Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MBBS ઉત્તરવહી કૌભાંડમાં પાર્થ મહેશ્વરી જેલહવાલે:રિમાન્ડ પૂરા થતાં કોર્ટનો આદેશ; પુનઃમૂલ્યાંકનમાં બોગસ ઉત્તરવહીઓથી પાસ કરાવવાના કેસમાં વધુ તપાસ ચાલુ

    2 days ago

    પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના MBBS પ્રથમ વર્ષના પુનઃમૂલ્યાંકન કૌભાંડમાં આરોપી પાર્થ મહેશ્વરીના રિમાન્ડ પૂરા થતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. પાટણ બી ડિવિઝન પોલીસે રિમાન્ડ દરમિયાન કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસ કરી હતી. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં 27-8-2018થી 30-8-2021 દરમિયાન પુનઃમૂલ્યાંકનમાં અસલ ઉત્તરવહીઓ ગુમ કરીને તેની જગ્યાએ બોગસ ઉત્તરવહીઓ મૂકવામાં આવી હતી. આ રીતે ગેરકાયદે ગુણ આપવા અને ખોટો રી-એસેસમેન્ટ રેકોર્ડ તૈયાર કરવા બદલ ગુનો નોંધાયો હતો. આ કેસમાં 17/3/2025ના રોજ નોંધાયેલી ફરિયાદની તપાસ દરમિયાન પોલીસે પાલનપુરના તિરૂપતિરાજનગર હાઇવે પર રહેતા 27 વર્ષના પાર્થ અશોકભાઈ કસ્તુરચંદ મહેશ્વરીની 27/10/2026ના રોજ ધરપકડ કરી હતી. તેને પાટણ કોર્ટમાં રજૂ કરતાં 2/11/2026 સુધીના રિમાન્ડ મળ્યા હતા. રિમાન્ડ પૂરા થતાં મેજિસ્ટ્રેટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. પોલીસે રિમાન્ડ માગતી વખતે કહ્યું હતું કે પાર્થએ પોતાના બેઠક નંબરવાળી ઉત્તરવહી જાતે લખી હતી કે અન્ય કોઈ પાસે લખાવી હતી, તેની તપાસ બાકી છે. યુનિવર્સિટીના કયા કર્મચારી સાથે તેની ઓળખાણ હતી અને કોના મારફતે સંપર્ક થયો હતો, તે પણ તપાસવામાં આવી રહ્યું છે. પરીક્ષામાં પાસ કરાવવા કોણે ભૂમિકા ભજવી, અન્ય નાપાસ વિદ્યાર્થીઓ સાથે મળીને અસલ ઉત્તરવહીઓ બદલવાનું કાવતરું ક્યાં ઘડાયું અને નવી ઉત્તરવહીઓ ક્યાંથી લવાઈ, તેની તપાસ ચાલુ છે. અસલ ઉત્તરવહીઓનો નાશ કેવી રીતે કરાયો અને ગુમ થયેલી ઉત્તરવહીઓ ક્યાં છે, તે શોધીને કબજે કરવાની કાર્યવાહી પણ તપાસ હેઠળ છે. પુનઃમૂલ્યાંકનમાં બેઠક નંબર 391, 392 અને 406 ધરાવતા વિદ્યાર્થીઓની અસલ ઉત્તરવહીઓ બદલીને ખોટો એસેસમેન્ટ રેકોર્ડ તૈયાર કરાયો હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં કુલ છ આરોપીઓ છે. અગાઉ પરિમલ પટેલ, કનુ ચૌધરી અને રાજદીપ કોડીયાતરની ધરપકડ થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં લેન્ડિંગ દરમિયાન હવામાં 2 હેલિકોપ્ટર અથડાયા:ભારતીય ટૂરિસ્ટનું મોત, ન્યૂઝીલેન્ડનો ભારતીય મૂળનો નાગરિક ઘાયલ; બંને પાઇલટ પણ ઈજાગ્રસ્ત
    Next Article
    દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજનનું અનેરું મહત્ત્વ:મહાલક્ષ્મીની તસવીર ખરીદતી વખતે આ 9 બાબતો ધ્યાનમાં રાખો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment