Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંકાનેર પાસે કારમાંથી 836 બોટલ દારૂ ઝડપાયો:LCBએ 8.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, ચાલક ફરાર

    1 day ago

    મોરબી જિલ્લા એલસીબી ટીમે વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ક્રેટા કારમાંથી જુદી જુદી બ્રાન્ડની 836 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેની કુલ કિંમત રૂ. 8.10 લાખથી વધુ આંકવામાં આવી છે. જોકે, કારનો ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી જિલ્લા એલસીબીની ટીમ વાંકાનેર તાલુકા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે, સફેદ કલરની ક્રેટા ગાડી નંબર GJ 1 RY 9981 માં દારૂનો જથ્થો ભરીને તેની હેરાફેરી કરવામાં આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે કોટડા નાયણી ગામ તરફ જવાના રસ્તા પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની ક્રેટા કાર વાંકાનેર તરફથી વાલાસણ ગામ તરફ જઈ રહી હતી. એલસીબીની ટીમે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કારના ચાલકે કારને ભગાવી દીધી હતી. પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો. આગળ જઈને કોટડા નાયણી ગામ તરફ જવાના રસ્તા પર નદીના પટમાં કાર ચાલક તેની કારને રેઢી મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 836 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 3,10,420 ની કિંમતનો દારૂનો જથ્થો અને રૂ. 5 લાખની કિંમતની કાર મળીને કુલ રૂ. 8,10,420 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ક્રેટા કારના ચાલક, દારૂનો જથ્થો ભરી આપનાર અને દારૂનો જથ્થો મંગાવનાર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઇની સૂચના મુજબ પીએસઆઇ સહિતના સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?':'મહંમદ ગઝનવી કરતા પણ વધુ લૂંટ કરી, ભાજપે 40 દિવસમાં 70 વાર રામમંદિરને લૂંટ્યું': કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી
    Next Article
    માંગરોળના માછીમારને ભારત સરકાર તરફથી LOA મળતા ગૌરવ:​માછીમારો હવે આંતરરાષ્ટ્રીય દરિયામાં કરી શકશે ફિશિંગ, ઉપરાષ્ટ્રપતિના હસ્તે મંડળીને મળ્યો સ્પેશિયલ લેટર ઓફ ઓથોરાઈઝેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment