Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MBA કરતો યુવક ચોર બન્યો, માથાના મુંડનથી ભાંડો ફૂટ્યો:60 હજારના પગારની નોકરી છૂટી જતા બ્લિન્કિટમાં જોબ શરૂ કરી, પગાર પૂરો ન પડતા બાઇક ચોરી કરવા લાગ્યો

    23 hours ago

    અમદાવાદના સોલા વિસ્તારમાં એક બાઈક ચોરી થઈ હતી, જેનો ભેદ સોલા પોલીસે ઉકેલ્યો તો ચોંકાવનારી વિગત સામે આવી હતી. આરોપી યુવકની ધરપકડ કરતા ખુલાસો થયો કે આરોપી MBAનો અભ્યાસ કરે છે. અગાઉ IT કંપનીમાં 60 હજારના પગારની નોકરી છૂટી જતા આરોપીએ ચોરીનો રસ્તો અપનાવ્યો હતો. હાલમાં આરોપી બ્લિન્કિટમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો, પરંતુ પગાર પૂરો પડતો નહતો. સીસીટીવીમાં માથે ટોપી પહેરીને બાઈક ચોરતો દેખાયો સોલા પોલીસ સ્ટેશન PI કે.એન ભૂકણે કહ્યું હતું કે, ચાણક્યપુરી વિસ્તારમાં એક બાઈકની ચોરી થઈ હતી, જે અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા એક શંકાસ્પદ વ્યક્તિ માથે ટોપી પહેરેલો દેખાયો હતો. આ વ્યક્તિને મુંડન કરાવ્યું હતું. શખસ બાઈક ચોરી કરીને લઈ જતો સીસીટીવી ફુટેજમાં દેખાતો હતો, જેથી પોલીસે તે વ્યક્તિની તપાસ શરૂ કરી હતી. પોલીસે મુંડન કરેલા મૂળ હિંમતનગરના યુવકને શોધ્યો ચોરી કરનાર વ્યક્તિ ચાણક્યપુરીમાં જ જતો દેખાયો હતો, જેથી પોલીસની ટીમે આ જ વિસ્તારમાં લોકોની પૂછપરછ કરી હતી. પોલીસ મુંડન કરેલા વ્યક્તિને શોધી રહી હતી, ત્યારે એક મકાનમાં મુંડન કરેલો શખસ રહેતો હોવાની પોલીસને જાણકારી મળી હતી. જેથી પોલીસે તપાસ કરતા ઘરમાંથી દર્શન તિરગર નામનો યુવક મળી આવ્યો હતો. દર્શન(25) મૂળ હિંમતનગરનો રહેવાસી હતો જે ચાણક્યપુરીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. પગાર ઓછો પડતાં ચોરી કરવા લાગ્યો દર્શન અગાઉ IT કંપનીમાં નોકરી કરતો હતો, પરંતુ કોઈ કારણસર નોકરી છૂટી ગઈ હતી. જેથી હાલમાં બ્લિન્કિટમાં નોકરી કરતો હતો. દર્શન પાસે પોતાની ફોરવ્હિલર ગાડી છે. મોજશોખ વધારે હોવાથી બ્લિન્કીટની આવક ન પોષાતા દર્શને ચોરી કરવાનું શરૂ કર્યું હતું. જેમાં શરૂઆતમાં એક બાઈક ચોરી કર્યું હતું, જે ઘર પાસે જ રાખ્યું હતું. પોલીસે ચોરીનું બાઇક પણ કબજે કર્યું છે. દર્શનની આદતોને કારણે પરિવાર તેનાથી દૂર રહે છે દર્શનનો પરિવાર હિંમતનગર રહે છે. પોલીસે પરિવારનો સંપર્ક કર્યો ત્યારે પરિવારે પણ દર્શનને મળવાની ના પાડી દીધી હતી. દર્શનની કેટલીક આદતોને કારણે પરિવાર તેનાથી દૂર રહેતો હતો. દર્શને અન્ય કોઈ ચોરી કરી છે કે કેમ તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો સરસપુરમાં ઘરની બહાર રોડ પરથી સ્પોર્ટ્સ બાઈકની ચોરી, CCTV અમદાવાદના સરસપુર વિસ્તારમાં 23 સપ્ટેમ્બરે મોડી રાતે બે ચોરોએ ઘરની બહાર પડેલું સ્પોર્ટ્સ બાઇક ચોરી કર્યું છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એક ચોરે ઈંટ મારીને બાઈકનું લોક તોડ્યું હતું. જે બાદ બાઇક ચાલુ કરી ચોરી લઈ ગયા હતા. ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે જેના આધારે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    જીમેઇલ IDથી આરોપી ઝડપાયો:સુરતમાં હીરાના ખાતામાંથી ₹6.93 લાખના હીરા ચોરનાર લેસર ઓપરેટર ઝડપાયો, 850 CCTV અને IPDR સર્વેલન્સથી મુંબઈથી દબોચ્યો, 5 ગુના ડિટેક્ટ
    Next Article
    SIR મુદ્દે ભાજપે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર:કહ્યું- ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદ નથી, નિર્ણયો સર્વસંમતિથી લેવાયા, Form-6માં પણ કોઈ ફેરફાર નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment