Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતની સમુદ્રી ખાદ્ય નિકાસે નવો રેકોર્ડ બનાવ્યો:US સૌથી મોટો ખરીદદાર, ₹73,890 કરોડની નિકાસ; વિશાખાપટ્ટણમ દેશનું અગ્રણી બંદર

    2 weeks ago

    ભારતના સમુદ્રી ખાદ્ય ઉદ્યોગ માટે વર્ષ 2025-26 અત્યંત સફળ સાબિત થયું છે. વિશ્વભરમાં આર્થિક પડકારો અને વેપાર ક્ષેત્રની અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતે સમુદ્રી ખાદ્ય પદાર્થોની નિકાસમાં નવો ઇતિહાસ રચ્યો છે. મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (MPEDA) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં વર્ષ દરમિયાન 19.72 લાખ મેટ્રિક ટન સમુદ્રી ખાદ્યપદાર્થોની નિકાસ થઈ હતી, જેનું કુલ મૂલ્ય ₹73,890 કરોડથી વધુ એટલે કે આશરે 8.46 બિલિયન અમેરિકન ડોલર રહ્યું છે. નિકાસની માત્રા અને મૂલ્ય બંને દૃષ્ટિએ આ અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. ફ્રોઝન શ્રિમ્પ નિકાસમાં સૌથી આગળ ભારતની આ સફળતા પાછળ સૌથી મોટો ફાળો ફ્રોઝન શ્રિમ્પ એટલે કે ઝીંગા નિકાસનો રહ્યો છે. દેશમાંથી નિકાસ થતા કુલ સમુદ્રી ખાદ્યપદાર્થોમાં શ્રિમ્પ સૌથી વધુ વેચાતું ઉત્પાદન બન્યું છે. વર્ષ દરમિયાન લગભગ 7.93 લાખ મેટ્રિક ટન શ્રિમ્પની નિકાસ કરવામાં આવી હતી, જેના કારણે દેશને ₹49 હજાર કરોડથી વધુની આવક થઈ હતી. કુલ નિકાસ આવકમાં ઝીંગાનો હિસ્સો લગભગ બે તૃતિયાંશ જેટલો રહ્યો હોવાનું નોંધાયું છે. સુકવેલા સમુદ્રી ખાદ્યપદાર્થોની નિકાસમાંથી ₹5,079 કરોડથી વધુની આવક વિદેશી બજારોમાં ભારતીય ઝીંગાની માગ સતત વધી રહી છે. અમેરિકા આ ક્ષેત્રમાં ભારતનો સૌથી મોટો ગ્રાહક રહ્યો છે. અમેરિકાએ એકલા જ 2.56 લાખ મેટ્રિક ટનથી વધુ ફ્રોઝન શ્રિમ્પની આયાત કરી હતી. ચીન, યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં પણ ભારતીય સમુદ્રી ખાદ્ય ઉત્પાદનોની સારી માગ જોવા મળી હતી. ખાસ કરીને વાનામી અને બ્લેક ટાઇગર શ્રિમ્પ જેવી જાતિઓ આંતરરાષ્ટ્રીય બજારમાં લોકપ્રિય બની રહી છે. US સૌથી મોટો ખરીદદાર શ્રિમ્પ સિવાય ફ્રોઝન ફિશ, સુકવેલા સમુદ્રી ખાદ્ય પદાર્થો, સ્ક્વિડ અને કટલફિશની નિકાસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સુકવેલા સમુદ્રી ખાદ્ય ઉત્પાદનોની નિકાસમાં તો રૂપિયા મૂલ્ય મુજબ 78 ટકાથી વધુનો વધારો નોંધાયો છે, જે આ ક્ષેત્રની વધતી સંભાવનાઓ તરફ ઈશારો કરે છે. વિશાખાપટ્ટણમ દેશનું અગ્રણી બંદર દેશના વિવિધ બંદરો પણ આ સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. વિશાખાપટ્ટણમ (વિઝાગ), જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) અને કોચી બંદરો સમુદ્રી ખાદ્ય કાર્ગો હેન્ડલિંગમાં ટોચના સ્થાને રહ્યા છે. આ બંદરો મારફતે મોટી માત્રામાં નિકાસ શક્ય બની છે. 'આગામી વર્ષોમાં ભારત વધુ સશક્ત બનાશે' : MPEDAના અધ્યક્ષ MPEDAના અધ્યક્ષ પી. જવાહરે જણાવ્યું કે, ભારતીય સમુદ્રી ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તા, આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન અને વૈશ્વિક બજારમાં વધતી સ્વીકૃતિના કારણે નિકાસ ક્ષેત્રે આ સફળતા મળી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આગામી વર્ષોમાં પણ ભારત વૈશ્વિક સમુદ્રી ખાદ્ય વેપારમાં પોતાની મજબૂત સ્થિતિ વધુ સશક્ત બનાવશે. નિષ્ણાતોના મતે, સમુદ્રી ખાદ્ય નિકાસમાં થયેલો આ વધારો માત્ર વિદેશી ચલણની આવક વધારતો નથી, પરંતુ દેશના માછીમારો, એક્વાકલ્ચર ઉદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતો, પ્રોસેસિંગ યુનિટો અને પરિવહન ક્ષેત્રને પણ સીધો લાભ પહોંચાડે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઉભી થઈ રહી છે અને સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂતી મળી રહી છે. ભારતની આ સિદ્ધિ દર્શાવે છે કે ગુણવત્તાયુક્ત ઉત્પાદન, આધુનિક પ્રોસેસિંગ અને વૈશ્વિક બજારમાં વધતી વિશ્વસનીયતાના કારણે ભારતીય સમુદ્રી ખાદ્ય ઉદ્યોગ હવે વિશ્વના અગ્રણી નિકાસકારોમાં પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં મધરાતે મિની વાવાઝોડું, ભારે પવન-વરસાદ:તિથલ બીચ અને શહેરમાં નુકસાન, વીજ પુરવઠો ખોરવાયોm કેરીના પાકને નુકશાનીન ભીતિ
    Next Article
    Bharuch Pre Monsoon Update News | ભરૂચમાં પ્રી-મોન્સૂન વરસાદની ધમાકેદાર એન્ટ્રી | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment