Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાંધણ ગેસની કટોકટી વેળાએ સાયબર ઠગો સક્રીય:ઝડપી LPG ડિલિવરીના નામે ઓનલાઈન ઠગાઈનો નવો કીમિયો

    9 hours ago

    કચ્છ સહિત સમગ્ર દેશમાં હાલ રાંધણ ગેસના જથ્થાને લઈને ગંભીર કટોકટી સર્જાઈ છે. એક તરફ સરકાર અને તંત્ર એવા નિવેદનો આપી રહ્યા છે કે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ વાસ્તવિકત સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. કચ્છમાં છેલ્લા ચાર દિવસથી ગેસ એજન્સીઓ બહાર લાગતી લાંબી લાઈનો અને બુકિંગ છતાં ડિલિવરીમાં થતો વિલંબ સરકારના દાવાઓની પોલ ખોલી રહ્યો છે. શુક્રવારના આંકડાઓ પર નજર કરીએ તો, સમગ્ર કચ્છમાં કુલ 28,820 ગ્રાહકોએ ગેસ રિફિલ માટે બુકિંગ કરાવ્યું હતું. તેની સામે સરકારી ત્રણ મુખ્ય ગેસ કંપનીઓ પાસે માત્ર 9,435 બોટલનો જથ્થો જ હાજર હતો. તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વધુ 9,370 બોટલ રસ્તામાં છે, પરંતુ ગ્રાહકોના જણાવ્યા મુજબ બુકિંગ કરાવ્યાના ચાર-ચાર દિવસ વીતી જવા છતાં ગેસના બોટલ મળતા નથી. ગેસની અછતને છુપાવવા માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગ્રાહકોને એક બોટલ લીધાના 25 દિવસ બાદ જ બીજું બુકિંગ કરાવવા દેવામાં આવશે. જો આમાં 4-5 દિવસનો ડિલિવરી સમય ઉમેરવામાં આવે, તો એક સામાન્ય પરિવારને હવે માંડ મહિનામાં એક બોટલ મળે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગેસની અછતને પહોંચી વળવા સરકાર આડકતરી રીતે જથ્થા પર કાપ મૂકી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે. કોમર્શિયલ ગેસના જથ્થામાં સરકારે પહેલાથી જ કાપ મૂક્યો છે, જેના કારણે હોટલો, રેસ્ટોરન્ટો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા રસોડાઓ પર સંકટના વાદળો છવાયા છે. જો યુદ્ધ જેવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં જલ્દી સુધારો નહીં આવે, તો લોકોએ ફરીથી ગેસના બોટલના બદલે ચૂલા કે ઇન્ડકશન સગડી પર રસોઈ બનાવવાની ફરજ પડશે તેમાં કોઈ શંકા નથી. આ ફ્રોડથી કેવી રીતે બચવું? સિલિન્ડર બુકિંગ માટે ગેસ કંપનીઓની સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરો. અજાણી લિંક પર ક્લિક ન કરો, અજાણી વેબસાઇટ પર પેમેન્ટ ન કરવું. LPG બુકિંગ માટે UPI પિન, OTP અને બેંક ડીટેલ શેર ન કરવી. જો છેતરપિંડીનો ભોગ બનો તો હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરો. વહેલી ફરિયાદ કરવાથી, છેતરપિંડીની રકમ ઝડપથી વસૂલ કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ભારત આવશે હજારો ટન LPG, ઈરાનની પરવાનગી; પીરિયડ્સમાં પેઈડ લીવ વાળી અરજી ફગાવાઈ; કુલદીપના લગ્ન, હલ્દીમાં નાચ્યો ચહલ
    Next Article
    બાર કાઉન્સિલની ચૂંટણી:બાર કાઉન્સિલની ચૂંટણીમાં કચ્છના 102 મત રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment