Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદ કોમર્સ કોલેજે ક્લોથ ડોનેશન ડ્રાઈવ યોજી:જરૂરિયાતમંદોને કપડાંનું વિતરણ કરાયું, વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું સિંચન કરાયું

    1 day ago

    આણંદ કોમર્સ કોલેજ દ્વારા ‘ક્લોથ ડોનેશન ડ્રાઈવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત એકત્રિત કરાયેલા કપડાંનું સમાજના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ લોકો સુધી સહાય પહોંચાડવાનો અને વિદ્યાર્થીઓમાં માનવતા તથા સહાનુભૂતિના મૂલ્યોનું સિંચન કરવાનો હતો. એકત્રિત કરાયેલા કપડાંની યોગ્ય ચકાસણી કર્યા બાદ ગરીબ પરિવારોને આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન ગોરધનભાઈ એસ. પટેલ ફોરમ ફોર વેલ્યુ એજ્યુકેશનના સભ્ય ડૉ. આરતી ખાણધર દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વી. એમ. વનારના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિને વેગ મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં ફોરમના કો-ઓર્ડિનેટર ડૉ. મિત્તલ ઠક્કર અને સભ્ય ડૉ. સંજય ઠક્કરનો પણ વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ દ્વારા કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ માનવતાનો સંદેશ પ્રસરાવી અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણા પૂરી પાડી છે.
    Click here to Read More
    Previous Article
    MB સાયન્સ કોલેજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો:વિદ્યાર્થીઓએ પોસ્ટર પ્રેઝન્ટેશનથી વૈજ્ઞાનિક ક્ષમતા પ્રદર્શિત કરી
    Next Article
    મોરબીમાં ત્રણ દિવસમાં 70 સિરામિક કારખાના બંધ:યુદ્ધના કારણે પ્રોપેન ગેસની સપ્લાય ચેઈન ખોરવાતાં 170 એકમોને અસર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment