Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદ ધવલ પટેલ નેરોગેજ ટ્રેનમાં સામાન્ય મુસાફર બન્યા:ડાંગમાં રેલવે સુવિધાઓ, સમસ્યાઓ જાણી અને 110 વર્ષ જૂના પુલનું નિરીક્ષણ કર્યું

    12 hours ago

    વલસાડના સાંસદ ધવલ પટેલે ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં રેલવે સુવિધાઓ અને લોકોની સમસ્યાઓ સમજવા માટે અનોખી પહેલ કરી. તેઓ ડુંગરડાથી વઘઈ સુધી નેરોગેજ ટ્રેનના જનરલ કોચમાં સામાન્ય મુસાફરો સાથે મુસાફરી કરી, તેમની સમસ્યાઓ, સૂચનો અને જરૂરિયાતો અંગે સીધી માહિતી મેળવી. મુસાફરી દરમિયાન, સાંસદ પટેલે મુસાફરો સાથે રેલવે સેવાઓ, સુરક્ષા અને પરિવહન વ્યવસ્થામાં સુધારા અંગે ચર્ચા કરી. તેમણે આદિવાસી વિસ્તારના લોકોની રોજિંદી અવરજવર અને રેલવે સંબંધિત સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળી, યોગ્ય સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી. આ પ્રવાસ દરમિયાન, સાંસદે ડુંગરડા ખાતેના આશરે 110 વર્ષ જૂના ઐતિહાસિક રેલવે પુલનું નિરીક્ષણ કર્યું. તેમણે પુલની હાલની સ્થિતિ જાણી, તેની તાત્કાલિક મરામત અને જાળવણી માટે રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી. આ પુલ વિસ્તારના રેલવે નેટવર્ક માટે મહત્વપૂર્ણ છે, અને સ્થાનિકો તેની સુરક્ષા માટે લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. સાંસદની આ મુલાકાત દરમિયાન અનેક વડીલો, સ્થાનિક આગેવાનો અને આદિવાસી સમાજના લોકો તેમને મળ્યા. ટ્રેનમાં હાજર મુસાફરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો અને લોકોએ સાંસદના જનસંપર્ક અભિગમની પ્રશંસા કરી. આ પ્રસંગે ડાંગ જિલ્લા સંગઠન પ્રમુખ કિશોર ગામિત, જિલ્લા પંચાયત પ્રમુખ, સોશિયલ મીડિયા કન્વીનર શ્યામ એસ. માહલા, યુવા પ્રમુખ આઝાદસિંહ વાઘેલા સહિત અનેક કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ધવલ પટેલની આ મુલાકાતને ડાંગ જિલ્લાના લોકોની માંગણીઓ અને વિકાસ સંબંધિત પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાના મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે જોવાય છે. આ મુલાકાત દરમિયાન રેલવે માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવી મુસાફરોને સુરક્ષિત અને સુવિધાજનક સેવા આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    આધાર વગર નહીં મળે સ્ટાઇપેન્ડ-સ્કોલરશિપ!:રાજ્ય સરકારનો મોટો નિર્ણય, MKPY અને LIVE યોજનામાં આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત
    Next Article
    જામનગરમાં વસઈ નજીક ચોકલેટના કારખાનામાં આગ:ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, મોટી જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment