Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્ર નિંદ્રાધીન:મેડિકલ કૉલેજનું મહિલા જિમ સ્ટોર રૂમ બન્યું, કસરતનાં સાધનો પર ધૂળ જામી

    1 week ago

    બરોડા મેડિકલ કોલેજમાં 2023માં 25 લાખના ખર્ચે મહિલા ફેકલ્ટી સ્ટાફ અને વિદ્યાર્થિનીઓ માટે જિમ શરૂ કર્યું હતું. જેમાં કસરતનાં સાધન ઉપલબ્ધ કરાવાયાં હતાં. હાલ તેનો ઉપયોગ સ્ટોર રૂમ તરીકે કરાય છે અને જિમનાં સાધન ધૂળ ખાય છે. મેડિકલ કોલેજ કેમ્પસના ગ્રાઉન્ડ ફ્લોર પર 800 મહિલા પ્રોફેસર, અન્ડર ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક વિદ્યાર્થિનીઓ માટે જિમ શરૂ કરાયું હતું. જેનો હેતુ મેડિકલ ક્ષેત્રે સંકળાયેલી મહિલાઓમાં ફિટનેસ વધારવાનો હતો. જિમમાં ટ્રેડમિલ, ડમ્બેલ અને કાર્ડિયો મશીન સહિતનાં સાધનો છે. જોકે જિમનો સ્ટોર રૂમ તરીકે ઉપયોગ કરાઈ રહ્યો છે અને ટ્રેડમિલ સહિત કસરતનાં સાધનો પર ધૂળના થર જામ્યા છે. કેટલાંક સાધનો પરથી પ્લાસ્ટિક પણ કઢાયું નથી. રૂમમાં પુરવણી, જૂનું ફર્નિચર અને અન્ય ભંગાર સહિતનો સામાન રખાય છે. મહિલા જિમમાં જૂની ખુરશી સહિતની વસ્તુઓ મૂકી રખાઈ છે જિમમાં તપાસ કરતાં ત્યાં પ્યૂન સફાઈ કરી રહ્યો હતો. તેણે જણાવ્યું કે, મહિલાઓ માટેનું જિમ છે, પણ ઉપયોગ સ્ટોર રૂમ તરીકે કરાય છે. જૂની ખુરશી સહિતની ચીજો મૂકી રાખી છે. સાધનો હોસ્ટેલમાં ખસેડવા વિચારણા જે તે સમયે જિમનો ખાસ ઉપયોગ થયો નહોતો. કારણ કે ઉપરથી લોકો જોઈ શકે તેવી ધાસ્તી હતી. હવે તે સાધનોને કોઈ હોસ્ટેલમાં ખસેડવાની વિચારણા છે. જેથી હોસ્ટેલના વિદ્યાર્થી તેનો ઉપયોગ કરી શકે. > ડૉ.રંજન ઐયર, ડીન, બરોડા મેડિકલ કોલેજ
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:યુનિ.માં 22 જગ્યા માટે 645એ સ્ક્રિનિંગ ટેસ્ટ આપી
    Next Article
    દુર્ઘટના:ભાયલીમાં રોડ બેસી જતાં વકીલ સહિત 2 યુવકો બાઈક સાથે ખાડામાં ખાબક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment