Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ પુત્રને છરી બતાવી લૂંટી લીધો:રાજકોટમાં રાત્રીના સમયે એકલા મુસાફરને રિક્ષામાં બેસાડી ગળેટુંપો આપી છરી બતાવી લૂંટ ચલાવતા, ત્રણની ધરપકડ

    18 hours ago

    રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી રીક્ષા ગેંગ સક્રિય બની ગુનાઓને અંજામ આપી રહી છે આવી જ વધુ એક ગેંગને ભક્તિનગર પોલીસે ઝડપી પાડી લૂંટના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત રવિવાર(21 જૂન)ના રોજ રાત્રીના સમયે પોલીસ પુત્રને ગળેટુંપો આપી છરી બતાવી રૂ. 2000ની લૂંટ ચલાવવા કેસમાં પોલીસે ત્રણ લૂંટારૂઓને ઝડપી પાડી રીક્ષા સહીત મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ ત્રણ જેટલી લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે, જો કે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાથી પોલીસ દ્વારા ભોગબનનાર લોકોને પોલીસ ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે. અટિકા ફાટક નજીક યુવાનને છરી બતાવી લૂંટ્યો રાજકોટના એસીપી ભાવેશ જાધવએ જણાવ્યું હતું કે, રાજકોટ ભક્તિનગર પોલીસ ટીમે લૂંટના ગુનામાં 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં પરેશ કરમશી સોરઠીયા (ઉ.વ.35), રાજેન્દ્ર ચંદુભાઈ અગ્રવાત (ઉ.વ.31) અને કૃણાલ રમેશ મુરબીયા (ઉ.વ.25)નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ મળી ગત રવિવાર(21 જૂન)ના રાત્રે 10 વાગ્યે અટિકા ફાટક નજીક યુવાનને છરી બતાવી રૂ. 2000ની લૂંટને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત અન્ય બે લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. પરંતુ આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાથી ભોગ બનનાર લોકોને પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે. રાત્રીના સમયે મુસાફરને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતા, અન્ય બે લૂંટનો ખુલાસો આરોપીઓ પૈકી કૃણાલ મુરબીયા પોતે રીક્ષા ચલાવતો અને બાકીના બે આરોપી રિક્ષામાં અન્ય કોઈ એકલા મુસાફર હોય તો તેને બેસાડી બાદમાં અવાવરું જગ્યા નજીક અથવા લોકોની અવરજવર ન થતી હોય તેવી જગ્યા આસપાસ આરોપી રાજેન્દ્ર મુસાફરને ગળેટુંપો આપી છરી બતાવી લૂંટ ચલાવતા હતા. આરોપીઓએ અન્ય બે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ આપી છે. 3 લૂંટારાઓની ધરપકડ રાજકોટમાં રવિવારે રેલવે સ્ટેશન પર ઉતરી પોલીસ પુત્ર ગોંડલ જવા માટે રીક્ષા શોધી રહ્યો હતો, આ માટે તેને રીક્ષા ચાલક કૃણાલને રાજકોટ બસ સ્ટેન્ડ જવા માટે કહ્યું હતું. જો કે આમ છતાં આરોપી કૃણાલે તેને ગોંડલ ચોકડી સુધી મૂકી જાવ ત્યાંથી બસ મળી જશે તેમ કહી બસ સ્ટેન્ડના બદલે ગોંડલ ચોક મુકવા આવવાનું કહી બાદમાં અટિકા ફાટક નજીક છરી બતાવી તેની પાસેથી રૂ. 2000ની લૂંટ ચલાવી હતી. જે ગુનામાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપીઓ પૈકી કૃણાલ મોરબીયા વિરુદ્ધ પ્રોહિબિશન અને મોબાઈલ ચોરીની ફરિયાદ અગાઉ નોંધાઈ ચુકી છે. જયારે આરોપી રાજેન્દ્ર અગ્રાવત વિરુધ્ધ અગાઉ ગાંજો પીવા બદલ NDPS એક્ટ હેઠળ અને દારૂ પીવાના કેસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પિતા-પુત્રીના ત્રીજા માળે પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળ્યા:'પત્ની સાથે છૂટાછેડા સુધી મામલો પહોંચ્યો હતો, પણ પિતાને અઢી વર્ષની પુત્રીથી વિખૂટું ન્હોતું પડવું'
    Next Article
    વાસણાની સવેરા હોટલમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો:194 ગ્રામ ડ્રગ્સ સાથે MPના શખસની ધરપકડ, અન્ય એકની શોધખોળ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment