Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને 'ચોમાસાના દેડકા' સાથે સરખાવી:કહ્યું- 'ચોમાસું આવતા જેમ દેડકા બહાર નીકળે છે, તેમ ચૂંટણી આવતા જ કોંગ્રેસીઓ દેખાવા લાગે છે'

    11 hours ago

    વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ભાજપ દ્વારા બુથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને 'ચોમાસાના દેડકા' સાથે સરખાવી હતી અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું નામ લીધા વિના તેમના પર પ્રહારો કર્યા હતા. નાણામંત્રી કનુ દેસાઈ સહિતના દિગ્ગજોની હાજરીમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો હુંકાર કરવામાં આવ્યો હતો. કાર્યકરોને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, "આગામી ચૂંટણીમાં 10,000 ઉમેદવારો મેદાનમાં ઉતરશે, પરંતુ કોંગ્રેસની હાલત એવી છે કે તેમની પાસે 10,000 કાર્યકરો પણ નથી. તેમની રેલીઓમાં 100 માણસો ભેગા કરવા પણ મુશ્કેલ પડે છે." તેમણે ઉમેર્યું કે, જેમ ચોમાસું આવતા દેડકા બહાર નીકળે છે, તેમ ચૂંટણી આવતા જ કોંગ્રેસીઓ દેખાવા લાગે છે. વિશ્વકર્માએ રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદો પર કટાક્ષ કરતા કહ્યું કે, તેમને આદિવાસી કે સામાન્ય જનતાના પ્રશ્નોમાં કોઈ રસ નથી. તેઓ માત્ર સંસદના કેમ્પસમાં ચા-બિસ્કિટની મજા માણે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું જે રીતે અપમાન થયું છે, તેનો બદલો જનતા આગામી ચૂંટણીમાં લેશે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે, રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 10 હજારથી વધુ બેઠકો પર આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે, પરંતુ ગુજરાત કોંગ્રેસ પાસે 10 હજાર જેટલા કાર્યકર્તાઓ પણ નથી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું નામ લીધા વિના વિશ્વકર્માએ તેમના પર પ્રહાર કરતા કહ્યું કે, "આ વિસ્તારમાં કેટલાક બહુરૂપી આવે છે. જે રીતે રાવણે બહુરૂપી બની સીતાજીનું અપહરણ કર્યું હતું, તેમ આ લોકો આદિવાસી સમાજના નામે બહુરૂપી બનીને સમાજને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છે." આ સંમેલન ધરમપુરના માલનપાડા ખાતે યોજાયું હતું. જેમાં નાણામંત્રી કનુ દેસાઈ અને વલસાડ જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય એજન્ડા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બુથ લેવલનું આયોજન કરવાનો હતો. ધરમપુર અને કપરાડા વિધાનસભાના મોટી સંખ્યામાં કાર્યકરો આ સંમેલનમાં ઉમટી પડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કોલકાતા: PMની રેલી પહેલા ભાજપ-ટીએમસીના કાર્યકરો વચ્ચે પથ્થરમારો:મમતાના મંત્રીએ કહ્યું- મારા પર ઈંટથી હુમલો કર્યો, PMએ ₹18,680 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન- શિલાન્યાસ કર્યો
    Next Article
    અમદાવાદમાં LPG પુરવઠો સુરક્ષિત, અફવાઓથી બચો:કલેક્ટર સુજીતકુમારનું માઈક્રો-પ્લાનિંગ; કાળાબજારી કરનારા તત્વો સામે હવે થશે લાલ આંખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment