Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અમદાવાદમાં ઇન્ટિરિયર ડિઝાઇનર રેપ કેસના આરોપીને પોલીસે ગોળી ધરબી, USમાં 5 લાખ ભારતીય પર તલવાર લટકી, મમતા બેનર્જીની કાર પર હુમલો

    18 hours ago

    નમસ્તે, પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો. ઘટનામાં તેમનો જીવ પણ જઈ શકતો હતો. ઝારખંડ સરકારે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓની કેટલીક માગણીઓ માની લીધી છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ બતાવીશું કે ઈરાનના સુપ્રિમ લીડરનો વીડિયો એવા સમયે સામે આવ્યો જ્યારે તેમના મોતનો દાવો કરવામાં આવી રહ્યો હતો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દારૂ નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલના જામીન વિરુદ્ધ EDની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી. 2. ઝારખંડમાં PSC પરીક્ષા રદ્દ કરવાની માગને લઈને વિધાનસભાનો ઘેરાવ. 📰 કાલના મોટા સમાચારો 1. 'મોટા-મોટા પથ્થરો માર્યા, માથું ફાટી જાત':પશ્ચિમ બંગાળમાં મમતા પર હુમલો; કહ્યું- મરતાં-મરતાં બચ્યાં, પોલીસની સામે ટોળાએ કાર પર માટી-કાદવ લગાવ્યો પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે આરોપ લગાવ્યો કે તેમની ગાડી પર પથ્થરમારો કરી હુમલો કરવામાં આવ્યો. પોલીસની સામે ભીડે ગાડી રોકી લીધી. કાર પર માટી અને કાદવ લગાવી દીધો. કેટલાક લોકોએ જૂતા-પથ્થરો પણ ફેંક્યા. જો બારી ખુલ્લી હોત તો માથું ફાટી જાત, મૃત્યુ પણ થઈ શકત. ખરેખરમાં મમતા ઉત્તર 24 પરગના જિલ્લામાં એક ટીએમસી કાર્યકર્તાના મૃત્યુ પછી તેના પરિવારને મળવા જઈ રહ્યા હતા. રસ્તામાં બિજપુર પાસે સ્થાનિક ભીડે તેમનો કાફલો રોકી લીધો. પ્રદર્શનકારીઓએ ‘ચોર-ચોર'ના નારા લગાવ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ઝારખંડમાં વિદ્યાર્થીઓનું આંદોલન ચાલુ રહેશે: સરકારે 98% માંગણીઓ સ્વીકારી, CGL પરીક્ષા રદ કરવા પર સહમતિ ન બની, કાલે વિધાનસભાનો ઘેરાવો ઝારખંડમાં JPSC-JSSC પરીક્ષામાં ગેરરીતિને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન ચાલુ રહેશે. રવિવારે વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે ત્રીજા તબક્કાની બેઠક યોજાઈ હતી, જેમાં સરકારે વિદ્યાર્થીઓની લગભગ 50% માંગણીઓ સ્વીકારી લીધી હતી. વિદ્યાર્થીઓ અનુસાર, JPSC-PT પરીક્ષા રદ કરવા પર સરકારે સહમતિ દર્શાવી છે. જોકે, JSSC-CGL પરીક્ષા રદ કરવા અંગે સહમતિ બની શકી નથી. આ મામલાની તપાસ નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કરવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ઈરાને સુપ્રીમ લીડર મોજતબા ખામેનીનો વીડિયો જાહેર કર્યો:યુદ્ધ પછી પહેલીવાર દેખાયા, જમીન પર બેસી લોકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનીનો યુદ્ધ પછીનો પહેલો વીડિયો સામે આવ્યો છે. તેને ઈરાનની ન્યૂઝ એજન્સી મેહરે જાહેર કર્યો છે. આમાં મોજતબા જમીન પર બેઠેલા લોકોની વચ્ચે દેખાઈ રહ્યા છે અને તેમની સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. સુપ્રીમ લીડર બન્યા પછી આ તેમનો પહેલો વીડિયો છે. જોકે, વીડિયો ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો હતો, તેની જાણકારી આપવામાં આવી નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 4. વેણુગોપાલે કહ્યું- કોંગ્રેસીઓ એવું ન બોલે, જેનાથી ભાજપ ખુશ થાય:થરૂરે રાહુલના વિદ્યાર્થીઓના ગુંજ કાર્યક્રમ પર કહ્યું હતું કે- આ અસર કરી શક્યું નથી કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે રવિવારે પાર્ટીના નેતાઓને ભાજપને ખુશ કરતા નિવેદનો આપવાનું ટાળવા જણાવ્યું. વેણુગોપાલે આ ટિપ્પણી શશિ થરૂરના રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થરૂરે શુક્રવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીનો 'છાત્રોની ગુંજ' કાર્યક્રમ Gen-Z વચ્ચે એટલી અસર કરી શક્યો ન હતો, જેટલી 'કોકરોચ જનતા પાર્ટી'ના વિરોધ પ્રદર્શનોએ કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. H-1B વિઝા ધારકોની નોકરી ગઈ તો અમેરિકા છોડવું પડશે: નવી નોકરી શોધવા માટે નહીં મળે 60 દિવસની મુદત, 5 લાખ ભારતીયો પર પડશે અસર અમેરિકામાં H-1B વિઝા પર કામ કરી રહેલા વિદેશી કર્મચારીઓની મુશ્કેલી વધી શકે છે. અમેરિકી સરકાર નોકરી ગુમાવ્યા પછી નવી નોકરી શોધવા માટે મળતી 60 દિવસની મુદત સમાપ્ત કરવા પર વિચાર કરી રહી છે. જો આ ફેરફાર લાગુ થાય છે, તો નોકરી ગુમાવ્યા પછી અમેરિકામાં રહેવું મુશ્કેલ બની શકે છે. આ પ્રસ્તાવ હાલમાં વ્હાઇટ હાઉસના ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ (OMB)ને મોકલવામાં આવ્યો છે. હાલમાં આ નિયમ બન્યો નથી. આપવામાં આવેલા આંકડા મુજબ, અમેરિકામાં H-1B વિઝા પર કામ કરી રહેલા લગભગ 5 લાખ ભારતીયો પર તેની અસર પડી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. મહાકાળના દર્શન કરીને પરત ફરતાં પંચમહાલનાં 6 યુવકોનાં મોત:ઉજ્જૈન હાઈવે પર રોંગ સાઈડથી આવતી ટ્રકે ઈકોને ટક્કર મારી, વાનમાં ફસાયેલાં મૃતદેહને કાચ તોડી બહાર કઢાયા મધ્યપ્રદેશના ધાર નજીક સર્જાયેલા એક અત્યંત દર્દનાક અને ભયાનક માર્ગ અકસ્માતમાં પંચમહાલ જિલ્લાના 6 વ્હાલસોયા યુવાનોના અકાળે મોત નીપજ્યા છે. ઉજ્જૈન મહાકાળના દિવ્ય દર્શન કરીને ખુશી-ખુશી પરત ફરી રહેલા આ મિત્રોની કારને રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક બેકાબૂ ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ ગોઝારી હોનારતમાં ગોધરા અને શહેરા પંથકના છ યુવકોએ પ્રાણ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. અમદાવાદમાં ગળે વાયર બાંધી ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે સિક્યુરિટી ગાર્ડનું દુષ્કર્મ:વોકિંગ કરવા ધાબે પહોંચતા સંબંધ બાંધવા માગ કરી, ઇન્કાર કર્યો તો મોઢું દબાવી હેવાનિયત આચરી અમદાવાદના આનંદનગર વિસ્તારની એક સોસાયટીમાં ફલેટ ભાડે રાખીને રહેતી યુવતી સાથે સોસાયટીના જ સિક્યુરિટી ગાર્ડે ગળે વાયર બાંધીને એક કલાક સુધી દુષ્કર્મ આચર્યું હતું. યુવતી વોકિંગ કરવા ધાબે પહોંચતા સંબંધ બાંધવા માગ કરી હતી, ઇન્કાર કર્યો તો મોઢું દબાવી હેવાનિયત આચરી હતી. સિક્યુરિટી ગાર્ડ લિફ્ટમાં ધાબા પર આવતો અને દુષ્કર્મ આચર્યા બાદ જતો હોય તે CCTVમાં કેદ થયું છે. યુવતી ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરે છે અને હાલમાં સારવાર હેઠળ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : પંજાબમાં BSFના ફાયરિંગમાં શંકાસ્પદ ઘૂસણખોર ઠાર:અમૃતસરમાં બોર્ડર પર ગોળી મારી, કાંટાળી તાર પાર કરવાનો પ્રયાસ કર્યો; તમાકુનું પેકેટ મળ્યું (સંપૂર્ણ સમાચાર વાંચો) 2.ઈન્ટરનેશનલ : નેપાળ PM બાલેન સોમવારે પહેલા ભારતીય રાજદૂતને મળશે:પછી ચીનના દૂત સાથે વાત થશે, બીજા દિવસે અમેરિકાના અધિકારી સાથે વન-ટુ-વન બેઠક (સંપૂર્ણ સમાચાર વાંચો) 3.નેશનલ : કેજરીવાલે PM મોદી પર ફરી નિશાન સાધ્યું:કહ્યું- દેશમાં E20 લાગુ કરવામાં આવી રહ્યું છે, વિરોધ કરનારાઓની પોસ્ટ પણ સો.મીડિયા પરથી હટાવવામાં આવી રહી છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 4.ઈન્ટરનેશનલ : પીએમ મોદીએ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી:ભારત-અમેરિકા ભાગીદારી મજબૂત કરવા પર ચર્ચા; વેન્સને પુત્રના જન્મ પર અભિનંદન પાઠવ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 5.બિઝનેસ : સામાન્ય ગ્રાહકો માટે UPI ફ્રી જ રહેશે:વિવાદ પર નાણામંત્રીની સ્પષ્ટતા; ₹2,000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ચાર્જ સંભવ (સંપૂર્ણ સમાચાર વાંચો) 6.સ્પોર્ટ્સ : શાહનવાઝ ખાને લોંગ જમ્પમાં બ્રોન્ઝ જીત્યો:U20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનો ત્રીજો મેડલ, ત્રીજા રાઉન્ડમાં 7.84 મીટરની છલાંગ લગાવી (સંપૂર્ણ સમાચાર વાંચો) 7.ધર્મ : આ સપ્તાહ કેવું રહેશે?:મેષ રાશિના જમીન-સંપત્તિના પ્રશ્નો ઉકેલાશે, સિંહ રાશિની ગ્રહ દશામાં સાનુકૂળ પરિવર્તન આવશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પંચાત કરીને કરોડો રૂપિયા કમાયા કોલંબિયાની એક મહિલાએ પંચાતને જ કમાણીનું સાધન બનાવી લીધું. તે લોકોના રહસ્યો એકઠા કરીને તેમને જણાવવા કે છુપાવવાના પૈસા લે છે. સંવેદનશીલ માહિતી છુપાવવા માટે ₹150થી ₹300 ચાર્જ કરે છે. મરિયમે આ કમાણીથી બે ઘર પણ ખરીદ્યા છે. તેમને એક અફેર છુપાવવાના બદલામાં ₹16 હજાર મળ્યા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. જનસંઘ-BJPના પ્રમુખને ચાલુ ટ્રેને બહાર ફેંકી દેવાયા!:ભેદી હાલતમાં રેલવે ટ્રેક પરથી લાશ મળી; કૌભાંડ ખોલે તે પહેલાં જ ચૂપ કરી દેવાયા? 2. 2027ની ચૂંટણીમાં જેન-ઝી નિર્ણાયક બનશે?:1 કરોડ યુવા મતદારોમાંથી ABVP-NSUI સાથે 6% લોકો જોડાયેલા, વિદ્યાર્થી સંગઠનોની આક્રમકતા પાછળનું આ છે અસલી કારણ 3. આજનું એક્સપ્લેનર:પાકિસ્તાન પર હુમલો થશે તો સાઉદી-તુર્કી લડવા આવશે, આખરે શું છે 'મક્કા એગ્રીમેન્ટ'; ભારત કેવી રીતે સામનો કરશે? 4. કપડાં કાઢીને માર માર્યો, છત પરથી લટકાવ્યો, આંખોમાં કેમિકલ નાખ્યું:મિત્રની ગદ્દારીથી PAKમાં ફાંસીની સજા, બચીને પાછો ફર્યો તો પત્ની સાથે ફરી લગ્ન કર્યા; પાર્ટ-2 5. '8 વર્ષનો દીકરો તોતડું બોલે છે':'શિક્ષક ઠપકો આપે છે, બાળકો મજાક ઉડાવે છે, શું કરું? ડોક્ટર પાસેથી જાણો ભાષા સુધારવાની સરળ રીતો 6. 4800 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભગાડ્યા તો ગયા ક્યાં:બોર્ડર પર સન્નાટો, હોલ્ડિંગ સેન્ટર પણ ખાલી, બાંગ્લાદેશે કહ્યું- 73 લોકો જ આવ્યા 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: વૃષભ જાતકોના આવકના સ્ત્રોત વધશે, સિંહ રાશિના લોકોને પ્રોપર્ટીને લગતા કામમાં સફળતા મળશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Woman Takes 85-Year-Old Grandmother On Her First-Ever Flight To Goa, Her Excitement Wins Hearts Online
    Next Article
    સોલાર ગર્લ પાયલ મુંજપરાનું ખેરાળી ગામે સન્માન:PM સૂર્ય ઘર યોજનામાં યોગદાન બદલ સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment