Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રેલર-LPG ભરેલા ટેન્કરની ટક્કર:પાદરા નજીક સરસવણી પાસે 12 કલાકથી 'જીવતા બોમ્બ' સમાન પડી રહ્યું ટેન્કર, એક્સપ્રેસ વે વન-વે કરાયો

    10 hours ago

    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાના પાદરા નજીક સરસવણી ગામ પાસે મોડી રાત્રે ટ્રેલર અને LPG ભરેલા ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ ગેસ ટેન્કર સંતુલન ગુમાવીને હાઈવે પર પલટી મારી ગયું હતું. આ ઘટનાના કારણે રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી. અને રાતથી જ એક્સપ્રેસ-વેને વન-વે કરી દેવાયો છે. અકસ્માતના કલાકો બાદ પણ કંપની દ્વારા 'જીવતા બોમ્બ' સમાન આ ગેસ ટેન્કરને હટાવવામાં આવ્યું નથી. કોઈ દુર્ઘટના ન બને તે માટે ફાયર ફાઈટર્સ સ્ટેન્ડબાય ગેસ ગળતર કે આગ જેવી કોઈ દુર્ઘટના ન બને તે માટે કરજણ અને પાદરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વહીવટી તંત્ર અને સુરક્ષા દળોએ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખીને ટેન્કરને સુરક્ષિત રાખવા માટે ફાયર ફાઈટર્સને ઘટનાસ્થળે સ્ટેન્ડ બાય રાખ્યા છે. કંપનીએ 12 કલાક થયા છતાં ટેન્કરને હટાવ્યું નહીં આ દુર્ઘટના અંગે ગેસ કંપનીને પણ જાણ કરવામાં આવી હતી. તો કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અંદાજીત 2 કલાકમાં પલટી ગયેલા ટેન્કરમાંથી LPG ગેસને અન્ય ટેન્કરમાં ટ્રાન્સફર કરવાની ટેકનિકલ કામગીરી શરૂ કરવામાં આવશે. ગેસ ટ્રાન્સફરની પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત રીતે પાર પડે તે માટે સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ સતત કાર્યરત છે. પરંતુ આ અકસ્માતના 12 કલાકથી વધુનો સમય છતાં જીવતા બોમ્બ સમાન આ ટેન્કરને કંપની દ્વારા ઘટનાસ્થળેથી હટાવવામાં આવ્યું નથી. રાતથી જ એક્સપ્રેસ વે વન-વે કરાયો રોજના હજારો વાહનોની અવરજવર ધરાવતા આ એક્સપ્રેસ વે પર અકસ્માત બાદ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. હાલમાં એક તરફનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હોવાનું સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રાફિક સમસ્યા ને લઈ 15 હોસ્પિટલોને નોટિસ:જૂનાગઢમાં ટ્રાફિક અને અકસ્માત રોકવા પોલીસ કડક: બેઝમેન્ટ પાર્કિંગ ન ખોલનાર 15 હોસ્પિટલો સીલ થશે, તંત્રની આકરી ચેતવણી
    Next Article
    બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની તમામ સ્ટેટ બાર કાઉન્સિલને તાકીદની સૂચના:મહિલા અનામત મતગણતરી મુદ્દે સુપ્રીમ કોર્ટની કમિટી 2 સપ્ટેમ્બરે સુનાવણી કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment