Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CA ઇન્ટરમીડિયેટ સપ્ટેમ્બર-2026નું પરિણામ જાહેર:અમદાવાદના પ્રશમ શાહે ઓલ ઇન્ડિયામાં 5મો રેન્ક મેળવ્યો, શહેરના 7 વિદ્યાથીઓએ AIRમાં સ્થાન મેળવ્યું

    7 hours ago

    ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા-ICAI દ્વારા લેવામાં આવેલી CA ઇન્ટરમીડિયેટ કોર્સની સપ્ટેમ્બર-2026ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં અમદાવાદ સેન્ટરના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. અમદાવાદ સેન્ટર પર બંને ગ્રુપની પરીક્ષા આપનારા 1,375 વિદ્યાર્થીઓમાંથી 245 વિદ્યાર્થીઓ સફળ થયા છે. આ સાથે બંને ગ્રુપનું પરિણામ 17.82% નોંધાયું છે. જ્યારે ગ્રુપ-1માં 1,416માંથી 350 વિદ્યાર્થીઓ પાસ થતાં પરિણામ 24.72% અને ગ્રુપ-2માં 740માંથી 163 વિદ્યાર્થીઓ પાસ થતાં પરિણામ 22.03% રહ્યું છે. દેશભરમાં બંને ગ્રુપનું પરિણામ 13.21% ઓલ ઇન્ડિયા સ્તરે સપ્ટેમ્બર-2026ની પરીક્ષામાં બંને ગ્રુપની પરીક્ષા આપનારા 38,339 વિદ્યાર્થીઓમાંથી 5,066 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ, દેશભરમાં બંને ગ્રુપનું પરિણામ 13.21% નોંધાયું છે. ગ્રુપ-1માં 23.14% અને ગ્રુપ-2માં 18.92% વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. અગાઉ મે-2026ની પરીક્ષામાં બંને ગ્રુપનું પરિણામ 8.47% અને જાન્યુઆરી-2026માં 9.39% નોંધાયું હતું. તેની સરખામણીએ સપ્ટેમ્બર-2026ની પરીક્ષામાં બંને ગ્રુપના પરિણામમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. અમદાવાદના સાત વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા રેન્ક અમદાવાદ સેન્ટરના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઓલ ઇન્ડિયા સ્તરે ટોચની રેન્કમાં સ્થાન મેળવ્યું છે. અમદાવાદના કુલ સાત વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવી સેન્ટરનું ગૌરવ વધાર્યું છે. તેમાં પ્રશમ એમ. શાહે ઓલ ઇન્ડિયા રેન્ક-5 સાથે અમદાવાદમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સપ્ટેમ્બર-2026ની પરીક્ષાના પરિણામમાં અમદાવાદ સેન્ટરનું પ્રદર્શન અને સાત વિદ્યાર્થીઓની ઓલ ઇન્ડિયા રેન્ક નોંધપાત્ર રહી છે. દેશભરમાં બંને ગ્રુપના પરિણામમાં અગાઉની બે પરીક્ષાઓની સરખામણીએ થયેલો સુધારો પણ આ પરિણામની મહત્ત્વની બાબત છે.
    Click here to Read More
    Previous Article
    ચોકલેટ-એનર્જી ડ્રીંકની બોટલમાં કારની સીટ નીચે છુપાવ્યું ડ્રગ્સ:અફઘાની હેરોઈન અને એમપી-રાજસ્થાનનું MD ગુજરાત આવ્યા'ને UP-દિલ્હીના 3 ઝડપાયા, રાજકોટના અસલમે મંગાવ્યો હતો જથ્થો
    Next Article
    IPS पूर्वा चौधरी SVPNPA पास‍िंग आउट परेड के बाद हुईं भावुक, नानी-मां के स‍िर कैप रख बोला-'मां तुझे सलाम'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment