Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ સાથે યુથ કોંગ્રેસનો હલ્લોબોલ:ડેરી ડેન સર્કલ પર ઉગ્ર વિરોધ, પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી

    15 hours ago

    વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરી ડેન સર્કલ ખાતે આજે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને મતદારોના અધિકારોના રક્ષણ અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને પગલે એક ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ડૉ. પ્રવીણસિંહ વણોલ અને વડોદરા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમની સાથે મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા. પોસ્ટર સાથે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરી હતી. યુથ કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે મતચોરી થઈ હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને આ આખી બાબતની નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે જવાબદારી નક્કી કરવાની માગ કરી હતી. ઉપસ્થિત કાર્યકર્તાઓએ લોકશાહી અને મતાધિકારના સમર્થનમાં જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે મત આપવાનો અધિકાર એ લોકશાહીનો પાયો છે. લોકશાહી વિરોધી પગલું ગણાવ્યું સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. પોલીસની આ કાર્યવાહી સામે યુથ કોંગ્રેસે તીવ્ર વાંધો વ્યક્ત કર્યો હતો અને તેને લોકશાહી વિરોધી પગલું ગણાવ્યું હતું. સંગઠને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે વિરોધ દર્શાવતા કાર્યકર્તાઓની અટકાયત કરવી યોગ્ય નથી. પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોની અટકાયત કરી હતી. અંતમાં, ગુજરાત યુથ કોંગ્રેસ અને વડોદરા શહેર યુથ કોંગ્રેસે ભારપૂર્વક માંગ કરી હતી કે ચૂંટણી પ્રક્રિયા અંગે ઉઠેલા તમામ પ્રશ્નોની પારદર્શક તપાસ થાય અને દેશના દરેક નાગરિકના મતાધિકારનું યોગ્ય રક્ષણ કરવામાં આવે. લોકશાહીમાં દરેક મતનું મહત્વ છે અને મતદારોના અધિકારોનું રક્ષણ કરવું એ લોકશાહી વ્યવસ્થાની મૂળભૂત જવાબદારી છે એ મુખ્ય સંદેશ સાથે આ વિરોધ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ સિવિલના ભોજનમાં જીવાત નીકળ્યાનો વીડિયો વાયરલ:દર્દીના સગાએ RMOને ફરિયાદ કરી, ડાયેટિશિયને કહ્યું- 'એ ધનેરું નહીં, શેકેલું જીરું છે!'
    Next Article
    LNG ટ્રેન મહેસાણા આવી:દેશની પ્રથમ LNG મેમો ટ્રેનનો સાબરમતીથી પ્રારંભ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી લીલી ઝંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment