.વ. 30) પોતાના પરિવારમાં ત્રણ નાનાં બાળકને વિલાપ કરતા છોડી ગયા છે. સમી પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ BNSની કલમ 281, 106(1) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 187 અને 134 હેઠળ ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો, વાગરા-પીસાદ માર્ગ પર ટેન્કરની ટક્કરે બે યુવકના મોત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં વાગરા-પીસાદ માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ નજીક 21 ઓક્ટોબર 2026ના રોજ રાત્રિના આશરે 10:15 વાગ્યાના અરસામાં ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં બાઇકસવાર એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવકે સારવાર દરમિયાન દમ તોડતાં સુતરેલ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એક જ અકસ્માતમાં બે યુવકનાં મોતથી પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સંપૂર્ણ અહેવાલ વાંચો આ પણ વાંચો, બાઈકસવાર 4 યુવક બ્રિજ પરથી નીચે પડ્યા, 3નાં મોત આ પણ વાંચો: દશેરાએ અકસ્માતની ત્રણ ઘટનામાં 8ના મોત
    Click here to Read More
    Previous Article
    ટાઈગર પર ફાયરિંગ પહેલાં શૂટર્સે પિસ્તોલ ચલાવવાની પ્રેક્ટિસ કરી:અંધેરીની હોટલમાં પણ મિસફાયર થયું હતું, બે યુવતી સહિત 10 આરોપીની ધરપકડ
    Next Article
    ચોકલેટ-એનર્જી ડ્રીંકની બોટલમાં કારની સીટ નીચે છુપાવ્યું ડ્રગ્સ:અફઘાની હેરોઈન અને એમપી-રાજસ્થાનનું MD ગુજરાત આવ્યા'ને UP-દિલ્હીના 3 ઝડપાયા, રાજકોટના અસલમે મંગાવ્યો હતો જથ્થો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment