Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરીક્ષિતા રાઠોડે બનાસકાંઠા બોર્ડર રેન્જના નવા IG તરીકે ચાર્જ સંભાળ્યો:પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂક્યો

    12 hours ago

    બનાસકાંઠા બોર્ડર રેન્જના નવા ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે પરીક્ષિતા રાઠોડે પાલનપુર ખાતે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. આ રેન્જ અંતર્ગત પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના કાર્યક્ષેત્રનો સમાવેશ થાય છે. પાલનપુર આગમન સમયે બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષકો (SP) સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. અનુભવ અને પ્રાથમિકતાઓ નવનિયુક્ત IGP પરીક્ષિતા રાઠોડ અગાઉ પાટણ અને કચ્છ ઈસ્ટમાં SP તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. પદભાર ગ્રહણ કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, આ અગાઉના અનુભવને કારણે તેઓ સરહદી જિલ્લાઓની ભૌગોલિક અને સુરક્ષા સંબંધી પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. આગામી એક્શન પ્લાન ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે ત્રણેય જિલ્લાના SP સાથે સમીક્ષા બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. તેમની મુખ્ય પ્રાથમિકતાઓમાં ગુના નિયંત્રણ અને સરહદી સુરક્ષા જેવી બાબતોનો સમાવેશ થાય છે: ગુના નિયંત્રણ: સાયબર ક્રાઈમ, નાર્કોટિક્સ અને પ્રોહિબિશન (દારૂબંધી) જેવી પ્રવૃત્તિઓ પર કડક અંકુશ મેળવવો. જનસંપર્ક: પોલીસ સ્ટેશને આવતા ફરિયાદીઓને ન્યાય મળે અને તેઓ પોલીસની કામગીરીથી સંતુષ્ટ થાય તેવા પ્રયાસો કરવા. સરહદી સુરક્ષા: બોર્ડર રેન્જના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ઘરેલુ LPG પૂરતો, કાળાબજારી સામે કડક કાર્યવાહી કરાશે:કલેક્ટર કે.બી. ઝવેરીએ ગેસ એજન્સીઓને ચેતવણી આપી
    Next Article
    મનપાનો 'હીટવેવ એક્શન પ્લાન':બપોરે 1 થી 4 શ્રમિકોને આરામ અને શાળાઓના સમયમાં ફેરફારની સૂચના, જાહેર બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment