Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:યુનિ.માં 22 જગ્યા માટે 645એ સ્ક્રિનિંગ ટેસ્ટ આપી

    1 week ago

    કચ્છ યુનિવર્સિટી દ્વારા ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા વેગવંતી બનાવાઈ છે. ગત 8 માર્ચ 2024ના પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત અન્વયે તાજેતરમાં બિન-શૈક્ષણિક કેડરની 22 જગ્યા માટે ઉમેદવારોની સ્ક્રિનિંગ ટેસ્ટ યોજવામાં આવી હતી. સત્તાવાર માહિતી અનુસાર, વિવિધ 22 જગ્યા માટે કુલ 1372 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 645 ઉમેદવારોએ સ્ક્રિનિંગ ટેસ્ટ આપી હતી. ઉમેદવારોને પરીક્ષા બાદ બીજી OMR શીટ અને પ્રશ્નપત્ર સાથે લઈ જવાની છૂટ અપાઈ હતી. યુનિવર્સિટીની વેબસાઇટ પર પ્રોવિઝનલ આન્સર-કી મૂકી દેવાઇ છે. જો કોઈ ઉમેદવારને આન્સર કી સામે વાંધો હોય, તો તેઓ નિયત નમૂનામાં ઓનલાઈન સૂચનો મોકલી શકે છે. વાંધા સૂચનોના નિરાકરણ બાદ આખરી આન્સર-કી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ, આગામી 12 એપ્રિલના સંભવત ફાઈનલ પરીક્ષા યોજવાનું આયોજન છે. આ પરીક્ષાના મેરિટના આધારે લાયક ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કચ્છ યુનિવર્સિટીની અગાઉની ભરતીમાં વિવાદ થયો હતો અને સરકારે ભરતી રદ કરી હતી. હાલ આ મુદ્દો કોર્ટ કેસમાં છે. ભરતી વિવાદના કારણે કચ્છ યુનિવર્સિટી ભારે ચર્ચામાં આવી હતી.જેથી આ ભરતીમાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા દૂધનો દાઝેલો છાશ ફૂંકીને પીવે તેમ પારદર્શિતા જાળવવામાં આવી રહી છે. કરવામાં આવશે. ત્યારબાદ, આગામી 12 એપ્રિલના સંભવત ફાઈનલ પરીક્ષા યોજવાનું આયોજન છે. આ પરીક્ષાના મેરિટના આધારે લાયક ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કચ્છ યુનિવર્સિટીની અગાઉની ભરતીમાં વિવાદ થયો હતો અને સરકારે ભરતી રદ કરી હતી. હાલ આ મુદ્દો કોર્ટ કેસમાં છે. ભરતી વિવાદના કારણે કચ્છ યુનિવર્સિટી ભારે ચર્ચામાં આવી હતી.જેથી આ ભરતીમાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા દૂધનો દાઝેલો છાશ ફૂંકીને પીવે તેમ પારદર્શિતા જાળવવામાં આવી રહી છે. વિવિધ પોસ્ટ મુજબ ઉમેદવારની સંખ્યા પોસ્ટ જગ્યા ફોર્મ હાજર સિનિયર ક્લાર્ક 7 175 89 જુનિયર ક્લાર્ક 10 846 427 પર્સનલ આસી. 2 246 81 લેબ આસિ. 2 64 30 સી. સુપરવાઇઝર 1 41 18 38 શૈક્ષણિક જગ્યા માટે 28 માર્ચ સુધી ઈન્ટરવ્યુ પ્રક્રિયા ચાલશે કચ્છ યુનિ.માં શૈક્ષણિક સ્ટાફની ભરતી પ્રક્રિયા તેજ બની છે. ગત 8 માર્ચ 2024ના પ્રસિદ્ધ કરાયેલી જાહેરાત મુજબ યુનિ.ના વિવિધ 17 વિભાગોમાં ખાલી પડેલી જગ્યા ભરવા હાલ ઈન્ટરવ્યુનો દોર ચાલી રહ્યો છે. પ્રોફેસરની 5, એસોસિયેટ પ્રોફેસરની 2 અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 31 મળી કુલ 38 જગ્યા માટે ઓનલાઈન અરજી મંગાવાઈ હતી. જોકે, આશ્ચર્યજનક રીતે 4 જગ્યા સામે એકપણ ફોર્મ ભરાયા નથી. 34 જગ્યા માટે જે ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા તેઓને ઈ-મેલ દ્વારા કોલ લેટર મોકલી રૂબરૂ ઇન્ટરવ્યુ માટે બોલાવાયા છે. ઈન્ટરવ્યુ પ્રક્રિયામાં સરકારના પ્રતિનિધિ, જે તે વિભાગના વડા અને વિષય નિષ્ણાતોની બનેલી પેનલ દ્વારા વન-ટુ-વન ઈન્ટરવ્યુ લેવામાં આવી રહ્યા છે. સમગ્ર પ્રક્રિયા 28 માર્ચ સુધી ચાલશે અને ત્યાં સુધી પસંદગી પામેલા ઉમેદવારોના નામ સીલબંધ કવરમાં રાખવામાં આવશે. 28 માર્ચ બાદ મળનારી બોર્ડ બેઠકમાં કવર ખોલીને અંતિમ નિમણૂકની મહોર મારવામાં આવશે તેવું સતાવાર રીતે જાણવા મળ્યું છે. જોકે, બીજી તરફ યુનિવર્સિટીના અતરંગ વર્તુળોમાં હાલ વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે કચ્છના શિક્ષણ જગતના જાણકારોનું માનવું છે કે, અગાઉની ભરતીમાં થયેલા વિવાદોને ધ્યાને રાખીને આ વખતે માત્ર લાયક અને મેરિટ ધરાવતા ઉમેદવારોને જ સ્થાન મળે તે જરૂરી છે. ભલામણો અને સગા-વહાલાવાદને તિલાંજલિ આપીને શૈક્ષણિક નિમણૂકો કરાશે તો જ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણનો લાભ મળી શકશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસીસ:કચ્છ જિલ્લામાં સંગ્રહ શક્તિ સામે 37% ડીઝલ અને 34% પેટ્રોલનો જથ્થો હાલમાં ઉપલબ્ધ
    Next Article
    તંત્ર નિંદ્રાધીન:મેડિકલ કૉલેજનું મહિલા જિમ સ્ટોર રૂમ બન્યું, કસરતનાં સાધનો પર ધૂળ જામી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment