Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેવન્યુ કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાળથી કામકાજ ઠપ:​તાલુકા સેવા સદન ખાતે વર્ગ-3 ના રેવન્યુ કર્મચારીઓ કામગીરી બંધ કરી હડતાલ પર,14 માંગણીઓ નહીં સંતોષાતા જનહિતના કાર્યો ઠપ

    8 hours ago

    ​ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નો અને સેવા વિષયક માંગણીઓના યોગ્ય ઉકેલ માટે આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. માસ સી.એલ.ના વિરોધ પ્રદર્શન બાદ પણ સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા આજથી સમગ્ર રાજ્ય સાથે જૂનાગઢમાં પણ વર્ગ-3 ના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જૂનાગઢ તાલુકા સેવા સદન ખાતે રેવન્યુ કર્મચારીઓ ધરણા પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે. આ હડતાળના કારણે સરકારી કચેરીઓમાં આવકના દાખલા, જાતિના દાખલા, વિધવા સહાય જેવી મહત્ત્વપૂર્ણ જનહિતની કામગીરીઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેના કારણે દૂર-દૂરથી કામ અર્થે આવતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ​આ અંગે મહેસૂલી કર્મચારી વર્ગ-૩ મહામંડળના પ્રમુખ તરુણાબેન ભૂતૈયાએ જણાવ્યું હતું કે સરકારને મુખ્ય 14 માંગણીઓ અને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી કોઈ પણ સંતોષકારક કે હકારાત્મક નિરાકરણ આવ્યું નથી અને ન તો તેમને કોઈ લેખિત ખાતરી આપવામાં આવી છે. તારીખ ૫ ના રોજ તેમણે માર્શલનો કાર્યક્રમ યોજ્યો હતો, છતાં પણ વિભાગ તરફથી કોઈ હકારાત્મક નિરાકરણ ન આવતા આજથી તેઓએ અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી છે. જ્યાં સુધી તેમની માંગણીઓનું હકારાત્મક નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રાખવામાં આવશે તેવું તેમણે સ્પષ્ટ કર્યું છે. ​તેમણે તેમની મુખ્ય માંગણીઓ વિશે વિગતવાર જણાવતા કહ્યું કે વર્ષ 2012 માં જે નાયબ મામલતદારોની ભરતી કરવામાં આવી છે, તેમને રી-એડજસ્ટમેન્ટ ડેટ આપીને પ્રમોશન આપવામાં આવે. વર્ષ 2025-26 માં જે ક્લાર્કને પ્રમોશન આપી નાયબ મામલતદાર બનાવવામાં આવ્યા છે, તેમને વતનના જિલ્લાથી 400-500 કિલોમીટર દૂરના જિલ્લામાં બદલીઓ આપવામાં આવી છે, જેમને તેમના મૂળ જિલ્લામાં પરત લેવામાં આવે. ​મહેસૂલી તલાટીઓનું જે જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં અન્ય વિભાગની કામગીરી મહેસૂલ વિભાગ અને મહેસૂલી તલાટીઓને સોંપવામાં આવી છે, તે કામગીરીઓ દૂર કરી જોબ ચાર્ટમાં સુધારો કરવામાં આવે. નાયબ મામલતદારોની જિલ્લા ફેર બદલીઓ માટે કલેક્ટર સાહેબ પાસેથી એન.ઓ.સી. લેવાની પ્રથા છે, તેને નાબૂદ કરવામાં આવે તથા મહેસૂલી કર્મચારીઓની જિલ્લા ફેર બદલી માટે પોર્ટલ વિકસાવવામાં આવે અને આ બદલીની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી બનાવવામાં આવે. અગાઉ માર્શલ જેવા વિરોધ પ્રદર્શન કરવા છતાં તંત્ર તરફથી કોઈ સંતોષકારક કે લેખિત ખાતરી ન મળતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી તેમની ન્યાયી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે તેવી ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વડાપ્રધાન મોદીના જાહેરજીવનના 25 વર્ષ પૂર્ણ:સમગ્ર ગુજરાતમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ, છોટાઉદેપુરમાં પણ ઉજવણી
    Next Article
    બોટાદમાં વિકાસ જ્યોત યાત્રા અને સભા યોજાઈ:વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી જોડાયા, વિકસિત ભારતનો સંકલ્પ લેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment