Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ઘરેલુ LPG પૂરતો, કાળાબજારી સામે કડક કાર્યવાહી કરાશે:કલેક્ટર કે.બી. ઝવેરીએ ગેસ એજન્સીઓને ચેતવણી આપી

    11 hours ago

    મોરબી જિલ્લામાં ઘરેલુ એલપીજીના કાળાબજાર રોકવા માટે કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને એક તાકીદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એસપી મુકેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે ગેસ એજન્સીઓ અને વિતરકોને ઘરેલુ ગેસ સિલિન્ડરનો હેતુફેર કે કાળાબજાર ન કરવા તાકીદ કરી હતી. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે જો કોઈ ગેસ એજન્સી કે વિતરક ઘરેલુ એલપીજીના કાળાબજાર કરતા પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એસપી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, એલપીજીના કાળાબજાર કરનારા તત્વો સામે આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ધરપકડ કરીને કાર્યવાહી કરાશે. ભવિષ્યમાં પાસા જેવી કડક કાર્યવાહી પણ થઈ શકે છે. આવી એજન્સીઓના લાયસન્સ રદ કરીને તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. તેમણે ગેસ વિતરણકર્તાઓને વર્તમાન સંજોગોમાં ગંભીરતા દાખવવા અપીલ કરી હતી. એલપીજી સ્ટોકના પરિવહન અને કાર્યક્ષમ વિતરણ માટે ગેસ એજન્સીઓને પોલીસ સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે. ગેસનું પરિવહન અને વિતરણ ફક્ત માન્ય વાહનોમાં જ કરવાનું રહેશે. કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ છતાં મોરબી જિલ્લામાં ઘરેલુ એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ઘરેલુ ગેસ સિલિન્ડર અને પીએનજી ગેસ પાઇપલાઇન દ્વારા પૂરા પાડવામાં આવતા ગેસનો પણ પૂરતો જથ્થો છે. ઘરેલુ એલપીજીનો પૂરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે, કેન્દ્ર સરકારના સૂચન હેઠળ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારોમાં ૨૫ દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં ૪૫ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ, હાલ કોમર્શિયલ સિલિન્ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવ્યું છે. જોકે, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે તેમની જરૂરિયાત મુજબ એલપીજીની ફાળવણી ચાલુ રહેશે. આ સમયે ગેસ વિતરણ કરતી એજન્સીઓ અને વિતરકો સાથે બિનજરૂરી સંઘર્ષ ન કરવા અને તેમને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડિયાએ જણાવ્યું હતું કે, તમામ ગેસ વિતરકોએ ગેસ સ્ટોકની આવક-જાવકનું મેન્યુઅલ રજિસ્ટર ફરજિયાત નિભાવવું પડશે. ઉપરાંત, ઓનલાઈન ડેટા એન્ટ્રી પણ કરવાની રહેશે. જો કોઈ શંકાના દાયરામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો રદ:ગેરરીતિ બદલ ₹1.60 લાખનો દંડ ફટકારાયો
    Next Article
    પરીક્ષિતા રાઠોડે બનાસકાંઠા બોર્ડર રેન્જના નવા IG તરીકે ચાર્જ સંભાળ્યો:પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment