Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં મધરાતે મિની વાવાઝોડું, ભારે પવન-વરસાદ:તિથલ બીચ અને શહેરમાં નુકસાન, વીજ પુરવઠો ખોરવાયોm કેરીના પાકને નુકશાનીન ભીતિ

    2 weeks ago

    ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે વલસાડ જિલ્લામાં મોડી રાત્રે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને વરસાદ સાથે આવેલા મિની વાવાઝોડાએ સમગ્ર જિલ્લામાં અસર સર્જી હતી. આ બદલાવથી એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી, તો બીજી તરફ ખેડૂતો અને વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. તિથલ બીચ વિસ્તારમાં ભારે પવનના કારણે દરિયાકાંઠે આવેલા હંગામી શેડને વ્યાપક નુકસાન થયું હતું. અનેક શેડ ધરાશાયી થતાં પાથરણા સંચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું. આ ઉપરાંત, વલસાડ કલેક્ટર કચેરી સામે આવેલી ખાનગી બિલ્ડર સાઇટની દીવાલ પણ જોરદાર પવનના કારણે તૂટી પડી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. વાવાઝોડા સાથે આવેલા ભારે પવન અને વીજળીના કારણે વલસાડ શહેરના કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જોકે, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરીને વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કર્યો હતો. વલસાડ જિલ્લો હાફુસ અને કેસર કેરીના ઉત્પાદન માટે જાણીતો છે. હાલમાં કેરીનો પાક તૈયાર હોવાથી ભારે પવનથી કેરીઓ ખરી પડવાની શક્યતા વધી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કમોસમી વરસાદ અને વાવાઝોડાથી પાકને નુકસાન થવાની આશંકા વચ્ચે ખેડૂતો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મોડી રાત્રે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડમાં 13 mm, ધરમપુરમાં 06 mm, નાનાપોંઢામાં 03 mm, કપરાડામાં 02 mm અને ઉમરગામમાં 01 mm વરસાદ પડ્યો હતો. વાપી અને પારડીમાં વરસાદ નોંધાયો નહોતો. સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં 13 મીમી નોંધાયો હતો. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને લાંબા સમયથી અનુભવાતી ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. હવામાનમાં અચાનક આવેલા આ ફેરફાર બાદ હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. આથી ખેડૂતો તેમજ નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મહિલા PSIએ પ્રજ્ઞાચક્ષુ વેપારીને પહેલાં માર્યા પછી સમાધાન કરવા પહોંચ્યા:ભાસ્કરને જોતા જ ભાગ્યા, કોન્સ્ટેબલ ઘરે લઈ ગયો હતો; ભોગ બનનારે કહ્યું મારે ન્યાય જોઇએ
    Next Article
    ભારતની સમુદ્રી ખાદ્ય નિકાસે નવો રેકોર્ડ બનાવ્યો:US સૌથી મોટો ખરીદદાર, ₹73,890 કરોડની નિકાસ; વિશાખાપટ્ટણમ દેશનું અગ્રણી બંદર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment