Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી:બીજા દિવસે પણ ભાવનગર 37.6°C સાથે સૌથી ગરમ, ભારે પવનની સંભાવનાથી માછીમારો માટે એલર્ટ

    एक दिन पहले

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. હાલમાં સક્રિય મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દરિયાકાંઠે મજબૂત પવન ફૂંકાવાની શક્યતા રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં થોડું ઊંચું રહ્યું છે, જેમાં છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં સૌથી વધુ 37.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં મજબૂત પવન ફૂંકાવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 25થી 30 નોટ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 20થી 25 નોટની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ખરાબ હવામાન અને તેજ પવનને ધ્યાનમાં રાખીને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન પવનની ઝડપ 40થી 55 કિમી/કલાક અને વધીને 65 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં આગામી બેથી ત્રણ દિવસ વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે અને ત્યારબાદ વરસાદી પ્રવૃત્તિઓમાં થોડો વધારો જોવા મળી શકે છે. રાજ્યમાં સરેરાશ 20% વરસાદની ઘટ ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ગુજરાત રિજીયનમાં સામાન્ય કરતાં 13% અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 28% ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં સરેરાશ 20% વરસાદની ઘટ જોવા મળી છે. જો કે, માત્ર જુલાઈ મહિનાની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં 76% અને ગુજરાત રિજીયનમાં 63% વધુ વરસાદ થયો છે, જે સમગ્ર રાજ્ય માટે જુલાઈમાં 67% વધુ વરસાદ દર્શાવે છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ જુલાઈ દરમિયાન સામાન્ય કરતાં 155% વધુ વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    જેતપર ખેડૂત આંદોલન પાર્ટ-3માં પ્રવેશ્યું:મોરબીમાં 14 જુલાઈએ મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા, રાજ્યભરના ખેડૂતો અને મહિલાઓને જોડાવા આહ્વાન
    Next Article
    Anjali Anand: ‘I was in Bell Bottom only so a terrorist could fall on top of me’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment