Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાસણાની સવેરા હોટલમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો:194 ગ્રામ ડ્રગ્સ સાથે MPના શખસની ધરપકડ, અન્ય એકની શોધખોળ શરૂ

    16 hours ago

    નો ડ્રગ ઇન સીટી અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાસણા સર્કલ પાસે આવેલા મંગલ એપાર્ટમેન્ટના બીજા માળે સવેરા હોટલમાં સાબીર શેખ નામનો એક શખ્સ માદક પદાર્થનો જથ્થો રાખીને બેઠો હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસ દ્વારા સવેરા હોટલમાં રેડ કરવામાં આવી હતી. જે દરમિયાન મેફેડ્રોન એમડી ડ્રગ્સના 194 ગ્રામથી વધુના જથ્થા સાથે મળી આવ્યો હતો. પોલીસે 5 લાખથી વધુના જથ્થા સાથે મધ્યપ્રદેશના સાબીર શેખ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ 8 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશનો શખસ ડ્રગ્સના જથ્થા સાથે હોટલમાં રોકાયો હતો અમદાવાદ શહેર પોલીસ કમિશનની સૂચનાના આધારે યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે માટે નો ડ્રગ ઇન સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત માદક પદાર્થનું વેચાણ કરનાર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. જેથી ઝોન 7 પોલીસ સ્ટેશન વિસ્તારનો વાસણા પોલીસનો સ્ટાફ ગત 22 તારીખે પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન ખાનગી બાતમીદાર દ્વારા એક હોટલમાં માદક પદાર્થનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી આપવામાં આવી હતી. સબીર શેખ નામનો શખ્સ વાસણા સર્કલ પાસે આવેલા મંગલ એપાર્ટમેન્ટના બીજા માળે સવેરા હોટલમાં બાતમીના આધારે ઝોન 7 અને એલસીબી સ્ટાફ દ્વારા વોચ ગોઠવી રેડ કરવામાં આવી હતી. પોલીસની ગાડી આવતી દેખાય નહીં તે માટે વાહનો દૂર પાર્ક કરવામાં આવ્યા હતા. બાતમીના આધારે પોલીસની ટીમ પંચો સાથે હોટલ પર પહોંચી ગઈ હતી. હોટલના રિસેપ્શન પર તપાસ કરતા રૂમ નંબર 203 સાબીરના નામે બુક થયો હોવાનું સામે આવ્યું હતું. જેથી બાતમી સાચી હોવાની માહિતી મળતા જ રૂમ નંબર 203 નો દરવાજો પોલીસ દ્વારા ખખડાવવામાં આવ્યો હતો. જે દરમિયાન આરોપીએ દરવાજો ખોલતા જ કોર્ડન કરીને રેડ કરવામાં આવી હતી. રૂમમાં હાજર શખસની પૂછતા જ કરતા સાબીર શેખ મધ્યપ્રદેશના મંદસોરનો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસ સ્ટાફ દ્વારા રૂમમાં તપાસ કરવામાં આવી હતી. હોટલના રૂમમાં ચેકીંગ દરમિયાન એક બેગ મળી આવી હતી. જેમાં વાદળી કલરની બેગની તપાસ કરતા તેમાંથી અલગ અલગ પ્રિન્ટેડ અક્ષરની થેલી મળી આવેલી હતી. જેની અંદર બે પ્લાસ્ટિકની પારદર્શક બેગ હતી જેમાં સફેદ કલરનો અને ક્રીમ કલરનો પાવડર વાળો પદાર્થ મળ્યો હતો. પ્લાસ્ટિકની બેગમાં રહેલો પદાર્થ એમડી ડ્રગ્સ હોવાની સાબીરે પંચો સમક્ષ કબુલાત કરી હતી. તેમજ એફએસએલ દ્વારા પણ માદક પદાર્થની તપાસ કરાવતા તે મેફેડ્રોન માદક પદાર્થ હોવાનું સામે આવ્યું હતું. 194 ગ્રામ 780 મિલિગ્રામનું મેફેડ્રોન એમડી ડ્રગ્સ કે જેની કિંમત 5.84 લાખ હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદમાં ડ્રગ્સની ડિલિવરી કોને કરવાની હતી તેની તપાસ શરૂ તેમજ મધ્યપ્રદેશના મંદસોરના વતની 36 વર્ષીય સાબીર શેખ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાબીર શેખ નામના આરોપી પાસેથી મેફેડ્રોન એમડી ડ્રગ્સ સહિત 2 લાખથી વધુના રોકડા રૂપિયા અને મોબાઈલ સહિત 8.26 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. અન્ય એક મધ્યપ્રદેશના આરોપી ઇમરાન અફઝલખાન પઠાણની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમજ એમડી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને અહીંયા કોને વેચવામાં આવતો હતો તેની પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ આરોપી સાબીર શેખ સામે ગુનો નોંધી તેની પણ વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ પુત્રને છરી બતાવી લૂંટી લીધો:રાજકોટમાં રાત્રીના સમયે એકલા મુસાફરને રિક્ષામાં બેસાડી ગળેટુંપો આપી છરી બતાવી લૂંટ ચલાવતા, ત્રણની ધરપકડ
    Next Article
    વાઘાણીએ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવ્યો:કોમનવેલ્થ ગેમ્સ વચ્ચે ગાંધીનગર-અમદાવાદ એકીકરણ મુદ્દે આપ્યા સંકેત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment