Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીમેઇલ IDથી આરોપી ઝડપાયો:સુરતમાં હીરાના ખાતામાંથી ₹6.93 લાખના હીરા ચોરનાર લેસર ઓપરેટર ઝડપાયો, 850 CCTV અને IPDR સર્વેલન્સથી મુંબઈથી દબોચ્યો, 5 ગુના ડિટેક્ટ

    19 hours ago

    સુરત શહેરમાં અશ્વિનીકુમાર પોલીસને મોટી સફળતા મળી છે. અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા એક હીરાના ખાતામાંથી લાખો રૂપિયાના હીરા ચોરીને ફરાર થઈ ગયેલા તસ્કરને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલા હીરા, 3 મોટરસાયકલ અને કમ્પ્યુટર મોનિટર સહિત કુલ ₹7.67 લાખનો મુદ્દામાલ કબજે કરી કુલ 5 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ઉમિયાધામ પાસે સર્વોદય સોસાયટીના કારખાનાને બનાવ્યું હતું નિશાન અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમિયાધામ મંદિર પાસે આવેલી સર્વોદય સોસાયટી સ્થિત એક હીરાના ખાતામાં અજાણ્યા તસ્કરે રાત્રિ દરમિયાન ત્રાટકી અંદર મુકેલા તૈયાર હીરાની ચોરી કરી હતી. કારખાનેદાર દ્વારા તપાસ કરતાં ₹6,93,000 ની કિંમતના આશરે 77 કેરેટ તૈયાર હીરા ગાયબ જણાતા આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. 850 CCTV ફૂટેજ અને IPDR સર્વેલન્સથી આરોપી મુંબઈમાં ટ્રેસ થયો ઘટનાની ગંભીરતાને જોતાં સર્વેલન્સ સ્ટાફ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ હતી. પોલીસે ઘટનાસ્થળ તેમજ ભાગવાના સંભવિત રૂટ પર લાગેલા 850 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા હતા. આ ઉપરાંત ટેકનિકલ એનાલિસિસમાં જીમેલ અને આઈપીડીઆર સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી. દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મુંબઈમાં છુપાયો છે, જેના આધારે ટીમે મુંબઈ પહોંચી આરોપીને દબોચી લીધો હતો. પકડાયેલો આરોપી મૂળ બનાસકાંઠાનો લેસર ઓપરેટર નીકળ્યો પોલીસ પૂછપરછમાં પકડાયેલા આરોપીનું નામ ભરત માનાભાઇ પટેલ (ઉં.વ. 32) હોવાનું સામે આવ્યું છે. આરોપી મૂળ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના આલવાડા ગામનો વતની છે. તે સુરતના ચોકબજાર વિસ્તારમાં પંડોળ ખાતે આવેલી રાજુભાઇ લાખણીયાના બિલ્ડીંગમાં રહીને લેસર મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો. લેસર ઓપરેટર તરીકે કામ કરતો હોવાથી તેને હીરા અને કારખાનાની સિસ્ટમ અંગે પૂરી જાણકારી હતી, જેનો ફાયદો ઉઠાવી તેણે ચોરીને અંજામ આપ્યો હતો. હીરા, 3 બાઇક અને મોનિટર સહિત ₹7.67 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપી ભરત પટેલ પાસેથી અશ્વિનીકુમારના કારખાનામાંથી ચોરાયેલા ₹6,93,000 ની કિંમતના તમામ 77 કેરેટ હીરા, વરાછા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી હીરો હોન્ડા હન્ક (GJ-10-AL-6645), સ્પ્લેન્ડર પ્લસ (GJ-05-SN-0069) અને પેશન પ્લસ (GJ-05-ED-3918) (કુલ કિંમત ₹70,000) અને વાપી RPF પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલું ₹4,000 ની કિંમતનું HP કંપનીનું ડેસ્કટોપ મોનિટર કબ્જે કરવા આવ્યું છે. સુરત અને વાપીના કુલ 5 વણઉકેલાયેલા ગુના ડિટેક્ટ થયા: ડીસીપી આલોક કુમાર ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, સર્વોદય સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં અશ્વિનીકુમાર પોલીસે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને સીસીટીવી નેટવર્કની મદદથી આરોપીને મુંબઈથી ઝડપી ચોરી થયેલા તમામ હીરા રિકવર કર્યા છે. આરોપીની ધરપકડથી અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનનો 1, વરાછા પોલીસ સ્ટેશનના 3 વાહન ચોરીના અને વાપી રેલવે પ્રોટેક્શન ફોર્સનો 1 મળીને કુલ 5 અનડિટેક્ટ ગુનાઓનો સફળતાપૂર્વક ભેદ ઉકેલાયો છે. આરોપી અગાઉ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે અંગે રિમાન્ડ મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    करी पत्ते का रस बालों में 3 बार लगाएं, सफेद बाल हो जाएंगे काले? जानें वायरल नुस्खे का सच
    Next Article
    MBA કરતો યુવક ચોર બન્યો, માથાના મુંડનથી ભાંડો ફૂટ્યો:60 હજારના પગારની નોકરી છૂટી જતા બ્લિન્કિટમાં જોબ શરૂ કરી, પગાર પૂરો ન પડતા બાઇક ચોરી કરવા લાગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment