Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંગરોળના માછીમારને ભારત સરકાર તરફથી LOA મળતા ગૌરવ:​માછીમારો હવે આંતરરાષ્ટ્રીય દરિયામાં કરી શકશે ફિશિંગ, ઉપરાષ્ટ્રપતિના હસ્તે મંડળીને મળ્યો સ્પેશિયલ લેટર ઓફ ઓથોરાઈઝેશન

    1 day ago

    ​ભારત સરકારના મત્સ્ય પાલન વિભાગ દ્વારા દરિયાઈ ક્ષેત્રે માછીમારોના વિકાસ માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. ઓડિશાના ભુવનેશ્વર ખાતે આયોજિત એક ખાસ કાર્યક્રમમાં દેશના તમામ કોસ્ટલ રાજ્યોમાંથી પસંદગીની સહકારી મંડળીઓને લેટર ઓફ ઓથોરાઈઝેશન એટલે કે LOA નું વિતરણ કરવામાં આવ્યું હતું. ગત 9 જુલાઈ, 2026ના રોજ આયોજિત આ ગૌરવશાળી સમારોહમાં દેશના ઉપરાષ્ટ્રપતિના વરદ હસ્તે આ પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર એનાયત કરાયા હતા, જેમાં ગુજરાતમાંથી જૂનાગઢ જિલ્લાના માંગરોળની શ્રી મહાવીર મચ્છીમાર સહકારી મંડળીના સભાસદની પસંદગી થતાં સમગ્ર પંથકમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. માછીમારો ગમે તે દેશમાં માછલીઓ અનલોડ કરી સીધી નિકાસ કરી શકશે ​મહાવીર માછીમાર સહકારી મંડળીના પ્રમુખ દામોદર ચામુડિયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા દેશના તટીય રાજ્યોમાંથી એક-એક બોટ ઓનર અને કો-ઓપરેટિવ સોસાયટીના મેમ્બરને આ પત્ર આપવામાં આવ્યો છે, જેમાં ગુજરાત તરફથી પ્રતિનિધિત્વ કરવાનું ગૌરવ તેમને પ્રાપ્ત થયું છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ લેટર ઓફ ઓથોરાઈઝેશન (LOA) મળવાને કારણે હવે ભારતીય માછીમારો 200 નોટિકલ માઈલથી દૂર આવેલા આંતરરાષ્ટ્રીય દરિયાઈ વિસ્તારમાં, જેને હાઈ સીઝ કહેવામાં આવે છે, ત્યાં જઈને સંપૂર્ણ કાયદેસર રીતે માછીમારી કરી શકશે. અત્યાર સુધી આ હાઈ સીઝ ક્ષેત્રમાં માત્ર મોટા વિદેશી જહાજો જ ફિશિંગ કરતા હતા, પરંતુ હવે ભારતના માછીમારો પણ ત્યાં આધુનિક સુવિધાઓથી સજ્જ મોટી બોટો લઈને જઈ શકશે અને ગમે તે દેશમાં માછલીઓ અનલોડ કરી સીધી નિકાસ કરી શકશે, જેને ભારત દેશનું જ સત્તાવાર એક્સપોર્ટ ગણવામાં આવશે. સ્થાનિક માછીમારોની આવકમાં ધરખમ વધારો થશે ​દામોદર ચામુડિયાએ આ નિર્ણયને ભારતીય માછીમારોના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ અને લાભદાયી ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ ક્રાંતિકારી પગલાથી સ્થાનિક માછીમારોની આવકમાં ધરખમ વધારો થશે, સમુદ્રી ખાદ્યપદાર્થોના વૈશ્વિક નિકાસમાં મોટી વૃદ્ધિ થશે અને તેના પરિણામે દેશને પણ મોટા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થશે. માછીમારોના હિતમાં લેવાયેલા આ દૂરોગામી નિર્ણય બદલ અને આ નવીનતમ પહેલ શરૂ કરવા બદલ મંડળીના પ્રમુખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ તેમજ ફિશરીઝ મિનિસ્ટરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વાંકાનેર પાસે કારમાંથી 836 બોટલ દારૂ ઝડપાયો:LCBએ 8.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, ચાલક ફરાર
    Next Article
    જેતપર ખેડૂત આંદોલન પાર્ટ-3માં પ્રવેશ્યું:મોરબીમાં 14 જુલાઈએ મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા, રાજ્યભરના ખેડૂતો અને મહિલાઓને જોડાવા આહ્વાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment