Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં નાસ્તાની લારીની આડમાં ડ્રગ્સનો વેપલો:સુરત ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખનો પુત્ર ફરી MD ડ્રગ્સ સાથે ઝડપાયો, બે વર્ષ પહેલા પણ 35 લાખનું ડ્રગ્સ મંગાવતા SOGએ દબોચ્યો હતો

    9 hours ago

    સુરત શહેરમાં ડ્રગ્સ પેડલરો અને નશાના કારોબારીઓ સામે પોલીસે સપાટો બોલાવવાનું ચાલુ રાખ્યું છે. પુણા પોલીસે બાતમીના આધારે ન્યુ એપીએમસી ફ્રુટ માર્કેટ નજીક વોચ ગોઠવી ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખના પુત્રને 3.26 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો આરોપી અગાઉ પણ રાજસ્થાનથી 35 લાખનું ડ્રગ્સ મંગાવવાના મોટા રેકેટમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. પોલીસે તેની પાસેથી ડ્રગ્સ, મોપેડ અને વજનકાંટો મળી કુલ રૂ. 70,180 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ફિલ્મી ઢબે કોર્ડન કરી આરોપીને દબોચ્યો પુણા પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ પોતાની મોપેડ પર એમડી ડ્રગ્સનો જથ્થો લઈને ઇન્ટરસીટી ખાડી પુલથી આંજણા ફાર્મ તરફ જઈ રહ્યો છે. આ બાતમી મળતાં જ પોલીસે ન્યુ એપીએમસી ફ્રુટ માર્કેટ સામે વોચ ગોઠવી દીધી હતી. બાતમી મુજબનો યુવાન મોપેડ પરથી પસાર થતાં જ પોલીસે ઘેરાબંધી કરીને તેને રસ્તા વચ્ચે જ અટકાવી લીધો હતો. પેન્ટના ખિસ્સામાંથી MD ડ્રગ્સ, ડીકીમાંથી ડિજિટલ કાંટો મળ્યો પોલીસે અટકાયત કરી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ મોહંમદ રેહાન જમીલ અહમદ અંસારી (ઉં.વ. 28, રહે. પંચશીલનગર, ભાઠેના, સુરત; મૂળ રહે. બીજનૌર, યુ.પી.) જણાવ્યું હતું. આરોપી ભાઠેના વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવે છે. કાયદેસર રીતે અંગઝડતી લેતાં તેના પેન્ટના ખિસ્સામાંથી પારદર્શક પુશલોક બેગમાં સફેદ-પીળા રંગનો પાવડર મળી આવ્યો હતો. આ ઉપરાંત મોપેડની ડીકીમાંથી એક નાનો બેટરી સંચાલિત ડિજિટલ વજનકાંટો, મોબાઇલ ફોન, રોકડા રૂ. 300 તથા તેનું ઓળખપત્ર મળી આવ્યા હતા. FSL ટીમે પુષ્ટિ કરી, 3.26 ગ્રામ માદક પદાર્થ હોવાનું ખૂલ્યું ઘટનાસ્થળે જ એફએસએલ અધિકારીની ટીમને બોલાવવામાં આવી હતી. એફએસએલ કીટ વડે સ્થળ પર કરવામાં આવેલા પ્રાથમિક પરીક્ષણમાં પકડાયેલો પાવડર માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ સોનીના ચોક્કસ ઇલેક્ટ્રિક વજનકાંટા પર વજન કરાવતાં 3.26 ગ્રામ જથ્થો નોંધાયો હતો, જેની બજાર કિંમત રૂ. 9,780 આંકવામાં આવી છે. પોલીસે મોપેડ અને મોબાઈલ સહિત કુલ રૂ. 70,180 નો મુદ્દામાલ કબજે લીધો છે. નવસારી બજારના પેડલર પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હતું પોલીસ પૂછપરછમાં આરોપી રેહાને જણાવ્યું હતું કે તેને પોતે MD ડ્રગ્સ પીવાની લત છે. આ જથ્થો તે નવસારી બજાર કબ્રસ્તાનના ટેકરા પાસે, મચ્છી માર્કેટ નજીક રહેતા નદીમ નામના શખ્સ પાસેથી લાવ્યો હતો. જેથી પુણા પોલીસે રેહાન સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સ સપ્લાયર નદીમને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. ઓગસ્ટ 2024માં પણ SOGના હાથે પકડાયો હતો ઝડપાયેલો રેહાન ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખ જમીલ અંસારી ઉર્ફે જમીલ બિરયાનીનો પુત્ર છે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2024માં સુરત SOGએ ઉધના દરવાજા ખાતે આવેલી ઓયો હોટલમાંથી રાજસ્થાનના ચેતન શાહુ, હિન્દુ યુવા વાહિની સુરત પ્રમુખ વિકાસ આહીર અને અનિષખાન લાકડાવાલા સહિતના શખ્સોને રાજસ્થાનથી 35 લાખનું ડ્રગ્સ મંગાવવાના નેટવર્કમાં ઝડપી પાડ્યા હતા. તે મોટા નેટવર્કમાં પણ રેહાનની ધરપકડ કરવામાં આવી હતી, છતાં જેલમાંથી બહાર આવીને તે ફરી નશાના રવાડે ચઢી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાની અફઘાનિસ્તાનમાં પર ફરી એરસ્ટ્રાઈક, 9 લોકોનાં મોત:મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ, 7 દિવસ પહેલાં 10 સ્થળોએ હુમલા કર્યા હતા
    Next Article
    વાપી મનપાના સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં 20 વર્ષીય યુવતીનું મોત:સ્વિમિંગ સીખવા દરમિયાન બની ઘટના, હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment