Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરીક્ષા MCQમાં હોવાથી રોજ એક મોક ટેસ્ટ આપવાથી ફાયદો:ICSIની CS એન્ટ્રસ ટેસ્ટ પહેલી ઓક્ટોબરથી,એડમિટ કાર્ડ જાહેર

    11 hours ago

    ICSIએ CSEET ઓક્ટોબર 2026નું એડમિટ કાર્ડ જાહેર કરતાં પરીક્ષાર્થીઓની તૈયારી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. ઉમેદવારો icsi.edu પરથી યુનિક રિક્વેસ્ટ ID અને જન્મતારીખ દાખલ કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. CSEETની પરીક્ષા 1 ઓક્ટોબરથી શરૂ થશે અને 1, 3, 5 તથા 7 ઓક્ટોબરે ચાર દિવસમાં યોજાશે. પ્રથમ દિવસે બિઝનેસ કમ્યુનિકેશન, ત્યારબાદ ફંડામેન્ટલ્સ ઓફ એકાઉન્ટિંગ, ઇકોનોમિક એન્ડ બિઝનેસ એનવાયરમેન્ટ અને અંતે બિઝનેસ લો એન્ડ મેનેજમેન્ટનું પેપર રહેશે. ઉમેદવારોએ એડમિટ કાર્ડમાં આપેલી વિગતો ચકાસી લેવી તથા સૌથી મહત્વની વાત એ છે કે પરીક્ષા કેન્દ્ર પર એડમિટ કાર્ડ વિના પ્રવેશ આપવામાં આવશે નહીં. છેલ્લી ઘડીએ નવું નહીં, તૈયાર કરેલું જ પાકું કરો ICSI CSEETની પરીક્ષા 1 ઓક્ટોબરથી શરૂ થવાની છે, એટલે હવે ઉમેદવારોએ નવું વાંચવામાં સમય ન બગાડવો જોઈએ. અત્યાર સુધી જે તૈયાર કર્યું છે, એનું જ સ્માર્ટ રિવિઝન કરો. પોતાની નોટ્સ, હાઇલાઇટ કરેલા મુદ્દા અને મહત્વના ટોપિક્સ ફરી જોઈ લો. પરીક્ષા કમ્પ્યુટર બેઝ્ડ MCQ પેટર્નમાં હોવાથી દરરોજ ઓછામાં ઓછો એક મોક ટેસ્ટ સોલ્વ કરવો ફાયદાકારક રહેશે. તેનાથી સમયનું મેનેજમેન્ટ, પ્રશ્ન ઉકેલવાની સ્પીડ અને આત્મવિશ્વાસ ત્રણેય વધશે. ખાસ કરીને બિઝનેસ લો અને એકાઉન્ટિંગના બેઝિક કન્સેપ્ટ્સ, ફોર્મ્યુલા અને મહત્વની કલમોનું ઝડપી રિવિઝન કરી લેવું. સાથે પૂરતી ઊંઘ લો, મન શાંત રાખો અને એડમિટ કાર્ડ સમયસર ડાઉનલોડ કરીને પરીક્ષાની તૈયારી અગાઉથી પૂર્ણ કરી લો.
    Click here to Read More
    Previous Article
    ભાડું માગતાં માલિકને એટ્રોસિટીની ધમકી આપી હતી:વેસુમાં હોસ્પિટલ માટે 15 વર્ષ લીઝ પર લીધેલી 8 કરોડની મિલકત સંચાલકે પચાવી, 2 કરોડનું ભાડું પણ નહીં આપ્યું
    Next Article
    વિદ્યાર્થીઓને રાજ્ય શિક્ષણ બોર્ડે તક આપી:ધો.10 અને 12નો અધૂરો અભ્યાસ ઘરે બેઠા પૂર્ણ કરો, GSOS પરીક્ષાનું રજિસ્ટ્રેશન શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment