Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કટોકટીની સ્થિતિને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી:LPGની અછતના કારણે PNGની 40 અરજીને 24 કલાકમાં મંજુરી

    14 hours ago

    દેશમાં એલપીજી અને ઇંધણની કટોકટી વચ્ચે ભુજમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને LPG/PNG, પેટ્રોલ-ડિઝલ તેમજ આવશ્યક ચીજવસ્તુના પુરવઠાની સમીક્ષા કરવા જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી. જિલ્લાના તમામ રિટેલ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવી કલેકટરે ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માર્ગદર્શન આપ્યું હતું. પેટ્રોલ અને ડિઝલની અછત અંગે અફવા ન ફેલાય તે માટે પેટ્રોલિયમ કંપનીઓને પોતાના સ્ટાફને યોગ્ય તાલીમ આપવા સૂચના અપાઈ હતી. ઔદ્યોગિક એકમોને સરકારના પરિપત્ર મુજબ જરૂરી જથ્થાની ફાળવણી કરાશે, ભાવમાં નિયમન જળવાય તે બાબતે સૂચના આપી હતી. હોસ્ટેલ તથા હોસ્પિટલો માટે LPGનો પૂરતો જથ્થો હોવાનું સબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું. શ્રમયોગીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 5 કિલોના કોમર્શિયલ LPG બોટલ ઉપલબ્ધ કરાવાઈ રહ્યા હોવાનું જણાવાયું હતું. PNG કનેક્શનનો વ્યાપ વધારવા ગુજરાત ગેસને જણાવાયું હતું. PNG નેટવર્કના વિસ્તરણ માટે સંબંધિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા અપાતી મંજૂરી 24 કલાકમાં જારી કરાય તે માટે તાકીદ કરાતા ભુજ શહેરમાં 40 મંજૂરી અપાઈ છે અને માંડવી તાલુકાની 9 અરજીને મંજૂરી આપી દેવા સૂચના અપાઈ હતી.બેઠકમાં પોલીસ વડા વિકાસ સુંડા, પુરવઠા અધિકારી અર્શ હાશ્મી તેમજ સંબંધિત વિભાગોના વડા ઉપરાંત પેટ્રોલિયમ કંપનીઓના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. ખેડૂતોને ખાતર મળી રહે તે માટે તાકીદ ખેડૂતોને વાવણીની સીઝનમાં સરળતાથી ખાતર મળી રહે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીને સૂચના અપાઈ છે યુરિયા ખાતરનો જથ્થો ખેડૂતો સુધી જ પહોંચે તે સુનિશ્ચિત કરવા વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા તથા વિતરણ પ્રક્રિયા પર પૂરતી વોચ ગોઠવવા કલેક્ટરે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આગાહી:કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી કમોસમી વરસાદનું સંકટ
    Next Article
    મંડે પોઝિટીવ:આખરે ભુજને ટ્રાફિક મુક્ત કરવા 21 કિ.મી. લાંબા બાયપાસ માટેની પ્રક્રિયા શરૂ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment