Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રીમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સંદર્ભે ખોરાક શાખાની તપાસ:યુવે, LVP, VNF સહિતના સ્થળે 89 ફુડ સ્ટોલનું ચેકિંગ, સ્વચ્છતા જાળવવા સૂચના

    3 days ago

    નવરાત્રીમાં ગરબા ગ્રાઉન્ડ પર આવેલા ખાણીપીણીના સ્ટોલમાં પાલિકાની ખોરાક શાખાએ આકસ્મિક ચેકિંગ કર્યું હતું. નવલખીના વીએનએફ, લક્ષ્મીવિલાસ પેલેસના એલવીપી, મોતીબાગ ગ્રાઉન્ડ, યુનાઇટેડ-વે અને ઓલ્ડ પાદરા રોડ પર આઈએમએ ગરબા ગ્રાઉન્ડ સહિત વિવિધ સ્થળે ખાણીપીણીના 89 સ્ટોલનું નિરીક્ષણ કરાયું હતું. સ્ટોલ સંચાલકોને સ્વચ્છતા જાળવવા, ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ શિડ્યૂલ-4નું પાલન કરવા તેમજ તમાકુ-તમાકુની બનાવટોનું વેચાણ ન કરવા સૂચના અપાઈ હતી. ગોરવા, ભાયલી, અકોટા, નોવિનો-તરસાલી રોડ, ન્યૂ સમા રોડ, ખંડેરાવ માર્કેટ, મહાવીર હોલ ચાર રસ્તા, જ્યુબિલીબાગ અને ચોખંડી સહિતના વિસ્તારોમાં તપાસ કરાઈ હતી. જ્યાં ટીમે 10 રિટેલર, 1 હોલસેલર, 1 ઉત્પાદક પેઢી અને 1 સપ્લાયર મળી 13 એકમોનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે હળદર-મરચું, જલેબી અને ફાફડા સહિત 22 ચીજનો નમૂના લીધા હતા. જગદીશ ફરસાણ-ચોખંડીમાં ખંડેલવાલ ફરસાણને નોટિસ જ્યુબિલીબાગ સ્થિત જગદીશ ફરસાણ અને ચોખંડીના ખંડેલવાલ ફરસાણમાં ચેકિંગ કરાયું હતું. તપાસ દરમિયાન અસ્વચ્છ પરિસ્થિતિ જોવા મળતાં બંનેને શિડ્યૂલ-4ની નોટિસ આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વન નેશન-વન ઇલેક્શન:શિક્ષકોના સમયના વેડફાટ, શિક્ષણ પર અસરની માહિતી સ્કૂલો પાસે મગાવાઇ
    Next Article
    બોટાદમાં મેડિકલ કોલેજ- આધુનિક સરકારી હોસ્પિટલને મંજૂરી‎:મેડિકલ કોલેજ અને આધુનિક સરકારી હોસ્પિટલ નિર્માણને મંજૂરી મળતા 13 વર્ષ જૂની માંગણી નો અંત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment