Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં LPG પુરવઠો સુરક્ષિત, અફવાઓથી બચો:કલેક્ટર સુજીતકુમારનું માઈક્રો-પ્લાનિંગ; કાળાબજારી કરનારા તત્વો સામે હવે થશે લાલ આંખ

    12 hours ago

    વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદ જિલ્લાના નાગરિકો માટે રાહતના સમાચાર છે. જિલ્લા કલેક્ટર સુજીતકુમાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે જિલ્લામાં LPG ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત અને પર્યાપ્ત છે. તાજેતરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં છેવાડાના માનવી સુધી ગેસ સિલિન્ડર પહોંચાડવા માટે ખાસ 'માઈક્રો-પ્લાનિંગ' તૈયાર કરવામાં આવ્યું છે. ગેરરીતિ આચરનારાઓ સામે કડક કાર્યવાહીની સૂચના બેઠક દરમિયાન કલેક્ટરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગેસ સિલિન્ડરની કાળાબજારી, સંગ્રહખોરી કે ઘરેલુ ગેસનો વ્યાવસાયિક હેતુ માટે ગેરકાયદેસર વપરાશ જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે પોલીસ અને પુરવઠા વિભાગને આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવા આદેશ આપ્યા છે. ગેસ એજન્સીઓની પણ નિયમિત ચકાસણી કરવા માટે સૂચના આપવામાં આવી છે. આવશ્યક સેવાઓને અપાશે પ્રાથમિકતા સામાન્ય નાગરિકોની સાથે સાથે હોસ્પિટલ, શાળાઓ, હોસ્ટેલ અને સામાજિક કલ્યાણની સંસ્થાઓ જેવી અનિવાર્ય સેવાઓને ગેસ પુરવઠો મળતો રહે તે માટે તંત્ર સજ્જ છે. આ ક્ષેત્રોને વિતરણ વ્યવસ્થામાં પ્રાથમિકતા આપવામાં આવશે જેથી જનસેવા ખોરવાય નહીં. ડિજિટલ મોનિટરિંગથી રખાશે બાજ નજર તંત્ર દ્વારા ગેસ પુરવઠાની વ્યવસ્થાને પારદર્શક બનાવવા માટે ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મુકાઈ છે. વોટ્સએપ ગ્રુપ અને દૈનિક સ્ટોક રિપોર્ટિંગ દ્વારા અધિકારીઓ અને ગેસ એજન્સીઓ વચ્ચે સીધું સંકલન સ્થાપિત કરાયું છે. આ સિસ્ટમ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સિલિન્ડરની ઉપલબ્ધતાની સતત દેખરેખ રાખવામાં આવશે. કલેક્ટર સુજીતકુમારે નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને બિનજરૂરી સંગ્રહખોરી ન કરે. જો ક્યાંય પણ ગેરરીતિ જણાય તો તુરંત વહીવટી તંત્રનો સંપર્ક કરવા જણાવાયું છે. આ બેઠકમાં ઓઇલ કંપનીઓના પ્રતિનિધિઓ, પોલીસ અને પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને 'ચોમાસાના દેડકા' સાથે સરખાવી:કહ્યું- 'ચોમાસું આવતા જેમ દેડકા બહાર નીકળે છે, તેમ ચૂંટણી આવતા જ કોંગ્રેસીઓ દેખાવા લાગે છે'
    Next Article
    પાટણ નગરપાલિકાના 44 સભ્યોનો કાર્યકાળ પૂર્ણ:પ્રમુખ હિરલ પરમાર સહિતના પદાધિકારીઓને વિદાય, ચીફ ઓફિસરે પડકારો જણાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment