Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશથી MBBS કરનાર 350 ઇન્ટર્નને ગુજરાત સરકારની મોટી રાહત:સરકારી મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા વિદેશી MBBS ગ્રેજ્યુએટને પણ અન્ય ઇન્ટર્ન જેટલું જ સ્ટાઇપેન્ડ મળશે

    1 day ago

    ગુજરાત સરકારે વિદેશથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને રાજ્યની સરકારી અને GMERS મેડિકલ કોલેજોમાં ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જાહેરાત કરી છે કે, આવા ઇન્ટર્ન ડોક્ટરોને પણ સામાન્ય ઇન્ટર્ન ડોક્ટરોની સમકક્ષ દર મહિને 21,840નું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. નેશનલ મેડિકલ કમિશન (NMC), નવી દિલ્હીના નિયમો મુજબ વિદેશમાંથી MBBS પૂર્ણ કરનારા તબીબી વિદ્યાર્થીઓએ ભારતમાં ફરજિયાત એક વર્ષની ઇન્ટર્નશીપ કરવી પડે છે. અત્યાર સુધી આવા વિદ્યાર્થીઓ માટે સ્ટાઇપેન્ડને લઈને અલગ સ્થિતિ હતી. હવે રાજ્ય સરકારે તેમને પણ અન્ય ઇન્ટર્ન ડોક્ટરો જેટલું જ સ્ટાઇપેન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. 1 જૂન અને 1 ઓક્ટોબરથી પોસ્ટિંગ મેળવનારને લાભ ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા NMCના નિયમો અનુસાર રાજ્યની સરકારી અને GMERS મેડિકલ કોલેજોમાં 1 જૂન 2026 અને 1 ઓક્ટોબર 2026થી ઇન્ટર્નશીપ પોસ્ટિંગ મેળવનારા આશરે 350 વિદ્યાર્થીઓ આ સ્ટાઇપેન્ડ માટે પાત્ર બનશે. આ નિર્ણયથી વિદેશમાં MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને ગુજરાત પરત ફરેલા આશરે 350 તબીબી વિદ્યાર્થીઓને સીધો આર્થિક લાભ મળશે. સરકારના જણાવ્યા મુજબ, નિર્ણયથી યુવા તબીબોને ઇન્ટર્નશીપ દરમિયાન આર્થિક સહારો મળવાની સાથે તેમને પ્રોત્સાહન પણ મળશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે યુવાહિતને પ્રાધાન્ય આપીને આ નિર્ણય કર્યો છે. વિદેશથી અભ્યાસ કરીને પરત ફરેલા રાજ્યના હોનહાર તબીબી વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ દરમિયાન સમાન હક અને આર્થિક ટેકો મળે તે દિશામાં આ નિર્ણય મહત્વપૂર્ણ છે.
    Click here to Read More
    Previous Article
    ખૂન કરી 3 દાયકાથી પોલીસને થાપ આપતો ક્રિમિનલ સકંજામાં:સચિનમાં હત્યા કરી 30 વર્ષથી ફરાર વૃદ્ધ ઓડિશાથી ઝડપાયો, ભાગેલા અન્ય 2 સાથીદારોના મોતની પુષ્ટિ
    Next Article
    સિંહ અને દીપડાના હુમલા મુદ્દે પૂર્વ કૃષિ મંત્રીની સરકારને ટકોર:ગીરના જંગલ બહાર આવી રહેલા વન્યજીવોના હુમલા મુદ્દે સરકાર પર સવાલો: છેલ્લા દોઢ વર્ષમાં 50 થી 60 લોકોએ ગુમાવ્યા જીવ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment