Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગાહી:કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી કમોસમી વરસાદનું સંકટ

    15 hours ago

    હવામાન વિભાગે જાહેર કરેલા લેટેસ્ટ આંકડાઓ મુજબ, કચ્છ જિલ્લાના વાતાવરણમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે, તો બીજી તરફ આગામી દિવસોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે. ગરમીમાં કંડલા એરપોર્ટ પર ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે, જ્યાં મહત્તમ તાપમાન 36.4 °C અને લઘુત્તમ 24.8 °C નોંધાયું છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો અમરેલી 36.7 °C સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે કંડલા એરપોર્ટ અને અમદાવાદ બંને 36.4 °C સાથે ગરમીની બાબતમાં સંયુક્ત રીતે 2જા નંબરે રહ્યા છે. બીજી તરફ, ભુજમાં મહત્તમ તાપમાન 34.0 °C અને લઘુત્તમ તાપમાન 24.2 °C નોંધાયું છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય કેન્દ્રોમાં નલિયા ખાતે મહત્તમ 32.2 °C અને લઘુત્તમ 25.2 °C, જ્યારે કંડલા પોર્ટ પર મહત્તમ 33.0 °C અને લઘુત્તમ 25.0 °C તાપમાન નોંધાયું છે કચ્છ માટે આગામી 7 દિવસની હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. તા. 30/03 કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અને ગાજવીજની સંભાવના છે. 31/03ના વાતાવરણ વધુ બગડવાની શક્યતા છે. આ સમયગાળામાં કચ્છમાં 30 થી 40 kmph ની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા-ભડાકા અને હળવોથી મધ્યમ વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. તો 02/04/2026 થી 03/04/2026 ના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવશે. કચ્છના છૂટાછવાયા સ્થળોએ 30 થી 40 kmph ની ઝડપે ફૂંકાતા પવન અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 04/04ના કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા અથવા મધ્યમ વરસાદની શક્યતા યથાવત રહેશે.એક તરફ આકરી ગરમી અને બીજી તરફ 30 થી 40 kmph ની ઝડપે ફૂંકાતા પવન સાથે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હત્યારા ઝડપાયા:રાપરમાં માતા-પિતા સામે જ પુત્રની હત્યા કરનાર બે પકડાયા
    Next Article
    કટોકટીની સ્થિતિને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી:LPGની અછતના કારણે PNGની 40 અરજીને 24 કલાકમાં મંજુરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment