Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LPG બુકિંગના નિયમોમાં ફેરફાર:એક કનેક્શનમાં 2 બોટલ ધરાવતા ગ્રાહકોનું હવે 35 દિવસે બુકિંગ

    1 week ago

    સરકાર દ્વારા રાંધણ ગેસના વિતરણને વધુ સુવ્યવસ્થિત કરવા માટે રિફિલ બુકિંગના નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે, જે મુજબ હવે ગ્રાહકોએ એક સિલિન્ડર લીધા બાદ બીજું સિલિન્ડર બુક કરાવવા માટે નિર્ધારિત દિવસોની ફરજિયાત રાહ જોવી પડશે. નવા નિયમમાં શહેરી સામાન્ય ગ્રાહકો જે સિંગલ કેનેક્શનમાં બે બોટલ ધરાવે છે તેઓ હવે 35 દિવસે જ બુકિંગ કરાવી શકાશે. નવા નિયમો અનુસાર, ઉજ્જવલા યોજનાના ગ્રાહકો માટે 14.2kg ના સિલિન્ડર માટે 45 દિવસ અને 5kg ના સિલિન્ડર માટે 16 દિવસનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે Non-PMUY (સામાન્ય) સિંગલ બોટલ ધરાવતા ગ્રાહકો માટે 14.2kg માટે 25 દિવસ, 5kg માટે 9 દિવસ અને 10kg ના સિલિન્ડર માટે 18 દિવસનો સમય નક્કી થયો છે. તેવી જ રીતે, Non-PMUY (સામાન્ય) ડબલ બોટલ કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે 14.2kg ના રિફિલ માટે 35 દિવસ, 5kg માટે 12 દિવસ અને 10kg ના સિલિન્ડર માટે 25 દિવસ બાદ જ નવું બુકિંગ થઈ શકશે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય ગેસની અછતને રોકવાનો અને સંગ્રહખોરી પર નિયંત્રણ લાવવાનો છે, જેથી દરેક જરૂરિયાતમંદ ગ્રાહકને સમયસર રાંધણ ગેસ ઉપલબ્ધ થઈ શકે. હવે તમામ ગેસ એજન્સીઓ આ નવા સોફ્ટવેર અપડેટ મુજબ જ બુકિંગ સ્વીકારશે, જેની સીધી અસર લાખો ગ્રાહકોના માસિક બજેટ અને વપરાશ પર પડશે. ઉલ્લેખનીય છે કે કચ્છના 80 ટકા ગ્રાહકો બે ગેસ સીલીન્ડર ધરાવે છે. હવે તેમને એક સીલીન્ડર મેળવ્યા બાદ બીજું સીલીન્ડર હવે 35 દિવસે જ મળશે. આ વ્યવસ્થા પાછળ સરકારનો ઉદેશ્ય LPG ગેસની અછતને પહોચી વળવા માટેનો છે. તાજેતરમાં જ સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં 45 દિવસ અને શહેરી વિસ્તાર માટે 25 દિવસમાં બુકીંગના નિયમો જારી કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રજૂઆત:110 કરોડનું ફંડ છતાં ભાડાએ વિકાસ દર લાગુ કર્યો
    Next Article
    ભાસ્કર એનાલિસીસ:કચ્છ જિલ્લામાં સંગ્રહ શક્તિ સામે 37% ડીઝલ અને 34% પેટ્રોલનો જથ્થો હાલમાં ઉપલબ્ધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment