Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LRDની રનિંગની ટેસ્ટ 25 મિનિટમાં પૂરી કરવા શું કરવું?:પ્રેક્ટિસનું શેડ્યુલ કેવું રાખવું, ફાઇનલમાં પહેલાં સ્પીડ રાખવી કે પછી?, જાણો એક્સપર્ટ્સની ટીપ્સ

    15 hours ago

    LRD અને PSIની ભરતી 2025-26 માટે 14 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. આ ભરતી માટે 21 જાન્યુઆરીથી ફિઝિકલ ટેસ્ટ શરૂ થશે. જો કે ભરતી પહેલાં ખૂબ તૈયારી કરી હોવા છતાં ઘણાં ઉમેદવારો ફિઝિકલ ટેસ્ટમાં જ હાંફી જતા હોય છે. પોલીસ ભરતીના આ ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ પાસ કરવા માટે કેવી તૈયારી કરવી? તેમાં કઈ કઈ અડચણો આવે છે? આ પ્રકારની તમામ બાબતો જાણવા દિવ્ય ભાસ્કરે કોચ, ઉમેદવાર અને ફિઝિયોથેરાપિસ્ટ સાથે વાત કરી હતી. ઉમેદવારોને કેવી રીતે તૈયારી કરવી પોલીસ ભરતી માટે 10 વર્ષથી તૈયારી કરાવતા કોચ શિવાંગ જોષીએ જણાવ્યું કે, અત્યારનો સમય એવો છે કે હાલમાં યુવાઓ જ્યારે પરીક્ષા આવે છે ત્યારે જ રનિંગની તૈયારી કરતા હોય છે. જેમ કે ભાઈઓએ 5 કિમીની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની હોય છે. જ્યારે બહેનોએ 1600 મીટરની દોડ 9.30 મિનિટમાં પૂરી કરવાની હોય છે. પરંતુ ઉમેદવારો પાસે કેવી રીતે તૈયારી કરવી તેનું જ્ઞાન હોતું નથી. આ અંગે અમે 7 વર્ષથી ઉમેદવારોને તૈયારી કરાવીએ છીએ. જેમાંથી 750થી 800 વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ પાસ કરી ચુક્યા છે. ઉમેદવારોને ગ્રાઉન્ડ પાસ કરવા માટે પ્રોપર ટ્રેનિંગની જરુર હોય છે. 'વીડિયો જોઈને જાતે પ્રેક્ટિસ કરે છે એટલે નપાસ થતા હોય' હાલમાં સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા ઉમેદવારો આરામથી ગ્રાઉન્ડ પાસ કરી શકશે. પરંતુ જે ઉમેદવારો કોઈ ફિઝીકલ એક્ટિવિટી સાથે જોડાયેલા નથી હોતા તેવા વિદ્યાર્થીઓને ફિઝિકલ ટેસ્ટ પાસ કરવી મુશ્કેલ હોય છે. આ વર્ષની ભરતીમાં 14 લાખ જેવા ફોર્મ ભરાયાં છે, જુની ભરતીમાં 12 લાખ જેવા ફોર્મ ભરાયા હતા. જેમાંથી 2.50 લાખ ઉમેદવારોએ ગ્રાઉન્ડ પાસ કર્યું હતું. સૌથી મોટી તો એ તકલીફ હોય છે કે ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન નથી હોતું. અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં વીડિયો જોઈને જાતે પ્રેક્ટિસ કરે છે એટલે નપાસ થતા હોય છે. ‘અઠવાડિયા પહેલા ડાયટ શિડ્યુલ વ્યવસ્થિત ફોલો કરવું જોઈએ’ ફાઈનલ રનિંગ વખતે જ્યારે ઉમેદવારો જાય છે ત્યારે રાઉન્ડ કરવામાં મોટી ભૂલ કરતા હોય છે એટલે અમુક ગ્રાઉન્ડમાં 12 રાઉન્ડ હોય છે. જ્યારે અમુકમાં 13 રાઉન્ડ હોય છે એટલે રાઉન્ડ માટે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવી જોઈએ. જ્યારે પરીક્ષાનો સમય હોય ત્યારે તો એના અઠવાડિયા પહેલા તમારે ડાયટ શિડ્યુલ વ્યવસ્થિત ફોલો કરવું જોઈએ. વધારે તીખું કે મસાલા વાળી વસ્તુ ના ખાવી જોઈએ કેમ કે વિદ્યાર્થીઓને સવારે 3 કે 4 વાગ્યે ગ્રાઉન્ડ પર પહોંચવાનું હોય અને 5 વાગ્યાથી રનિંગ સ્ટાર્ટ થતું હોય છે આ દરેક બેઝિક વસ્તુનું વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવું જોઈએ. ‘હેવી રનિંગ નથી કરવાનું ફક્ત જોગિંગ જેવું રનિંગ કરવાનું’ જેમ કે ફિઝિકલ ટેસ્ટના એક દિવસ પહેલા અમે રિકવરી માટે તેમને આરામ આપીએ છીએ, પણ એમાં રનિંગ સાવ બંધ પણ નથી કરી દેવાની, હેવી રનિંગ નથી કરવાનું ફક્ત જોગિંગ જેવું રનિંગ કરવાનું છે. તેમજ મસલ્સ માટે સ્ટ્રેચિંગ કરી શકાય જે પરીક્ષાના આગલા દિવસે ધ્યાનમાં રાખવું જોઈએ. થાક લાગે તો શું કરવું? રનિંગ કરતી વખતે રાઉન્ડ ભૂલી ના જવાય તેના માટે ધ્યાન રાખવાની બાબતો અંગે કહે છે કે, જેના માટે સૌથી બેસ્ટ તો પ્રેક્ટિસ જ છે કેમ કે રનિગ કરતી વખતે થાક લાગે તો થાક લાગ્યો હોય ત્યારે મગજ એકાગ્ર નથી હોતું. જેના લીધે રાઉન્ડ ગણવામાં ભૂલ થતી હોય છે. જેથી બેટર છે કે તમારે રાઉન્ડ ગણવા હોય તો ઘણાં લોકો રબર બેન્ડ યુઝ કરતા હોય છે ઘણાં લોકો સ્ટોન રાખતા હોય છે. પરંતુ એ બધી વસ્તુ કોઈ વખત ભુલી જવાય તો ફિઝિકલ એક્ઝામમાં ફેલ થવાના ચાન્સ વધી જાય છે. જેથી હજુ સમય છે તો રાઉન્ડ ગણવાની પ્રેક્ટિસ કરો તો પરીક્ષા વખતે ભૂલ ના થાય. દોડતી વખતે હાર્ટમાં દુખે તો શું કરવું? રનિંગ વખતે આવતા એટેક અંગે કહે છે કે, હાલમાં ઉમેદવારો કોઈપણ માર્ગદર્શન વગર દોડવાનું ચાલુ કરે છે. પરીક્ષાના ફોર્મ ભરે એટલે એકદમથી દોડવાનું ચાલુ કરી દે છે. તેમના જોઈ કોઈ પ્રોપર કોચિંગ નથી હોતું કે કોઈ ગાઈડન્સ નથી હોતું. શરુઆતના સ્ટેજમાં આપણું હાર્ટ ટેવાયેલું નથી હોતું. જેથી અમે શરુઆતમાં કહીએ છીએ કે પહેલા વોકીંગથી ચાલુ કરો એક દિવસ તમે વોકીંગ કરો જેથી તમારા હાર્ટને પણ ખબર હોવી જરૂરી છે કે તમારા બિટ્સ અપ જતા હોય એકદમ હાર્ટ બિટ અપ જાય જેના લીધે હાર્ટ એટેક આવવાના બનાવ બનતા હોય છે સેકન્ડ વસ્તુ છે હાઈડ્રેશન, આપણા હાર્ટને પાણીની જરૂર હોય છે તો ફિઝિકલની પ્રેક્ટિસ કરતા યુવાનોએ દિવસમાં 3થી 4 લીટર દિવસમાં પાણી પીવું જોઈએ, અને એકદમ હેવી એક્ટિવિટીથી બચવું જોઈએ અને દોડતી વખતે લાગે કે હાર્ટમાં દુખે છે તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ક્યારે લોંગ રનિંગ કરવી જોઈએ? પોલીસ પરીક્ષાની તૈયારી કરતા ઉર્વીન ચૌધરીએ કહ્યું કે, અમે ઘણાં વર્ષથી PSI અને ફોરેસ્ટ માટે પ્રેક્ટિસ કરીએ છીએ, ઘણાં લોકો તૈયારી કરવા જાતે જ દોડતા હોય છે એક માઈન્ડ સેટ હોય છે કે 5 કિમી દોડવાનું છે તો રોજ 5 કિમી દોડતા હોય છે. પરંતુ તેમને માર્ગદર્શન વગર રિઝલ્ટ મળી શકતું નથી અમે એકેડમી જોઈન કર્યું એટલે અમને પ્રોપર વોર્મ અપ, માર્ગદર્શન, રોજ કઈ રીતનું વર્કઆઉટ હોવું જોઈએ ક્યારે ટાઈમિંગ લેવો જોઈએ, ક્યારે લોંગ રનિંગ કરવી જોઈએ, ડાયટ માટે શું ફોલો કરવું જોઈએ, શું કૂલ ડાઉન પ્રોસેસ હોય છે. રનિંગ પહેલા અને રનિંગ પછી, કેવી રીતના સ્ટેપ્સ હોવા જોઈએ તે માર્ગદર્શનથી જ મળે છે. કેવી રીતના સ્ટેપ્સ હોવા જોઈએ મારો પોતાનો ટાઈમિંગ 5 કિમી રનિંગમાં 20 મિનિટ અને 21 સેકન્ડ આવ્યો હતો. જે ખુબ સારું માનવામાં આવે છે જે 25 મિનિટમાં પણ પૂરુંના થઈ શકે તે 20 મિનિટ અને 21 સેકન્ડમાં પુરુ થાય તો પરીક્ષામાં સફળ બની શકાય છે. આ સમય પ્રાપ્ત કરવા માટે પ્રોપર ડાયટ, નિયમિત્તા, વોર્મ અપ અને સ્પીડ વર્ક આઉટ પર ધ્યાન આપ્યું છે. કેટલા રાઉન્ડમાં ખેંચવું તે આ રીતે ખબર પડે પોલીસ ભરતીની તૈયારી કરતા મીનલ રબારીએ જણાવ્યું કે, તેમજ પ્રોપર ડાયટ પણ જરૂરી છે. જેમ કે બીટ, ગાજર ખાવા જોઈએ તેમજ આત્મવિશ્વાસ રાખવો જોઈએ. પહેલા મારે 1600 મીટર 11 મિનિટમાં પુરુ થતું હતું હવે 9 મીનિટમાં પુરુ થાય છે. ‘હાલમાં હું 24 મીનિટમાં પુરુ કરી શકું છું’ જય ચૌધરી નામના યુવકે જણાવ્યું કે, અમે પહેલા ગામડામાં દોડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ગામડામાં યોગ્ય ગ્રાઉન્ડ ન હતું અને ખાડાના લીધે દોડવામાં મુશ્કેલી પડતી હતી. અમે 5 કિમીથી વધારે દોડી શકતા હતા. પરંતુ અમને ઘણાં પ્રોબ્લેમ થતાં હતા. જેથી અમને બીજા મિત્રોએ કહ્યું કે પ્રોપર માર્ગદર્શન સાથે દોડશો તો પાસ થઈ શકશો, જેથી મેં માર્ગદર્શન સાથે દોડવાનું શરુ કર્યું તો હાલમાં હું 24 મીનિટમાં પુરુ કરી શકું છું. ‘કોઈપણ પ્રકારની દવા કે ડ્રગ્સ ના લેવું જોઈએ’ 20 વર્ષથી સ્પોર્ટ્સની અને 10 વર્ષથી પોલીસ ભરતી માટે ફિઝીકલ ટેસ્ટની ભરતીની તૈયારી કરાવનારા સુર્યા નામના કોચે જણાવ્યું કે, હાલ જે પોલીસ ભરતી માટે તૈયારી કરતા હોય તેમણે દોડ પુરી કરવા માટે કોઈપણ પ્રકારની ટેબલેટ ના લેવી જોઈએ, કોઈ કોચ જો એવી સલાહ આપે કે ઓછી મીનિટમાં પુરી કરવા માટે આ દવા લેશો તો દોડ ઓછી મિનિટમાં પુરી થશે તો તેમજ રનિંગ ઓછી મિનિટમાં પુરી કરવા માટે જો 12 રાઉન્ડ કરતા હોય તો અઠવાડીયામાં 15થી 16 રાઉન્ડ રનિગ કરવું જોઈએ અને ફાઈનલ રનિંગ પહેલા સ્પીડ વર્ક આઉટ કરવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહ મોબાઈલમાં જોઈને મલકાયા:ધારાસભ્યે એવું તો શું બતાવ્યું?; મુખ્યમંત્રીએ ઢીલ આપી પતંગ ખેંચી લીધો, જુઓ VIDEO
    Next Article
    અમદાવાદના પ્રીમિયમ એરિયા કયા? 2BHK ફ્લેટ કેમ નથી બનતા?:17 વર્ષની ઉંમરે નાનકડી દુકાનથી શરૂઆત, એક પણ પૈસાના રોકાણ વગર ઊભું કર્યું ‘શિલ્પ એમ્પાયર’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment