Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મોડીરાતે LPG સિલિન્ડરનાં ભાવ વધ્યાં, રાજ્યમાં 15 જૂને ચોમાસું એન્ટ્રી લેશે; કોકરોચ જનતા પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે

    1 week ago

    નમસ્તે, કોકરોચ જનતા પાર્ટીએ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ, યુદ્ધ છતાં ઈરાની ફૂટબોલ ટીમને અમેરિકી વિઝા મળી ગયા છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં ભારતીય ટીમના સૌથી યુવા ક્રિકેટર બનેલા વૈભવ સૂર્યવંશીના સમાચાર પણ જણાવીશું... આજે રાતે 12 વાગ્યાથી જ ઘરેલુ LPG સિલિન્ડર 29 રૂપિયા મોંઘો થયો છે. નવા દર આજથી જ લાગુ થઈ ગયા છે. દિલ્હીમાં હવે 14.2 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની કિંમત ₹913 થી વધીને ₹942 થઈ જશે. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝના ભારત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. 📰 કાલના મોટા સમાચારો 1. દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું 5 કલાક પ્રદર્શન:અભિજીતે શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું; આવતા શનિવારે ફરી જંતર-મંતર પર એકઠા થવાનું એલાન NEET પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે કોકરોચ જનતા પાર્ટી, એટલે કે CJP એ શનિવારે દિલ્હીના જંતર-મંતર પર 5 કલાક પ્રદર્શન કર્યું. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ કહ્યું કે મંત્રી આજે સાંજે 5 વાગ્યા સુધીમાં રાજીનામું આપે, નહીં તો આખા દેશમાં પ્રદર્શન કરવામાં આવશે. આવતા શનિવારે, એટલે કે 13 જૂને જંતર-મંતર પર ફરી પ્રદર્શન કરશે. CJP ને જંતર-મંતર પર આજે સાંજે 5 વાગ્યા સુધી પ્રદર્શન કરવાની પરવાનગી મળી હતી, પરંતુ લગભગ 3 વાગ્યે જ અભિજીત અને સોનમ વાંગચુક ધરણા સ્થળ પરથી રવાના થઈ ગયા હતા. આ પછી પ્રદર્શન સમાપ્ત થઈ ગયું. અભિજીત શનિવારે સવારે જ અમેરિકાથી દિલ્હી પાછા ફર્યા હતા. તેઓ એરપોર્ટથી સીધા જંતર-મંતર પહોંચ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. યુદ્ધ છતાં ઈરાની ફૂટબોલ ટીમને અમેરિકી વિઝા મળ્યા:સપોર્ટ સ્ટાફને હજુ સુધી મંજૂરી નથી, ઈરાને કહ્યું- આ ભેદભાવ છે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ છતાં ઈરાની ફૂટબોલ ટીમના ખેલાડીઓને અમેરિકાના વિઝા મળી ગયા છે. જોકે, ટીમના ઘણા સપોર્ટ સ્ટાફ અને અધિકારીઓને હજુ સુધી અમેરિકી વિઝા મળ્યા નથી. આ અંગે ઈરાને અમેરિકા પર ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. ઈરાની સરકારી મીડિયા અનુસાર, ફૂટબોલ ફેડરેશનના મહાસચિવ હેદાયત મોમ્બેની, ઉપાધ્યક્ષ મેહદી મોહમ્મદ નબી સહિત 14 અધિકારીઓ અને સહયોગી સ્ટાફ હજુ પણ વિઝાની રાહ જોઈ રહ્યા છે. ફેડરેશનનું કહેવું છે કે આનાથી ટીમને સમાન તક મળી રહી નથી અને તે આ મામલો ફીફા સમક્ષ ઉઠાવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. વૈભવ સૂર્યવંશી ઈન્ડિયન ટીમમાં સિલેક્ટ થનાર સૌથી યુવા ક્રિકેટર:15 વર્ષ, 71 દિવસની ઉંમરે સિલેક્શન થયું; શ્રેયસ T20નો નવો કેપ્ટન; સૂર્યાને ટીમમાં સ્થાન પણ ન મળ્યું વૈભવ સૂર્યવંશી ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારો અત્યાર સુધીનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. 15 વર્ષ અને 71 દિવસની ઉંમર ધરાવતા વૈભવની જૂન-જુલાઈમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝની સાથે-સાથે સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે પણ પસંદગી કરવામાં આવી છે. એશિયન ગેમ્સમાં ક્રિકેટની મેચ T20 ફોર્મેટમાં જ રમાય છે. શ્રેયસ અય્યરને T20 ફોર્મેટમાં ભારતનો નવો કેપ્ટન બનાવ્યો છે. વર્લ્ડ કપ જીતનારા સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે અને તેને ટીમમાંથી પણ બહાર કરી દેવાયો છે. તિલક વર્માને T20 ટીમના વાઇસ-કેપ્ટન બનાવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. દિલ્હી અગ્નિકાંડ- રસોઈયો પકડાયો, સૌથી પહેલાં તે ભાગ્યો હતો:હોટલ માલિક 15 દિવસ તિહાર જેલમાં રહી ચૂક્યો છે, બાંગ્લાદેશીઓના નકલી દસ્તાવેજો બનાવ્યા હતા દિલ્હીના માલવીય નગરની ફ્લોરિશ સ્ટે હોટલમાં આગ લાગી હતી. પોલીસે દુર્ઘટનાની તપાસ માટે હોટલના રસોઈયા કેશવ નેગીની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગ રસોઈયાની બેદરકારીને કારણે લાગી હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રસોઈયા કેશવે જ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલા રેસ્ટોરન્ટના કિચનમાં વીજળીથી ચાલતો ચૂલો હતો. તેમાં વિસ્ફોટ થયા બાદ જ આગ લાગી હતી, જે આખી હોટલમાં ફેલાઈ ગઈ હતી. માલવીય નગરના હૌજરાની ફ્લોરિશ સ્ટે BB'માં 3 જૂને સવારે લગભગ 8.30 વાગ્યે આગ લાગી હતી અને પાંચ માળની ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. મૃત્યુ પામેલા લોકોમાં 21 લોકો સામેલ હતા. જેમાં 13 વિદેશીઓ પણ હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચોમાસું મહારાષ્ટ્ર-આંધ્રપ્રદેશ સુધી પહોંચ્યું, MP-છત્તીસગઢમાં મોડું પહોંચશે:કેરળમાં આજે વરસાદનું રેડ એલર્ટ, વાયનાડ-કાસરગોડમાં સ્કૂલો બંધ, ટ્રેકિંગ પર પ્રતિબંધ ત્રણ દિવસના વિલંબ બાદ ચોમાસાએ ગતિ પકડી છે. શનિવારે તે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ અને મણિપુર પહોંચી ગયું. આ પહેલા તે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને ગોવામાં પ્રવેશ કરી ચૂક્યું છે. કેરળના મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્રિશૂરમાં ઝાડ પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું. વાયનાડ અને કાસરગોડમાં શાળાઓ બંધ છે, જ્યારે ટ્રેકિંગ અને પહાડી રસ્તાઓ પર રાત્રિના પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બિહારમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા. રાજસ્થાન, એમપી, યુપી, દિલ્હી, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતમાં 24 કલાક ભારે પવન સાથે વરસાદનું યલો એલર્ટ:પ્રી-મોન્સૂન એક્ટિવિટી યથાવત, સત્તાવાર ચોમાસાનું આગમન 15 જૂન આસપાસ જ થશે રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના વધુ ભાગો, ગોવા અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ તેની અસરો જોવા મળશે. જ્યારે મુંબઈમાં આ વર્ષે ચોમાસું સમયસર કે વહેલું દસ્તક આપી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વરસાદનું જોર થોડું ઘટશે, પરંતુ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગરમાં સાત દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. મૂળ હરિયાણાના જી.એસ.મલિક રાજ્યના નવા DGP:રાવ CID ક્રાઇમ અને જેલ ડીજી તરીકે યથાવત; અમદાવાદ પોલીસ કમિશનરની રેસમાં 3 નામ મૂળ હરિયાણાના અને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકને રાજ્યના નવા DGP બનાવાયા છે. 1 જાન્યુઆરી, 2026થી ઇન્ચાર્જ ડીજીપી તરીકે કે.એલ.એન રાવ કાર્યરત હતા. 5 મહિના ચાર્જ બાદ કાયમી ડીજીપીની નિમણૂક કરવામાં આવી છે. કે.એલ.એન રાવ CID ક્રાઇમ અને જેલમાં ડીજી તરીકે યથાવત રહેશે. અમદાવાદ શહેરને પણ નવા પોલીસ કમિશનર મળશે. 1993ની બેચના IPS જી.એસ.મલિક BSF અને CISFના ADG પણ રહી ચૂક્યા છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા શનિવારે(6 જૂન) પોલીસ બેડામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સૌથી મોટા આદેશાત્મક ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી. સિનિયર IPS અધિકારી જી.એસ. મલિકને ગુજરાત રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : સૌરવ ગાંગુલી બોલ્યા-મેં યુસુફ પઠાણને સાંસદ પદ છોડવા કહ્યું નથી:મમતાએ મારા દ્વારા કોઈ રાજકીય સંદેશ મોકલ્યો નથી, રાજકારણ સાથે મારે કોઈ લેવાદેવા નથી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પની ગુપ્ત માહિતીમાં નેતન્યાહુને રસ પડ્યો:US ઈન્ટેલિજન્સ વિભાગનું ગંભીર એલર્ટ, મિત્ર બની ઇઝરાયલે પીઠમાં ખંજર ભોંક્યું; સરકારની અંદરની વાતો જાણવા જાસૂસ એક્ટિવ કર્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં:વકીલે કહ્યું- આગોતરા જામીન અરજી કરશે, FIR ખોટી છે; ગોળીબાર તેમના કારણે થયો નથી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઉત્તર કોરિયા હવે માત્ર ચીનના ભરોસે નથી:પુતિન-કિમ જોંગની નિકટતાથી જિનપિંગની ચિંતા વધી, 7 વર્ષ પછી ઉત્તર કોરિયા જશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : આ અઠવાડિયે કિંમતોમાં ભારે ગાબડું:ચાંદીમાં 6 હજારથી વધુ અને સોનામાં 2200નો ઘટાડો થયો; સોનું ખરીદતી વખતે રાખો આ 2 બાબતોનું ધ્યાન વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : કેપ્ટનશીપ જતા જ મહારાષ્ટ્રના CMને મળ્યો સૂર્યા:ક્રિકેટથી લઈને રાજકારણમાં ખળભળાટ, પોલિટિકલ પાવર બતાવ્યો કે ભાજપમાં જોડાશે? અચાનક હકાલપટ્ટી પાછળ શું કારણ? વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 8 જૂને ગુરુ-શુક્રનું મહામિલન રચશે 'ગજલક્ષ્મી રાજયોગ':મેષ, સિંહ અને કર્ક સહિત 7 રાશિ પર થશે પૈસાનો વરસાદ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ગર્લફ્રેન્ડને આઇફોન આપવા માટે 11 લાખના નળ ચોર્યા નાગપુરમાં બે સગીરોએ ગર્લફ્રેન્ડને આઇફોન ગિફ્ટ કરવા માટે ગોદામમાંથી લગભગ ₹11 લાખના ડિઝાઇનર નળ ચોરી લીધા. બાદમાં આખો માલ માત્ર ₹20 હજારમાં વેચી દીધો. પોલીસે 12 કલાકમાં બંનેને પકડીને ₹6.5 લાખનો સામાન જપ્ત કર્યો. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : સંઘવીની રેલીમાં MLAની સાયકલની ચેઈન ઉતરી ગઈ: દારૂબંધીનું પાલન કરાવવા નાગરીકો પોલીસને પગે પડ્યા; મનસુખ વસાવા બોલ્યા, ‘ઘરે મહુડાનો બનાવો’ 2. આજનું એક્સપ્લેનર: ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું કેમ નહીં આપે, 4 સંકેતો સમજો; આખરે કોકરોચ જનતા પાર્ટી શા માટે તેમની પાછળ પડી છે 3. ભાસ્કર એક્સપ્લેનર : કોકરોચ ક્યારેય મરતા કેમ નથી?: મેટિંગ વિના બચ્ચા પેદા કરવાની શક્તિ, માથું કપાયા પછી પણ જીવતા રહે છે; ડાયનાસોર કરતાં પણ સિનિયર કોકરોચના કિસ્સાઓ 4. DB REELS: 'બજેટના ઠેકાણાં નથી પણ મ્યુઝિક બાહુબલીના ટક્કરનું જોઈએ': 'અરવિંદભાઈએ 'બિગ બોસ' માટે પાછી ટ્રાય કરવી જોઈ', મ્યૂઝિક ડિરેક્ટર કેદાર સાથે ભાસ્કરની ચીટ-ચેટ 5. 'આર્મી સાથે મળીને આતંકવાદીઓ સામે લડ્યા, સરકારે ઘર ઉજાડ્યું': મંત્રીએ કહ્યું, ખબર નથી કોણે આદેશ આપ્યો; વન વિભાગે 60 વર્ષ જૂની વસાહત તોડી પાડી ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: મેષ, વૃશ્ચિક, મકર અને મીન રાશિને ચારે બાજુથી સફળતાના સંકેત, ધન જાતકોને રોકાણથી લાભના યોગ વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હોવાનો ઈરાનનો આરોપ:કહ્યું- તેમનાં કારણે વિસ્તારની સુરક્ષા જોખમમાં, હવે જે પરિસ્થિતિઓ બનશે તેના માટે US જવાબદાર
    Next Article
    Pakistan Interior Minister Mohsin Naqvi Visits Tehran For Third Time In Weeks Amid US-Iran Tensions

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment