Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘાણીએ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવ્યો:કોમનવેલ્થ ગેમ્સ વચ્ચે ગાંધીનગર-અમદાવાદ એકીકરણ મુદ્દે આપ્યા સંકેત

    15 hours ago

    ગાંધીનગરમાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ સેક્ટર-24ની સરકારી પ્રાથમિક શાળા અને માઉન્ટ કાર્મેલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. તેમજ કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી ગાંધીનગર-અમદાવાદ ઓથોરિટીના એકીકરણ મુદ્દે જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્ય સરકાર સતત સુધારાત્મક પ્રક્રિયા હેઠળ માળખાકીય સુવિધાઓ મજબૂત કરી રહી છે. સરકારમાં યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ‘સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરનાર IAS-IPS બન્યા’ આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોથી શરૂ થયેલા પ્રવેશોત્સવની ફળશ્રુતિ આજે સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે અને સરકારી શાળાઓમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ IAS, IPS સહિત વિવિધ ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચી રહ્યા છે. ‘38 હજારથી વધુ શાળાઓ આ મહોત્સવમાં જોડાઈ’ મંત્રીએ જણાવ્યું કે રાજ્યભરમાં આજે એક જ દિવસે 28 લાખથી વધુ બાળકો શાળા પ્રવેશ કરી રહ્યા છે અને 38 હજારથી વધુ શાળાઓ આ મહોત્સવમાં જોડાઈ છે. અગાઉ શિક્ષણ માટે આવકાર અને પ્રોત્સાહનની આવી વ્યવસ્થાઓ નહોતી, પરંતુ આજે આધુનિક સુવિધાઓ, તાલીમબદ્ધ શિક્ષકો અને ગુણવત્તાસભર શિક્ષણથી બાળકોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જીતુ વાઘાણીએ શિક્ષકોને સમાજના ઘડવૈયા ગણાવતા કહ્યું કે આર્થિક રીતે નબળા અને શિક્ષણથી વંચિત પરિવારોના બાળકોને શિક્ષકો હીરાની જેમ ઘસી-ઘડીને ઉજ્જવળ ભવિષ્ય આપે છે. તેમણે શિક્ષણની સાથે પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાના સંસ્કારો બાળપણથી જ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ‘એક વૃક્ષ-એક વિદ્યાર્થી’ અભિયાન સાથે જોડવા સંકલ્પ લેવડાવ્યો ગાંધીનગર શહેરમાં આ વર્ષે પ્રવેશ મેળવનારા 15 હજારથી વધુ વિદ્યાર્થીઓને ‘એક વૃક્ષ-એક વિદ્યાર્થી’ અભિયાન સાથે જોડાઈ વૃક્ષારોપણ અને તેનું જતન કરવાનો સંકલ્પ અપાવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે જેમ સ્વચ્છતા અભિયાનમાં બાળકો પરિવર્તનના વાહક બન્યા, તેમ પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે પણ તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને પુસ્તકો અને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સેક્ટર-24ની શાળાથી વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલી નિઃશુલ્ક પરિવહન બસ સેવાને પણ લીલી ઝંડી આપી હતી. આ દરમિયાન તેમણે બસમાં વિદ્યાર્થીઓ સાથે મુસાફરી કરી તેમની સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિ અંગે શપથવિધિ પણ યોજાઈ હતી. મંત્રીએ જણાવ્યું કે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધતી હોય ત્યારે પ્રાકૃતિક કૃષિના ગુણો અને સ્વસ્થ જીવનશૈલી અંગેની સમજ બાળકોમાં બાળપણથી જ વિકસાવવી જરૂરી બની છે.
    Click here to Read More
    Previous Article
    વાસણાની સવેરા હોટલમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો:194 ગ્રામ ડ્રગ્સ સાથે MPના શખસની ધરપકડ, અન્ય એકની શોધખોળ શરૂ
    Next Article
    ગોદાવરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો:કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બાળકોને પ્રોત્સાહિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment