Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LNG ટ્રેન મહેસાણા આવી:દેશની પ્રથમ LNG મેમો ટ્રેનનો સાબરમતીથી પ્રારંભ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી લીલી ઝંડી

    15 hours ago

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સાબરમતી રેલવે સ્ટેશનથી દેશની સર્વપ્રથમ એલએનજી (Liquefied Natural Gas) મેમો ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન સાબરમતીથી ઉપડીને મહેસાણા જંકશન ખાતે સફળતાપૂર્વક પહોંચી હતી.પર્યાવરણ અનુકૂળ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ ટ્રેનના પ્રારંભ સાથે ભારતીય રેલવેના ઇતિહાસમાં એક નવું સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. આ ટ્રેન ડ્યુઅલ મોડ પર દોડશે આ નવીનતમ ટ્રેન વિશે માહિતી આપતાં સાબરમતીના સીડીઓ અમિત કુમારે જણાવ્યું હતું કે, આ ગાડી સંપૂર્ણપણે ડ્યુઅલ ફ્યુઅલ ટેકનોલોજી પર કામ કરે છે. તેમાં ડીઝલ અને LNG બંને બળતણનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે આ ટ્રેન ડ્યુઅલ મોડ પર દોડશે, ત્યારે ડીઝલના વપરાશમાં 40 ટકાથી પણ વધુનો ઘટાડો થશે. સામાન્ય ટ્રેનોની સરખામણીએ ઇંધણના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે વાર્ષિક આશરે રૂપિયા 23.9 લાખની મોટા પાયે બચત થશે. તકનીકી ખામી સર્જાય તો ઓટોમેટિકલી ફરીથી ડીઝલ મોડ પર શિફ્ટ થઈ જાય તકનીકી રીતે અત્યંત સુસજ્જ આ ટ્રેનમાં કુલ 8 કોચની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનની એલએનજી ઇંધણ ક્ષમતા 2200 કિલો સુધીની છે. મુસાફરોની સુરક્ષા અને એન્જિનની કામગીરી પર સતત નજર રાખવા માટે તેમાં 40થી વધુ આધુનિક સેન્સર્સ લગાવવામાં આવ્યા છે, જે એન્જિનના તમામ પેરામીટર્સનું ચોક્કસ મોનિટરિંગ કરે છે. જો ડ્યુઅલ ફ્યુઅલ મોડમાં કોઈ પણ પ્રકારની તકનીકી ખામી કે સમસ્યા સર્જાય તો આ સિસ્ટમ ઓટોમેટિકલી ફરીથી ડીઝલ મોડ પર શિફ્ટ થઈ જાય છે.જેથી મુસાફરીમાં કોઈ અવરોધ ઊભો થતો નથી.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ સાથે યુથ કોંગ્રેસનો હલ્લોબોલ:ડેરી ડેન સર્કલ પર ઉગ્ર વિરોધ, પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી
    Next Article
    કાલોલમાં રખડતા શ્વાને 30થી વધુ લોકોને બચકાં ભર્યા:શહેર અને આસપાસના ગામોમાં ભયનો માહોલ, 12 ગંભીર ઈજાગ્રસ્ત ગોધરા સિવિલમાં દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment