Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MD ડ્રગ્સ સાથે એક શખસ ઝડપાયો:ટેક્સી પાસિંગની કાર ભાડે રાખી વેચાણ કરતો, અંકલેશ્વરથી ડ્રગ્સ આપનાર 'બીરાદાર' નામના આરોપીની શોધખોળ

    2 days ago

    આગામી નવરાત્રિને ધ્યાનમાં રાખી વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા નશામુક્ત શહેર માટે આપવામાં આવેલી સૂચનાના આધારે SOG પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઇલોરાપાર્ક સ્થિત MIG ફ્લેટ પાસેથી ટેક્સી પાસિંગની સ્વિફ્ટ ડિઝાયર કાર સાથે એક શખ્સને 18.630 ગ્રામ MD (મેફેડ્રોન) ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે ડ્રગ્સ, કાર, રોકડ રકમ અને મોબાઈલ મળીને કુલ રૂ. 3,67,850નો મુદ્દામાલ કબજે કર્યો છે. બાતમીના આધારે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો SOG પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સમયાલા ગામે રહેતો મહેશ ઉર્ફે રોનક દેવરે પોતાની સ્વિફ્ટ ડિઝાયર કારમાં MD ડ્રગ્સ સંતાડીને ઇલોરાપાર્કના MIG ફ્લેટ આસપાસ ગ્રાહકોને વેચી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મહેશ ઉર્ફે રોનક દેવીદાસ દેવરેની અટકાયત કરી રૂ. 55,890ની કિંમતનું 18.630 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પોલીસથી બચવા ભાડાની ટેક્સી કારનો ઉપયોગ કરતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આરોપીએ ત્રણ મહિના પહેલા કમલાનગરના રહીશ પાસેથી રૂ. 15 હજારના માસિક ભાડા પર આ ટેક્સી પાસિંગ કાર લીધી હતી. પોલીસની નજરથી બચવા અને ગ્રાહકોને ડ્રગ્સ પહોંચાડવા તે આ ટેક્સીનો ઉપયોગ કરતો હતો. અંકલેશ્વરના સપ્લાયર પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાનો ખુલાસો તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી ત્રણ-ચાર દિવસ પહેલાં જ અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતેથી 'બીરાદાર' નામના ઈસમ પાસેથી વગર પાસ-પરમિટે આ ડ્રગ્સ ખરીદીને વડોદરા લાવ્યો હતો. આ મામલે ગોરવા પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી, પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને અંકલેશ્વરના વોન્ટેડ સપ્લાયર 'બીરાદાર'ને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ક્ષય મુક્ત ભારત અભિયાનની જનજાગૃતિ રેલી:શેઠ એમ.એન. કોલેજથી નીકળી, શહેરના મુખ્ય માર્ગો પર ફરી, નાગરિકોએ શપથ લીધા
    Next Article
    દીવના નાગવા બીચ પર મૃત ડોલ્ફિન મળી:સ્થાનિકોએ દફનવિધિ શરૂ કરી, મોતનું કારણ અકબંધ; તંત્રને જાણ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment