Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વન નેશન-વન ઇલેક્શન:શિક્ષકોના સમયના વેડફાટ, શિક્ષણ પર અસરની માહિતી સ્કૂલો પાસે મગાવાઇ

    3 days ago

    તાજેતરમાં સંવિધાનના 129 સુધારા બિલ, 2024 અંતર્ગત વન નેશન- વન ઇલેક્શન સંદર્ભે ચૂંટણીઓની શિક્ષણ ક્ષેત્ર પરની અસર વિશે સ્કૂલો પાસે માહિતી મગાવાઈ છે. આ પરિપત્ર અંતર્ગત સ્કૂલોએ ચૂંટણીના સમયે શિક્ષકોના સમયના વેડફાટ, શિક્ષણ પર અસરની માહિતી મોકલવાની છે. બીજી તરફ એવી પણ માહિતી મગાવાઈ છે, જે સરકાર પાસે પહેલેથી જ હોય અને સ્કૂલો પાસે ન જ હોય. આ સ્થિતિમાં સ્કૂલોને આ માહિતી આપવું પડકારજનક બન્યું છે. આ માહિતીમાં શિક્ષકોના રોકાણ, શૈક્ષણિક કાર્ય પર અસર અને સંભવિત બચત એવા 3 મુદ્દાનો સમાવેશ થાય છે. શિક્ષકોના જણાવ્યા મુજબ આ માહિતી મગાવ્યા બાદ શિક્ષકોને આવા કામોથી દૂર રખાય તે ઇચ્છનીય છે. કારણ શિક્ષકોને શિક્ષણેતર કામગીરી નિયમિત અપાતી હોય છે. હાલ ચૂંટણી સંદર્ભે જ માહિતી મગાઇ છે. શિક્ષકોનું કહેવું છે કે, મતદાર ગણતરી, બીએલઓ, વસ્તી ગણતરીની કામગીરીની અસર પણ શિક્ષણ કાર્ય પર થતી હોય છે, જે સંપૂર્ણપણે વિસરાઇ ગઇ હોય તેવું લાગે છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં 650 જેટલી સ્કૂલો છે. જેમાં 10 હજાર શિક્ષકો શૈક્ષણિક કાર્ય કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અનુસાર પ્રાથમિક શાળામાં વર્ષમાં ઓછામાં ઓછા 200 શૈક્ષણિક દિવસો હોવા જરૂરી છે. જોકે શિક્ષકો શિક્ષણેતર ડ્યૂટીમાં રોકાતા હોવાથી કોર્સ પૂર્ણ કરવામાં અને વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમ પર વિપરીત અસર પડે છે, જે અંગે રાજ્ય શિક્ષક સંઘ દ્વારા વારંવાર સરકારમાં રજૂઆતો કરાઈ છે. શિક્ષણેતર કામ બંધ થાય તો પરિણામ 15-20% સુધરે પરિપત્ર મુજબ ચૂંટણી અને મતદાર યાદી સુધારણામાં રોકાતા શિક્ષકોની સંખ્યા, વેડફાતા દિવસ, શૈક્ષણિક કાર્ય- વિદ્યાર્થીઓનાં પરિણામો પર આ કામગીરીની અસર અને તમામ ચૂંટણી સાથે યોજાય તો શિક્ષણ ક્ષેત્રે સમય અને નાણાકીય બચત કેટલી થાય તેવી માહિતી મગાવી છે. શિક્ષકો પૂર્ણ સમય વર્ગખંડમાં ફાળવશે તો વિદ્યાર્થીઓમાં લર્નિંગ લોસ ઓછો થશે અને પરીક્ષાના પરિણામમાં 15થી 20 ટકાનો સુધારો શક્ય બનશે રિપોર્ટ તૈયાર કરાશે શાળાઓ પાસેથી મળેલા ડેટાના આધારે રાજ્યનો શિક્ષણ વિભાગ અને લો કમિશન એક સત્તાવાર રિપોર્ટ તૈયાર કરશે, જેમાં દર્શાવાશે કે ચૂંટણી છૂટાછવાઈ યોજાવાથી શિક્ષણના કેટલા કલાકો અને કેટલા રૂપિયાનું નુકસાન થાય છે. સરકાર પાસે અગાઉથી હોય તેવી પણ કેટલીક માહિતી મગાઈ કેટલીક માહિતી સરકાર પાસે અગાઉથી હોય તેવી છે, જે સ્કૂલો પાસેથી માગવામાં આવી છે. વન નેશન-વન ઇલેક્શનમાં નાણાકીય બચત કેટલી થાય તેવી માહિતી સ્કૂલો કરતાં વહીવટી પ્રક્રિયાનો વિષય છે. છતાં અમે ઇચ્છીએ છીએ કે શિક્ષકોને શક્ય એટલી શિક્ષણેતર કામગીરીથી દૂર રાખવામાં આવે તો શિક્ષણકાર્યની ગુણવત્તામાં સુધારો થશે. > ભરત પરમાર, પ્રમુખ, વડોદરા શહેર આચાર્ય સંઘ.
    Click here to Read More
    Previous Article
    સાળંગપુર BAPS પ્રમુખસ્વામી પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર ખાતે‎:મધમાખી પાલન અને વ્યવસ્થાપન વિષય પર 100થી વધુ ખેડૂતોની તાલીમ શિબિર યોજાઈ
    Next Article
    નવરાત્રીમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સંદર્ભે ખોરાક શાખાની તપાસ:યુવે, LVP, VNF સહિતના સ્થળે 89 ફુડ સ્ટોલનું ચેકિંગ, સ્વચ્છતા જાળવવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment