Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખૂન કરી 3 દાયકાથી પોલીસને થાપ આપતો ક્રિમિનલ સકંજામાં:સચિનમાં હત્યા કરી 30 વર્ષથી ફરાર વૃદ્ધ ઓડિશાથી ઝડપાયો, ભાગેલા અન્ય 2 સાથીદારોના મોતની પુષ્ટિ

    23 hours ago

    સુરતમાં 30 વર્ષ પહેલાં નિર્દયતાપૂર્વક હત્યા કરી પોલીસને સતત ચકમો આપી રહેલો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે. વર્ષ 1996માં સચિન વિસ્તારમાં તલવાર અને છરીના ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળી દેનાર 66 વર્ષીય હત્યારો ચંદર અનંત દલાઇ પોતાનું અસ્તિત્વ છુપાવીને નાસતો-ફરતો હતો. સુરત શહેર પોલીસ કમિશનરેટની પી.સી.બી (પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ) શાખાએ ગુપ્ત બાતમીના આધારે ઓડિશાના ગંજામ જિલ્લાના ફલેશ્વરપલ્લી ગામમાં છાપો મારી આ રીઢા ગુનેગારને દબોચી લીધો છે. ગુનો આચર્યા બાદ વર્ષો સુધી ફરાર રહેતા ગુનેગારોને શોધી કાઢવાના અભિયાન હેઠળ સુરત પોલીસને સફળતા મળી છે. બાંગ્લાદેશ ઝૂંપડપટ્ટીમાં લોહિયાળ ખેલ ખેલાયો હતો પોલીસ પૂછપરછમાં સામે આવેલી વિગતો મુજબ, વર્ષ 1996માં સચિન GIDC સ્થિત બાંગ્લાદેશ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ચંદર દલાઇ અને તેના અન્ય 6 સાથીદારોનો ચુનીલાલ કોરાટ અને દિનેશ્વર પાલ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ તકરાર લોહિયાળ અથડામણમાં પરિણમી હતી, જેમાં આરોપીઓએ ઘાતક હથિયારો વડે હુમલો કરી દિનેશ્વર પાલને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટના બાદ સચિન પોલીસ મથકે IPC કલમ 302, 307, 143, 148 અને 149 હેઠળ ગુનો નોંધાયો હતો. આ ચકચારી હત્યા બાદ ધરપકડથી બચવા ચંદર દેશના અલગ-અલગ રાજ્યોમાં છુપાઈને છૂટક મજૂરી કામ કરતો હતો. બે વોન્ટેડ આરોપીના અગાઉ જ મોત, પોલીસે પુરાવા મેળવ્યા તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ હત્યા કેસમાં કુલ 7 આરોપી સંડોવાયેલા હતા. જે પૈકી 4 આરોપીઓની પોલીસે અગાઉ જ ધરપકડ કરી લીધી હતી, જ્યારે 3 આરોપીઓ લાંબા સમયથી નાસતા ફરતા હતા. પકડાયેલા ચંદર સિવાયના અન્ય 2 ફરાર સાથીદારો કાલિયા મોહન ગૌડ અને ઉપેન્દ્ર ગંગાધર દલાઇ (બંને રહે. કબીસૂર્યનગર, ગંજામ, ઓડિશા) ઘણા સમય પહેલાં જ મરણ પામ્યા હોવાનું ખુલ્યું છે. પી.સી.બી.એ તેમના મોતના સત્તાવાર પુરાવા એકત્ર કરી લીધા છે અને આરોપી ચંદર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે તેનો કબ્જો સચિન પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથ ધરી છે. સુરત PCBનો સપાટો: સાડા 3 વર્ષમાં 57 મોસ્ટ વોન્ટેડ ઝબ્બે સુરત પી.સી.બી.ની ટીમે ઓડિશા જઈ આ ઓપરેશન સફળ બનાવ્યું હતું. પી.સી.બી. શાખા દ્વારા છેલ્લા સાડા 3 વર્ષના ગાળામાં 10 વર્ષ કે તેથી વધુ સમયથી ફરાર હોય તેવા ગંભીર ગુનાના કુલ 57 મોસ્ટ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    John Cena Set For Major Radio Appearance After Retirement And New Chapter Outside The Ring
    Next Article
    વિદેશથી MBBS કરનાર 350 ઇન્ટર્નને ગુજરાત સરકારની મોટી રાહત:સરકારી મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા વિદેશી MBBS ગ્રેજ્યુએટને પણ અન્ય ઇન્ટર્ન જેટલું જ સ્ટાઇપેન્ડ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment