Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MB સાયન્સ કોલેજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો:વિદ્યાર્થીઓએ પોસ્ટર પ્રેઝન્ટેશનથી વૈજ્ઞાનિક ક્ષમતા પ્રદર્શિત કરી

    1 day ago

    ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ. બી. પટેલ સાયન્સ કોલેજમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, જાગૃતિ અને નવીન વિચારોને પ્રોત્સાહન આપવાનો હતો. પ્રિન્સિપાલ ડૉ. જે. ડી. પટેલના માર્ગદર્શન હેઠળ ગણિત વિભાગના અધ્યક્ષ ધર્મેશ એચ. પટેલ અને એસોસિયેટ પ્રોફેસર પી. એમ. દવે દ્વારા આયોજન કરાયું હતું. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક વિષયો પર અત્યંત માહિતીપ્રદ અને સર્જનાત્મક પોસ્ટર પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. આ પોસ્ટર્સ દ્વારા વિજ્ઞાનના અટપટા સિદ્ધાંતોને સરળતાથી સમજાવવામાં આવ્યા હતા. સંસ્થાના મંત્રી કેતનકુમાર પી. પટેલ, પ્રિન્સિપાલ તેમજ કોલેજના અન્ય ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા આ પ્રસ્તુતિઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વિદ્યાર્થીઓની સંશોધન વૃત્તિ અને પ્રેઝન્ટેશન કૌશલ્યના વખાણ કર્યા હતા. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે માત્ર શૈક્ષણિક જ નહીં, પરંતુ ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણાદાયી સાબિત થયો હતો.
    Click here to Read More
    Previous Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં સેલ્ફ ડિફેન્સ વર્કશોપ યોજાઈ:15 થી વધુ વિદ્યાર્થિનીઓએ આત્મરક્ષાની તકનીકો શીખી
    Next Article
    આણંદ કોમર્સ કોલેજે ક્લોથ ડોનેશન ડ્રાઈવ યોજી:જરૂરિયાતમંદોને કપડાંનું વિતરણ કરાયું, વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું સિંચન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment