Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રાઝિલમાં લુલા સામે હાર ન પચાવી શક્યા ફ્લાવિયો:પત્ની અને બે દીકરી સાથે ટ્રમ્પના શરણે જવા રાતોરાત દેશ છોડી ભાગ્યા, ભ્રષ્ટાચારની તપાસ વચ્ચે સરકારે પાસપોર્ટ રદ કર્યો

    15 hours ago

    બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી હાર્યા બાદ દક્ષિણપંથી નેતા ફ્લાવિયો બોલ્સોનારો અમેરિકા જવા રવાના થઈ ગયા છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર, ફ્લાવિયોના એક સહયોગીએ મંગળવારે તેની પુષ્ટિ કરી હતી. એક અમેરિકી અધિકારીએ પણ રોયટર્સને જણાવ્યું કે ફ્લાવિયો અમેરિકા આવી રહ્યા છે. તેમની પત્ની અને બે પુત્રીઓ પણ તેમની સાથે છે. તેઓ અમેરિકામાં રાજકીય આશ્રય માંગી શકે છે. ફ્લાવિયો રવિવારે યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સામે હારી ગયા હતા. તેમને બીજા તબક્કામાં 48% મત મળ્યા, જ્યારે લુલાને 52% મત મળ્યા હતા. ચૂંટણીમાં હાર્યા બાદ ફ્લાવિયોએ પરિણામો સ્વીકાર્યા નહોતા. પાસપોર્ટ જમા ન કરાવ્યો, પોલીસે તપાસ શરૂ કરી ફ્લાવિયોને સોમવારે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે 24 કલાકની અંદર પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. તેમની સામે ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને કરચોરીના કેસોમાં તપાસ ચાલી રહી છે. પોલીસને આશંકા હતી કે તેઓ તપાસથી બચવા માટે દેશ છોડી શકે છે. મંગળવારે સવારે 11 વાગ્યા સુધી ફ્લાવિયોએ પાસપોર્ટ જમા કરાવ્યા નહોતા. પોલીસને તેમના દેશ છોડીને ભાગી જવાની શંકા થઈ, ત્યારબાદ તેમની શોધખોળ શરૂ કરી દેવામાં આવી. મંગળવાર સાંજ સુધી પાસપોર્ટ જમા ન કરાવતા અધિકારીઓએ તેમના પાસપોર્ટ રદ કરી દીધા. આર્જેન્ટિનાના માર્ગે અમેરિકા જવાની ચર્ચા ફ્લાવિયો અમેરિકા જવાના અહેવાલો વચ્ચે એવું પણ કહેવામાં આવ્યું કે તેઓ પહેલા આર્જેન્ટિના પહોંચ્યા હતા. આર્જેન્ટિનામાં તેમના નજીકના સહયોગી અને દક્ષિણપંથી રાષ્ટ્રપતિ જાવિયર મિલેઈની સરકાર છે. મીડિયા અહેવાલો મુજબ, બ્રાઝિલ-આર્જેન્ટિના સરહદ નજીક ઇગુઆઝુ એરપોર્ટ પર એક ખાનગી વિમાન ઊતર્યું હતું. અધિકારીઓએ વિમાન અને તેના ક્રૂની તપાસ કરી, પરંતુ ઉડાન સાથે જોડાયેલા દસ્તાવેજોમાં બોલ્સોનારો પરિવારના કોઈ સભ્યનું નામ મળ્યું નહીં. આર્જેન્ટિના સરકારે પણ કહ્યું કે ફ્લાવિયો દેશમા આવ્યા હોવાનો કોઈ રેકોર્ડ નથી. બીજી તરફ, બ્રાઝિલની પોલીસનું કહેવું છે કે ફ્લાવિયો કોઈ અધિકૃત બોર્ડર ચેકપોસ્ટ પરથી દેશ છોડીને ગયા નથી. પિતા પણ ચૂંટણી હાર્યા બાદ અમેરિકા ગયા હતા ફ્લાવિયોના પિતા અને બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ પણ 2022માં લુલા સામે ચૂંટણી હાર્યા બાદ પરિણામ સ્વીકાર્યું નહોતું. તેઓ અમેરિકા ચાલ્યા ગયા હતા અને લાંબા સમય સુધી ત્યાં રહ્યા હતા. બાદમાં બ્રાઝિલ પરત ફર્યા ત્યારે તેમને તખ્તાપલટનું કાવતરું રચવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને 27 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. ફ્લાવિયોના નાના ભાઈ એડુઆર્ડો બોલ્સોનારો પણ અમેરિકામાં રહે છે. તેમણે ચૂંટણી પહેલાં કહ્યું હતું કે જો ફ્લાવિયો ચૂંટણી હારી જાય, તો તેમણે બ્રાઝિલ છોડી દેવું જોઈએ. ફ્લાવિયો વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસોમાં તપાસ ફ્લાવિયો વિરુદ્ધ ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને કરચોરી સહિતના અનેક કેસોમાં તપાસ ચાલી રહી છે. તેમાં તેમના પિતાના જીવન પર ફિલ્મ બનાવવા માટે નાણાં એકત્ર કરવા સાથે જોડાયેલો કેસ પણ સામેલ છે. ફ્લાવિયોએ સ્વીકાર્યું હતું કે તેમણે ભૂતપૂર્વ બેંકર ડેનિયલ વોરકારો પાસેથી ફિલ્મ માટે આશરે 1.2 કરોડ ડોલર એકત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમણે કોઈપણ ખોટા કૃત્યનો ઇનકાર કર્યો છે. ફ્લાવિયોએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે તેમણે ક્યારેય દેશ છોડવા વિશે વિચાર્યું નથી. તેમણે પાસપોર્ટ જમા કરાવવાની અને પોતાના વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોનો સામનો કરવાની વાત પણ કહી હતી. ટ્રમ્પે પણ બ્રાઝિલની ચૂંટણી પર સવાલ ઉઠાવ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝિલની ચૂંટણીનાં પરિણામો પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કોઈ પુરાવા વિના ચૂંટણીમાં ગોટાળાનો દાવો કર્યો હતો. ફ્લાવિયોએ પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન અમેરિકા સાથેના સંબંધો મજબૂત બનાવવાનું વચન આપ્યું હતું. જ્યારે લૂલાએ ટ્રમ્પ પર બ્રાઝિલની ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ढोल की थाप पर बना 12 मिनट का 24 साल पुराना गाना, जिसमें थे 18 गाने, लता, उदित, सोनू, अलका, पामेला ने बनाया सुपरहिट  
    Next Article
    સુરેન્દ્રનગર પોલીસે ચોરાયેલું સોનું અને રોકડ મૂળ માલિકને પરત કર્યા:IG નિલિપ્ત રાયના હસ્તે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમમાં મુદ્દામાલ સોંપાયો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment