Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહ અને દીપડાના હુમલા મુદ્દે પૂર્વ કૃષિ મંત્રીની સરકારને ટકોર:ગીરના જંગલ બહાર આવી રહેલા વન્યજીવોના હુમલા મુદ્દે સરકાર પર સવાલો: છેલ્લા દોઢ વર્ષમાં 50 થી 60 લોકોએ ગુમાવ્યા જીવ.

    1 day ago

    ​જુનાગઢ જિલ્લાનો સરહદી વિસ્તાર કે જ્યાં સિંહ દીપડા જેવા હિંસક પ્રાણીઓનો વસવાટ છે. પ્રાણીઓ શિકારની શોધમાં અવારનવાર રેવન્યુ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચડતા હોય છે તો ઘણા કિસ્સાઓમાં સિંહ દીપડાઓએ માનવ પર હુમલા કર્યાની ઘટનાઓ પણ સામે આવી છે જેને લઈ રાજ્ય સરકારના પૂર્વ કૃષિ મંત્રી અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ભાલાળાએ સિંહ અને દીપડાના વધતા માનવ-વન્યજીવ સંઘર્ષ મુદ્દે સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે સિંહ અને દીપડા હવે ગીરના જંગલની બહાર રેવન્યુ વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યા છે અને માનવ વસાહતોની નજીક હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. તાજેતરના વર્ષોમાં જૂનાગઢ વાઇલ્ડલાઇફ સર્કલમાં પણ સિંહ અને દીપડાના હુમલાથી માનવ મૃત્યુ નોંધાયા હોવાનું ઉપલબ્ધ આંકડાઓ દર્શાવે છે. ​કનુભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે જો આમ જ સિંહોને આડેધડ આરક્ષણ અને સંરક્ષણ અપાતું રહેશે, તો સિંહોની વસ્તી ખૂબ વધી જશે અને તે માનવજાત માટે વધુ ખતરનાક બનશે. તેમણે દાવો કર્યો હતો કે તેમણે વર્ષો અગાઉ જ સિંહોની સંખ્યા વધવાથી માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતા અંગે સરકાર સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી. સિંહોના સ્વભાવમાં ધરમૂળથી બદલાવ આવ્યો હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે અત્યારે સિંહ સામે ચાલીને મનુષ્ય પર હુમલો કરે છે, જેના પાછળના કારણોની નિષ્ણાતો પાસે વૈજ્ઞાનિક તપાસ કરાવવી જરૂરી છે. ​પૂર્વ મંત્રીએ સરકાર સામે સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે મનુષ્ય કરતાં સિંહને વધારે મહત્વ અપાતું હોય એવું લાગે છે. તેમણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ખેડૂતો, મજૂરો અને તેમના પરિવારોના જીવના જોખમનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષમાં સિંહ અને દીપડાના હુમલાથી 50 થી 60 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જોકે સરકારી-આધારિત સંદર્ભો મુજબ વર્ષ 2024-25 દરમિયાન માત્ર જૂનાગઢ વાઇલ્ડલાઇફ સર્કલમાં 18 માનવ મૃત્યુ નોંધાયા હતા, જેમાં 5 સિંહ અને 13 દીપડાના હુમલાથી થયા હતા. ​આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળાએ કડક માંગ કરી છે કે વન્યજીવના હુમલામાં કમાઉ વ્યક્તિનું મોત થાય તો તેના પરિવારને તાત્કાલિક રૂ. 1 કરોડનું વળતર ચૂકવવું જોઈએ, કારણ કે કમાનાર વ્યક્તિનું અવસાન થતાં કુટુંબ નિરાધાર થઈ જાય છે. સાથે જ તેમણે સિંહ અને દીપડાને અપાતા સંરક્ષણ તથા આરક્ષણની નીતિ અંગે માનવ સુરક્ષાને કેન્દ્રમાં રાખીને રાજ્ય અને કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે ગંભીર પુનર્વિચારણા કરવી જોઈએ તેવી માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સિંહોની સંખ્યા વર્ષ 2025ની ગણતરી મુજબ 891 સુધી પહોંચી છે.
    Click here to Read More
    Previous Article
    વિદેશથી MBBS કરનાર 350 ઇન્ટર્નને ગુજરાત સરકારની મોટી રાહત:સરકારી મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા વિદેશી MBBS ગ્રેજ્યુએટને પણ અન્ય ઇન્ટર્ન જેટલું જ સ્ટાઇપેન્ડ મળશે
    Next Article
    રાજકોટના જમીન માફિયા અલ્પેશ ડોંગા સામે વધુ એક ફરિયાદ દાખલ:ખેડૂતને રૂ.9 લાખ વ્યાજે આપી અઢી કરોડની જમીન પડાવી, 1 કરોડની ખંડણી માંગી, બે આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment