Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂ મણીનગર અને વસ્ત્રાલમાં પ્રજાના પૈસાનું પાણી:ક્યાંક પાનાં બદલાયા તો ક્યાંક જુના માપ 'કોપી-પેસ્ટ'કરી બિલ પાસ કરાયા, કૌભાંડી અધિકારીઓ પાસેથી ₹1.60 કરોડની રિકવરી

    12 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં વિકાસના કામોના નામે આચરવામાં આવેલા વધુ એક મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. શહેરમાં સ્ટોર્મ વોટર લાઇન (વરસાદી પાણીની લાઇન) નાખવાના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસક પક્ષ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને ભ્રષ્ટાચારી તત્વો સામે કાયદાકીય સિકંજો કસવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે,પૂર્વ ઝોનમાં સ્ટોર્મ વોટરલાઇન નાખવાનું કૌભાંડ સામે આવતાં સમગ્ર મામલે ચારેય અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રૂ. 3.76 કરોડના કૌભાંડમાં રૂ.1.60 કરોડ રિકવરી કરવામાં આવી છે અને આજે અધિકારીઓની આવક કરતાં વધુ સંપત્તિ હોય તે મામલે તપાસ કરવા અને કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધવા જણાવવામાં આવ્યું છે. મેઝરમેન્ટ બુકના પાનાં બદલાયા, એકસરખા માપ નોંધાયા પૂર્વ ઝોનના રામોલ-હાથીજણ વોર્ડમાં આવેલા ન્યૂ મણીનગર તથા સંલગ્ન વિસ્તારોને વરસાદી પાણી ભરાવવાની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે નવું સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક નાખવાનું કામ વિસત કન્સ્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટરને સોંપાયું હતું. આ કામગીરીના બિલની ચુકવણીમાં પાઇપ લાઇનની લંબાઈ અને પહોળાઈમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. આ વિચલનની તપાસ થાય તે પહેલાં જ મેઝરમેન્ટ બુકના પાના બદલી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, એક જ રોડ પર તા. 22-04-2025થી 25-12-2025 દરમિયાન થયેલી કામગીરી માટે એકસરખા જ માપ નોંધી દેવાયા હતા, અને નાખવામાં આવેલી 1600 mmની પાઇપના વાસ્તવિક માપમાં મોટો તફાવત સામે આવ્યો છે. માપ કોપી-પેસ્ટ કરીને ₹76 લાખથી વધુનું ચૂકવણું અગાઉ વર્ષ 2024માં વસ્ત્રાલ વોર્ડમાં નવી સ્ટોર્મ વોટર લાઈન નાખવાના પેકેજ-1ની કામગીરીમાં પણ આવી જ ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હતી. આ કામગીરીના કોન્ટ્રાક્ટર કેવડીયા ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર દ્વારા જૂની મેઝરમેન્ટ બુકમાંથી વરસાદી પાણીની લાઈન નાખવા અંગેના માપ બેઠા કોપી-પેસ્ટ કરી દેવાયા હતા. આ રીતે કોન્ટ્રાક્ટર દ્વારા વાસ્તવિક સ્તરે કોઈ કામ કર્યા વિના જ સરકારી તિજોરીમાંથી રૂ. 76,17,906.28નું અધધ ચૂકવણું મેળવી લેવામાં આવ્યું હતું, જે સીધી લીટીનો ભ્રષ્ટાચાર દર્શાવે છે. મીરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ધૃવિ બિલ્ડકોનના કામોમાં પણ મોટો ડિફરન્સ વસ્ત્રાલ વોર્ડમાં જ પેકેજ-2 હેઠળ ખોડીયાર લેક વિસ્તારની ટી.પી. નં. 105, 106, 113, 114 તથા ઓઢવની ટી.પી. 112 અને 104 વિસ્તારમાં વરસાદી પાણીની લાઈન નાખવાનું કામ મીરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સોંપાયું હતું. અહીં પણ મેઝરમેન્ટ બુકમાં નોંધાયેલા માપ અને સાઇટ પર લેવાયેલા વાસ્તવિક માપ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે. આ જ રીતે, પૂર્વ ઝોનના PIU (પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ) અંતર્ગત નવી વરસાદી પાણીની લાઈન નાખવાનું કામ રાખનાર ધૃવિ બિલ્ડકોન પ્રા. લિમિટેડ કંપનીના કિસ્સામાં પણ ચોપડે નોંધાયેલા કામ અને વાસ્તવિક સાઇટ પર થયેલા કામ વચ્ચે મોટો ફેરફાર પકડાયો છે. ગટરના ઢાંકણાના કામોમાં પણ મોટા પાયે છેડછાડ આ કૌભાંડ માત્ર પાઇપ લાઇન પૂરતું સીમિત નથી, પરંતુ મેનહોલ (ગટરના ઢાંકણા) બનાવવામાં પણ વ્યાપક ગોલમાલ થઈ છે. પૂર્વ ઝોનની મેઝરમેન્ટ બુકના આર.એ. બિલ-2માં 1600 mm ડાયા લાઈનના માપ કોપી-પેસ્ટ કરાયા હતા તેમજ એફ.એ.એસ બિલ એબસ્ટ્રેક્ટના પાના બદલીને 900 અને 1200 mm ડાયા લાઈનના મેઝરમેન્ટ રજૂ કરી દેવાયા હતા. નિયમ મુજબ તમામ મશીનહોલના માપ 'Scraper Manhole Type SI Rectangular Type for 600 mm dia to 1200 mm dia Sewer Pipes' મુજબ નોંધીને પેમેન્ટ કરી દેવાયું હતું, જ્યારે વાસ્તવિક તપાસમાં વિવિધ સ્થળોએ અલગ-અલગ સાઇઝ અને ઊંડાઈના સામાન્ય સ્લેબ ટાઈપ મેનહોલ જ બનાવેલા જોવા મળ્યા હતા. આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી કડક તપાસ કરીને દોષિત કોન્ટ્રાક્ટરો અને તેમને છાવરતા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. કૌભાંડીઓની સંપત્તિની પણ તપાસ થશે આજે યોજાયેલી AMC સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠકમાં ભાજપના ચેરમેન કમલેશ પટેલે આ કૌભાંડ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે વહીવટી તંત્રને આદેશ આપ્યો છે કે, સ્ટોર્મ વોટર લાઇન કૌભાંડમાં સંડોવાયેલા તમામ કૌભાંડી અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. આ ઉપરાંત, ભ્રષ્ટ અધિકારીઓની 'આવક કરતાં વધુ સંપત્તિ' અંગે પણ ઝીણવટભરી તપાસ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. કમિટી દ્વારા સમગ્ર તપાસ પ્રક્રિયા પૂર્ણ કરી આગામી ત્રણ મહિનામાં આ અંગેનો વિગતવાર રિપોર્ટ સબમિટ કરવા માટે જણાવવામાં આવ્યું છે. ભ્રષ્ટ અધિકારીઓ પાસેથી ₹1.60 કરોડ વસૂલાયા આ કૌભાંડની ગંભીરતાને જોતાં પ્રાથમિક તપાસના આધારે તંત્ર દ્વારા અત્યાર સુધીમાં દોષિત અધિકારીઓ પાસેથી રૂપિયા 1.60 કરોડ જેટલી મોટી રકમની રિકવરી કરી લેવામાં આવી છે. જોકે, માત્ર રિકવરીથી સંતોષ ન માનીને સત્તાધારી પક્ષે હવે કૌભાંડીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેથી ભવિષ્યમાં કોઈ અધિકારી આવું સાહસ ન કરે. પોલીસ કાર્યવાહી ચાલુ છે: મ્યુનિસિપલ કમિશનર આ મામલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટીની સૂચના મુજબ કૌભાંડી અધિકારીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા અંગેની કાયદાકીય કાર્યવાહી હાલ ચાલુ છે અને ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    India’s first Bullet Train: BEML expects prototype rollout by early 2027, B28 service in August
    Next Article
    कोटा में राहुल गांधी का सवाल: भारत की जवानी के सपनों की क्या है क़ीमत?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment