Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાની અફઘાનિસ્તાનમાં પર ફરી એરસ્ટ્રાઈક, 9 લોકોનાં મોત:મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ, 7 દિવસ પહેલાં 10 સ્થળોએ હુમલા કર્યા હતા

    8 hours ago

    પાકિસ્તાને ગુરુવારે અફઘાનિસ્તાનના કુનાર અને હેલમંદ પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા. અફઘાન તાલિબાન સરકારના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં 9 લોકોનાં મોત થયાં છે અને 11 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આ માહિતી આપી. રોયટર્સ અનુસાર, તેમણે જણાવ્યું કે પાકિસ્તાની હુમલાઓમાં બંને પ્રાંતોમાં 3 ઘર નષ્ટ થયાં છે. મુજાહિદે હુમલાઓની નિંદા કરતાં કહ્યું કે પાકિસ્તાને ખોટું કર્યું છે. તેમણે કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે અને તેને યોગ્ય ઠેરવી શકાય નહીં. પાકિસ્તાને 7 દિવસ પહેલાં અફઘાનિસ્તાનમાં 10 સ્થળોએ હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે તણાવ વધ્યો પાકિસ્તાનનું કહેવું છે કે તાજેતરમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના લડાકુઓએ અફઘાનિસ્તાનના પક્તિયા અને નંગરહાર પ્રાંતોથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સરહદ પર બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો. પાકિસ્તાને આરોપ લગાવ્યો કે અફઘાનિસ્તાનમાંથી ડ્રોન પણ મોકલવામાં આવ્યા હતા, જ્યારે તાલિબાન સરકારે આ આરોપોને નકારી કાઢ્યા. સોમવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં તેના જણાવ્યા મુજબ 28 આતંકવાદીઓ માર્યા ગયા હતા. અફઘાન અધિકારીઓએ દાવો કર્યો કે આ હુમલામાં નાગરિકો પણ માર્યા ગયા. ત્યારબાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં 10 ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. TTP અને પાકિસ્તાન વચ્ચે દુશ્મની શા માટે છે? પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે લાંબા સમયથી સરહદ સુરક્ષા અને આતંકવાદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પાકિસ્તાનનો આરોપ છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના લડાકુઓ અફઘાનિસ્તાનમાં હાજર છે અને ત્યાંથી જ પાકિસ્તાનમાં હુમલાની યોજના બનાવે છે. પાકિસ્તાન ઘણી વખત તાલિબાન સરકાર પાસે TTP વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી ચૂક્યું છે. TTPની સ્થાપના 2007માં થઈ હતી. આ સંગઠન પાકિસ્તાન સરકાર અને તેની સેના વિરુદ્ધ લડે છે. 2001માં અફઘાનિસ્તાનમાં અમેરિકાના સૈન્ય અભિયાન દરમિયાન પાકિસ્તાને અમેરિકાને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ TTPએ પાકિસ્તાનને પોતાનો દુશ્મન માની લીધો અને તેની વિરુદ્ધ હુમલા શરૂ કરી દીધા. પાકિસ્તાન અને TTP વચ્ચે લડાઈ શા માટે? અફઘાન તાલિબાન અને TTP અલગ-અલગ સંગઠનો છે, પરંતુ બંને વચ્ચે વૈચારિક અને ઐતિહાસિક સંબંધો હોવાનું કહેવાય છે. પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બન્યા બાદ TTPને ત્યાં વધુ સુરક્ષિત ઠેકાણા મળી ગયા છે. જોકે, અફઘાન તાલિબાન સરકાર આ આરોપને ફગાવી દે છે અને કહે છે કે પાકિસ્તાનની સુરક્ષા સમસ્યાઓ માટે તેને જવાબદાર ઠેરવી શકાય નહીં. 2021 પછી તણાવ કેમ વધ્યો? ઓગસ્ટ 2021માં અફઘાન તાલિબાન સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાનને આશા હતી કે સરહદ પારના હુમલાઓમાં ઘટાડો થશે. પરંતુ તેનાથી વિપરીત TTPના હુમલાઓમાં વધારો જોવા મળ્યો. ત્યારબાદ પાકિસ્તાને અનેક વખત અફઘાન સરહદની અંદર હવાઈ અને સૈન્ય કાર્યવાહી કરી, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધતો ગયો. --------------------------- આ સમાચાર પણ વાંચો: ‘POKના લોકોને ભારત આવવું છે’:115 દિવસના આક્રોશ પછી આરપારની લડાઈ, LoC પર 25 હજારની ભીડનો હલ્લાબોલ; ભારત તરફનો રસ્તો ખોલવા સૈન્યને અલ્ટીમેટમ! પીઓકે (પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર)માં આઝાદીના અવાજો વધુ તેજ બની ગયા છે. LOCથી લગભગ 7 કિમી દૂર આવેલા મંધોલમાં 25 હજાર લોકોની ભીડ આંદોલન પર બેઠી છે. પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીર અને પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ વિરુદ્ધ નારા ગુંજી રહ્યા છે. જોઈન્ટ અવામી લીગ (જેએએલ)ના નેતાઓ હવે આરપારની લડાઈ માટે કમર કસી ચૂક્યા છે. તેમણે સ્પષ્ટ જાહેરાત કરી છે કે પાકિસ્તાન સરકારે પૂંછ અને મેંધરનો રસ્તો ખોલવો પડશે. આ રસ્તો ભારત તરફ જાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 150 પોઈન્ટ, નિફ્ટી 30 પોઈન્ટ ઘટ્યો:મનીવ્યૂનો શેર 62% ઉપર લિસ્ટ; વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં ₹19 હજાર કરોડના શેર વેચ્યા
    Next Article
    શહેરમાં નાસ્તાની લારીની આડમાં ડ્રગ્સનો વેપલો:સુરત ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખનો પુત્ર ફરી MD ડ્રગ્સ સાથે ઝડપાયો, બે વર્ષ પહેલા પણ 35 લાખનું ડ્રગ્સ મંગાવતા SOGએ દબોચ્યો હતો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment