Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેગામમાં LCBના દરોડામાં રૂ. 3 લાખનો દારૂ ઝડપાયો:જોષીની ખડકીમાં મકાનમાંથી દારૂ-બિયરની 83 પેટી જપ્ત, બુટલેગર ભાવસિંહ ઝાલા ફરાર

    13 hours ago

    ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે જોષીની ખડકી સ્થિત એક મકાનમાં દરોડો પાડીને રૂ. 3 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો 2160 નંગ જથ્થો પકડી પાડ્યો છે. LCB ની આ સફળ કામગીરીથી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. જોકે દરોડા દરમિયાન રીઢો બુટલેગર સ્થળ પરથી પોલીસને હાથતાળી આપીને નાસી જવામાં સફળ રહ્યો હતો. બાતમીના આધારે મકાનમાં દરોડો પાડ્યો ગાંધીનગર LCB ના PI દિવાનસિંહ વાળાની ટીમ દહેગામ વિસ્તારમાં વિશિષ્ટ પેટ્રોલિંગમાં હતી ત્યારે દહેગામ બસ સ્ટેન્ડ નજીક ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, લીંબચમાતાની ફળીમાં રહેતો રીઢો બુટલેગર ભાવસિંહ ઉર્ફે ભાવો પ્રહલાદસિંહ ઝાલા જોષીની ખડકી સ્થિત પોતાના મકાનમાં વિદેશી દારૂ સંતાડીને ગેરકાયદે વેચાણ કરતો હતો, જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. 83 પેટીઓમાંથી 2160 નંગ દારૂ-બિયર જપ્ત દરોડાની ગંધ આવી જતાં બુટલેગર મકાન ખુલ્લું મૂકીને નાસી ગયો હતો. પોલીસે મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં પ્રથમ માળેથી વિદેશી દારૂ અને બિયરના ટીન ભરેલી 83 પેટીઓ મળી આવી હતી. LCB એ કુલ રૂ. 3 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર બુટલેગર ભાવસિંહ સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર પોલીસે ચોરાયેલું સોનું અને રોકડ મૂળ માલિકને પરત કર્યા:IG નિલિપ્ત રાયના હસ્તે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમમાં મુદ્દામાલ સોંપાયો
    Next Article
    ખોખરાની IITRAM કોલેજની હોસ્ટેલમાં પાર્કિંગનો વિવાદ વકર્યો:વિદ્યાર્થીઓને વાહન પાર્ક કરવા ન દેવાતા NSUIએ કોલેજની તાળાબંધી કરી, રોજ વિરોધ કરવાની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment