Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાડું માગતાં માલિકને એટ્રોસિટીની ધમકી આપી હતી:વેસુમાં હોસ્પિટલ માટે 15 વર્ષ લીઝ પર લીધેલી 8 કરોડની મિલકત સંચાલકે પચાવી, 2 કરોડનું ભાડું પણ નહીં આપ્યું

    10 hours ago

    વેસુ સ્થિત વાઇટ હાઉસ બિલ્ડિંગની 8.60 કરોડની 10 દુકાનો હોસ્પિટલ માટે 15 વર્ષની લીઝ પર લીધા બાદ ભાડું ન ચૂકવી મિલકત ખાલી ન કરવાના આરોપમાં પોલીસે મુંબઈના વેપારીની ફરિયાદ પર ગુનો નોંધ્યો છે. મુંબઈ રહેતા સંજય હિંમતલાલ શાહની ફરિયાદ મુજબ, તેમણે વર્ષ 2018માં વેસુ-ભરથાણા સ્થિત ‘વાઇટ હાઉસ’ ઔદ્યોગિક બિલ્ડિંગના પ્રથમ માળે દુકાન નંબર 6થી 11 અને ત્રીજા માળે દુકાન નંબર 5થી 8 ખરીદી હતી. આ મિલકતોનું કુલ ક્ષેત્રફળ 7,178 ચોરસ ફૂટ છે. દર મહિને રૂ. 3.58 લાખ ભાડું નક્કી કરાયું હતું. આ દુકાનો ‘અપરીકોર્પ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ’ના ડિરેક્ટર સુબોધ રામચંદ્ર કાંબલેને હોસ્પિટલ ચલાવવા 15 વર્ષની લીઝ પર આપી હતી. બંને વચ્ચે 12 સપ્ટેમ્બર 2022ના રોજ રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ થયો હતો. જે મુજબ 15 ડિસેમ્બર 2022થી માસિક 3.58 ભાડું નક્કી કરાયું હતું.ત દર વર્ષે ભાડામાં 5 ટકાનો વધારો કરવાની શરત પણ રાખવામાં આવી હતી.ફરિયાદીનો આરોપ છે કે શરૂઆતમાં નિયમિત ભાડું મળતું હતું, પરંતુ સપ્ટેમ્બર 2023થી આરોપીએ ભાડું ચૂકવવાનું બંધ કરી દીધું હતું. અનેક વખત સંપર્ક કરવા છતાં નાણાં ચૂકવાયા ન હતા. બાકી ભાડું, વ્યાજ અને જીએસટી સહિત ઓગસ્ટ 2026 સુધી 2 કરોડની રકમ બાકી નીકળતી હતી.કરારની શરતો મુજબ સતત બે મહિના ભાડું ન ચૂકવાય તો કરાર રદ થઈ શકતો હતો છતાં આરોપીએ દુકાનો ખાલી કરી ન હતી અને ત્યાં હોસ્પિટલનું સંચાલન ચાલુ રાખ્યું હતું. એટલું જ નહીં, ભાડું માગવા જતાં ફરિયાદીને એટ્રોસિટી એક્ટ હેઠળ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે ફરિયાદીએ કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરી હતી. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ વેસુ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2) તથા લેન્ડ ગ્રેબિંગ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ભાડું માગતાં માલિકને એટ્રોસિટીની ધમકી આપી હતી, મુંબઇના વેપારીની ફરિયાદ પર સંચાલક સામે લેન્ડગ્રેબિંગનો ગુનો
    Click here to Read More
    Previous Article
    સ્થાનિકોએ કમિશનરથી લઈને કલેક્ટર સુધી ધક્કા ખાધા:‘વાંસફોડા ગલી’ પર દબાણ કરી સ્ટ્રીટ લાઇટ પણ તોડી ભંગારમાં વેચી દેવાઇ
    Next Article
    પરીક્ષા MCQમાં હોવાથી રોજ એક મોક ટેસ્ટ આપવાથી ફાયદો:ICSIની CS એન્ટ્રસ ટેસ્ટ પહેલી ઓક્ટોબરથી,એડમિટ કાર્ડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment