Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસીસ:કચ્છ જિલ્લામાં સંગ્રહ શક્તિ સામે 37% ડીઝલ અને 34% પેટ્રોલનો જથ્થો હાલમાં ઉપલબ્ધ

    1 week ago

    કચ્છ સહિત રાજ્યમાં સોમવારે ઇંધણની અછતને લઈને ફેલાયેલી અફવાઓને પગલે કચ્છના પેટ્રોલ પંપો પર ભારે ઘસારો જોવા મળ્યો હતો. જોકે વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ જિલ્લામાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. કચ્છ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની કુલ સંગ્રહ શક્તિ 1,95,78,000 લિટર (આશરે 1.95 કરોડ લિટર) છે, જેની સામે 24 માર્ચના રોજ જિલ્લામાં કુલ પેટ્રોલ અને ડીઝલ 71,57,000 લિટર (આશરે 71.57 લાખ લિટર) જથ્થો પંપો પર ઉપલબ્ધ છે. જેમાં ડીઝલની કુલ 1.38 કરોડ લિટરની ક્ષમતા સામે 51.85 લાખ લિટર (37.34%) સ્ટોક હાજર છે. જયારે પેટ્રોલની કુલ 57.78 લાખ લિટરની ક્ષમતા સામે 19.72 લાખ લિટર (34.13%) સ્ટોક હાજર છે. ખાનગી કંપનીઓ જેવી કે નેયરા અને શેલ પાસે તેમની ક્ષમતાના 50% થી વધુ સ્ટોક ઉપલબ્ધ છે. સોમવારની સરખામણીએ મંગળવારે પંપો પર લાગેલી વાહનોની લાંબી કતારોમાં થોડો ઘટાડો નોંધાયો છે, જિલ્લાના કુલ 346 પેટ્રોલ પંપો પર સરેરાશ 35 ટકા જેટલો સ્ટોક હોવાથી અછત જેવી કોઈ ગંભીર સ્થિતિ નથી. કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તથા પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડાની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લામાં આવેલ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ઉપલબ્ધતા અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કચ્છમાં તમામ પેટ્રોલ પંપ પર હાલ પૂરતી માત્રામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે, પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી, તેથી નાગરિકોને અફવાઓથી દૂર રહેવા ક્લેકટર દ્વારા અપીલ કરવામાં આવી હતી. ખેડૂતો હવે 200 લિટર સુધી ડીઝલનો સંગ્રહ કરી શકશે ખેતીકામ અને ટેલિકોમ સેવાને અવરોધ ન આવે તે હેતુથી સરકાર દ્વારા ઇંધણ મેળવવાની મર્યાદામાં નવી જોગવાઈ જાહેર કરાઈ છે. ખેતીકામ, ટ્રેક્ટર અને પંપસેટ માટે ડીઝલની જરૂરિયાતને ધ્યાને રાખીને ખેડૂતોને હવે ખુલ્લા પાત્ર કે બેરલમાં ઈંધણ મેળવવાની છૂટ અપાઈ છે. કોઈપણ એક ખેડૂત વધુમાં વધુ 200 લિટર સુધી જથ્થો મેળવી શકશે. આ માટે ખેડૂતે ખરાઈ કરાવવાની રહેશે. અફવામાં આવીને ખરીદી ટાળો કચ્છમાં હાલ જરૂરીયાત પુરતું ઇંધણ છે, લોકો જરૂરિયાત મુજબ પુરાવે તે હિતાવહ છે. એકસાથે બધા લોકો પંપ પર ઉમટી પડવાને કારણે સ્ટોક ખાલી થવાની ભીતિ રહે છે, કંપનીઓ દ્વારા નિયમિત રીતે સપ્લાય ચાલુ રાખવામાં આવી રહ્યો છે. કોઈ પણ પંપ ‘ડ્રાય’ ન હોવાથી ગભરાવાની જરૂર નથી. કલેકટરના નામે પંપ સંચાલકોની મનમાની નહીં ચાલે કચ્છના મોટાભાગના પેટ્રોલપંપ સંચાલકોએ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર નિયંત્રણ મૂકી દીધું છે. બાઈકમાં 200, કારમાં 1000 અને મોટો વાહનોમાં 2 હજારનું જ ઇંધણ અપાઈ રહ્યું છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે. પંપ સંચાલકો એવું બહાનું કાઢી રહ્યા છે કે, કલેકટરનો આદેશ હોવાથી વધુ ઇંધણ અપાતું નથી. જોકે આ બાબતે જિલ્લા કલેક્ટર આનંદ પટેલને પૂછતાં જણાવ્યું કે આવો કોઈ આદેશ અમારી કક્ષાએથી કરાયો નથી. લોકોની જરૂરીયાત મુજબ ઇંધણ આપવું જોઈએ. સરકારના નિયમ મુજબ ખુલ્લા ડબ્બા કે બેરલમાં ઇંધણ આપવાનું નથી. ક્રોસચેક કરીને આવા પંપ પર તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    LPG બુકિંગના નિયમોમાં ફેરફાર:એક કનેક્શનમાં 2 બોટલ ધરાવતા ગ્રાહકોનું હવે 35 દિવસે બુકિંગ
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:યુનિ.માં 22 જગ્યા માટે 645એ સ્ક્રિનિંગ ટેસ્ટ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment