Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીઓને રાજ્ય શિક્ષણ બોર્ડે તક આપી:ધો.10 અને 12નો અધૂરો અભ્યાસ ઘરે બેઠા પૂર્ણ કરો, GSOS પરીક્ષાનું રજિસ્ટ્રેશન શરૂ

    12 hours ago

    અધૂરું રહી ગયેલું ભણતર ફરી શરૂ કરવા ઇચ્છતા ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત શિક્ષણ બોર્ડે ચાન્સ આપ્યો છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) દ્વારા નવેમ્બર-ડિસેમ્બર 2026માં ખાસ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે 22 સપ્ટેમ્બરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થયું છે અને 6 ઓક્ટોબર રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકાશે. વિદ્યાર્થી પોતાની પસંદગીના વિષયો સાથે નજીકનું સ્ટડી સેન્ટર પસંદ કરી શકશે. રજિસ્ટ્રેશન બોર્ડમાં નોંધાયેલી શાળાઓ મારફતે gseb.org પર ઓનલાઇન કરવાનું રહેશે. તમામ વિદ્યાર્થીઓના આવેદનપત્ર ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે. પરીક્ષાની ચોક્કસ તારીખ બાદમાં જાહેર કરાશે. ભણતર ફરી પાટા પર લાવવું હોય તો આટલું જાણો પ્રશ્નઃ GSOSની ખાસ પરીક્ષા કોના માટે છે? જવાબઃ ધો.10 અને 12 સામાન્ય પ્રવાહનો અભ્યાસ અધૂરો રહી ગયો હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે. પ્રશ્નઃ રજિસ્ટ્રેશન ક્યારે કરાવી શકાશે? જવાબઃ 22 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર 2026ની રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકાશે. પ્રશ્નઃ અરજી ક્યાંથી ભરવાની રહેશે? જવાબઃ બોર્ડમાં નોંધાયેલી શાળા મારફતે gseb.org પર ઓનલાઇન આવેદન કરવાનું રહેશે. પ્રશ્નઃ અરજી પહેલાં શું તૈયાર રાખવું? જવાબઃ ફોટો, સહી, આધારકાર્ડ, અગાઉની માર્કશીટ, જન્મનો દાખલો અને સરનામાનો પુરાવો તૈયાર રાખવો. પ્રશ્નઃ વિદ્યાર્થીને પસંદગીની સુવિધા શું મળશે? જવાબઃ વિદ્યાર્થી પોતાની અનુકૂળતા મુજબ વિષયો અને નજીકનું સ્ટડી સેન્ટર પસંદ કરી શકશે. પ્રશ્નઃ પરીક્ષા ક્યારે યોજાશે? જવાબઃ ખાસ પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર 2026માં યોજાશે, ચોક્કસ તારીખ બોર્ડ પછીથી જાહેર કરશે. પ્રશ્નઃ GSOSથી વિદ્યાર્થીઓને શું ફાયદો થશે? જવાબઃ અભ્યાસમાં બ્રેક પડ્યો હોય તેવા વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપી શિક્ષણ આગળ વધારી શકશે. પ્રશ્નઃ નિયમિત ધો.10-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે? જવાબઃ હા, અભ્યાસ દરમિયાન કોઈ વિષયમાં તકલીફ રહી હોય તો પરીક્ષા આપી શૈક્ષણિક પ્રગતિ જાળવી શકે છે. (DEO ડો. ભગિરથસિંહ પરમાર સાથેની વાતચીત મુજબ)
    Click here to Read More
    Previous Article
    પરીક્ષા MCQમાં હોવાથી રોજ એક મોક ટેસ્ટ આપવાથી ફાયદો:ICSIની CS એન્ટ્રસ ટેસ્ટ પહેલી ઓક્ટોબરથી,એડમિટ કાર્ડ જાહેર
    Next Article
    પોર્ટલની ખામીઓ અને લાંબી પ્રોસેસે ઊંઘ હરામ કરી દીધી:30મી નજીક છતાં ટેક્સ ઓડિટ અડધાં જ થયાં, એક મહિનો લંબાવવા માગણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment