Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોખરાની IITRAM કોલેજની હોસ્ટેલમાં પાર્કિંગનો વિવાદ વકર્યો:વિદ્યાર્થીઓને વાહન પાર્ક કરવા ન દેવાતા NSUIએ કોલેજની તાળાબંધી કરી, રોજ વિરોધ કરવાની ચીમકી

    13 hours ago

    અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી IITRAM કોલેજની હોસ્ટેલમાં વાહન પાર્કિંગ મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને પોતાના ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પાર્કિંગમાં મુકવા ન દેવાતાં NSUI દ્વારા કોલેજની તાળાબંધી કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રોફેસરોને પાર્કિંગની છૂટ અને વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ સામે રોષ વ્યક્ત કરી NSUIએ આગામી 24 કલાકમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો દરરોજ તાળાબંધી કરવાની ચીમકી આપી છે. રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા તાળાબંધી IITRAM કોલેજની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને વાહન ગેટની બહાર પાર્ક કરવામાં આવતા વિદ્યાર્થીઓએ NSUIને ફરિયાદ કરી હતી. NSUI દ્વારા બે દિવસ પહેલા વિરોધ નોંધાવ્યો હતો. કોલેજના ગેટ પર ધરણા પ્રદર્શન કરી વિદ્યાર્થીઓના પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે માગ કરી હતી. પરંતુ બે દિવસ થયા છતાં વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પાર્કિંગ કરવાની મંજૂરી ન આવતા NSUIના કાર્યકર્તાઓ વહેલી સવારે IITRAM કોલેજ ખાતે પહોંચી ગયા હતા. જે બાદ NSUIના કાર્યકર્તાઓએ IITRAM કોલેજના મુખ્ય ગેટ પર લોખંડની સાંકળ બાંધી તાળાબંધી કરી હતી. વિદ્યાર્થીઓના પાર્કિંગ સમસ્યાનો નિકાલ લાવવા નારા પણ લગાવ્યા હતા. 24 કલાકમાં નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલન કરીશુંઃ NSUI NSUIના સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ વેદાંત તોમરે જણાવ્યું કે, એક દિવસ પહેલા અમે IITRAM કોલેજમાં આવ્યા હતા ત્યારે એક વોર્ડને કોલર ઊંચો કરીને પોલીસ સામે દાદાગીરી કરી હતી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને NSUI દ્વારા IITRAM કોલેજમાં ગેટ પર ધોળાદિવસે તાળું માર્યું છે. જ્યાં સુધી વિદ્યાર્થીઓના પ્રશ્નોનો યોગ્ય જવાબ નહીં મળે તેમજ વિદ્યાર્થીઓને જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેનું કોઈ નિરાકરણ નહીં આવે તો દરરોજ તાળાબંધી કરવામાં આવશે. કોલેજના સત્તાધીશોને શાંતિથી નહીં રહેવા દઈએ એ બાબતની ચેતવણી આપીએ છીએ. આગામી 24 કલાકમાં વિદ્યાર્થીઓના વાહન પાર્કિંગની સમસ્યા પર કોઈ નિવારણ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દહેગામમાં LCBના દરોડામાં રૂ. 3 લાખનો દારૂ ઝડપાયો:જોષીની ખડકીમાં મકાનમાંથી દારૂ-બિયરની 83 પેટી જપ્ત, બુટલેગર ભાવસિંહ ઝાલા ફરાર
    Next Article
    સુરેન્દ્રનગર સીટી A ડિવિઝન પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેક્શન:રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાયે કાયદો-વ્યવસ્થા અને ગુના નિવારણની સમીક્ષા કરી, માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment