Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં MD ડ્રગ્સ સાથે એક યુવક પકડાયો:પોલીસે 2 મોબાઈલ ફોન સહિત 16,720 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

    22 hours ago

    સુરેન્દ્રનગરમાં એમ.ડી. ડ્રગ્સ સાથે એક યુવક પકડાયો છે. સુરેન્દ્રનગર-રાજકોટ હાઇવે નજીક મેક્સન કારખાના પાછળના કાચા રસ્તા પરથી પોલીસે 25 વર્ષના યુવકને ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી સુરેન્દ્રનગર ડિવિઝન સ્ક્વોર્ડ, એસઓજી શાખા અને પેરોલ-ફર્લો સ્ક્વોર્ડની સંયુક્ત ટીમે કરી હતી. પોલીસ ટીમને બાતમી મળી હતી કે હાઇવે નજીક વોચ ગોઠવી પોલીસે સમીર યસુબભાઈ ટીયા (ઉંમર 25) નામના યુવકને શંકાના આધારે રોક્યો હતો. તેની તપાસ કરતા તેની પાસેથી 2.24 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ મળી આવ્યું હતું. આ જથ્થાની કિંમત 6,720 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે એમ.ડી. ડ્રગ્સના જથ્થા ઉપરાંત આરોપી પાસેથી બે મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા હતા. જેમાં એક Vivo કંપનીનો મોબાઇલ અને એક OnePlus કંપનીનો મોબાઇલ સામેલ છે. બંને મોબાઇલની કિંમત 5,000-5,000 રૂપિયા દર્શાવવામાં આવી છે. આમ, એમ.ડી. ડ્રગ્સ અને બે મોબાઇલ સહિત પોલીસે કુલ 16,720 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જિલ્લામાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની સતત કાર્યવાહી વચ્ચે હાઇવે નજીકથી એમ.ડી.નો જથ્થો પકડાતા નશાના નેટવર્ક સામેની પોલીસ કામગીરી ફરી ચર્ચામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગણપતિ વિસર્જન સમયે ડૂબવાથી 3 લોકોના મોત:ખોડિયાર મંદિર પાસે અજય વે બ્રિજ સામે પાણીમાંથી મૃતદેહ બહાર કાઢ્યા, રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ પરની ઘટના
    Next Article
    ખોડિયારનગરમાં 52 વર્ષથી શ્રીજીની સ્થાપના:સન્મુખ જ્ઞાન ચંદાનીના ઘરે 'ગણપતિ બાપા મોરિયા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું સકેત ફ્લેટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment